________________
અંદ૨]
गुजरातमा बौद्धधर्मनो प्रचार [५१ સમકાલીન હતા. અને પિતા પુત્રે બુદ્ધ દેવનો ઉપદેશ સ્વીકારેલ. મગધનું પાટનગર ગિરિત્રજ અથવા રાજગૃહ હતું. બિંબિસારના પ્રપૌત્ર અજ ઉદયીના સમયમાં મગધ સામ્રાજ્યનું આધિપત્ય ગુજરાત સ્વીકારેલું એમ ઐતિહાસિક સાધનોથી જાણવા
અવન્તિ: સોળ મહાજનપદમાં – મહાદેશમાં અવન્તિનું સ્થાન મળે છે. વર્તમાન માળવા, નિમાર અને મધ્ય પ્રાંતનો કેટલોક હિસ્સો મલી પ્રાચીન અવન્તિ જનપદ ગણાતું હતું. જનપદ નામાવલીમાં અવતિ અને દક્ષિણાપથના અશ્મક પ્રદેશનું સંયુક્ત નામ મળે છે, એ ઉપરથી કેટલાક વિદ્વાનો અવતિની ગણતરી દક્ષિણાપથમાં કરે છે. અવન્તિ જનપદની સીમા પણ વિશાળ હતી. ઈસુની પૂર્વ – જનપદ યુગમાં, બુદ્ધના સમયમાં અને નન્દ યુગમાં ગુજરાતની રાજકીય સત્તા અવન્તિ જનપદ જેડે સંધાચેલી હતી. એના સંસ્કાર પણ ગુજરાતમાં પ્રસર્યા હતા.
અવનિત જનપદ એ સમયમાં બે વિભાગમાં ઉત્તર અને દક્ષિણે વહેંચાયેલું હતું એમ ડે. ભાંડારકર જણાવે છે. ઉત્તર અવનિનું રાજધાનીનું નગર ઉજન–ઉજ્જયિની અને દક્ષિણનું પાટ નગર માહિમતી હતું. અચુતગામીએ ઉજન વસાવ્યું એમ “દીપવંશમાં ઉલ્લેખ મળે છે (દીપવંશને રચના કાળ ઈસુની ત્રીજી અથવા ચોથી સદીનો મનાય છે). અશોકના લઘુ શિલાલેખમાં ઉજજૈન નામ છે. બધા ધર્મ સાહિત્યમાં ઉજજનની કથા આલેખેલી મલે છે. ઉજનનો સત્તાધીશ ચંડપ્રદ્યોત હતો અને બુદ્ધનો તે સમકાલીન હતો.
દક્ષિણાપથના અવન્તિની રાજધાનીનું નગર માહિતી હતું. “દીઘનિકાયના મહાગોવિંદસુત્તમાં માહિષ્મતીમાં વેશાભુ નામનો રાજા શાસન કરતો હતો એમ ઉલ્લેખ છે. માહિતી રાજધાનીના નગરની જોડે વ્યાપારનું કેન્દ્ર હતું અને નર્મદાને કાંઠે કાંઠેથી ભરૂચ અને માહિષ્મતી જોડે વ્યાપારી વહેવાર ચાલતો હતો. - “મસ્યપુરાણ પ્રમાણે મગધ-અવન્તિ– ઉજજનમાં સુધનુકુલોત્પન્ન જરાસંધ વંશમાંના છેલ્લા રાજા વિશ્વજિતના પુત્ર રિપુંજયનું શાસન હતું. પુરાણમાં એનો રાજ્યકાળ ૫૦ વર્ષને આપ્યો છે. ઈ. સ. પૂ. ૫૬૩–૫૧૩ એનો અમાત્ય પુનિક (‘ભાગવત ૧૨ મા ધમાં શુનક નામ છે) હતો. એણે, વૃદ્ધ રિપુંજયનો વધ કરી પોતાના પુત્ર પોત–પ્રોતને ઉજ્જનની ગાદીએ બેસાડ્યો. સીતાનાથ પ્રધાન પ્રાચીન હિંદની રાજવંશાવલીમાં પ્રદ્યોતના રાજ્યાભિષેકનું વર્ષ ઈસુની પૂર્વ પ૧૩ આપે છે. જાયસ્વાલ અવન્તિના વતિહોત્ર વંશનો અંત આણી પ્રદ્યોતના રાજતિલકનું વર્ષ ઈસવી સન પૂર્વે પ૬૮ કહે છે. પ્રદ્યોત વીર અને પરાક્રમી રાજા હતો. એક મહાન સૈન્યના અધિપતિનો
૭ “સુત્તનિપાત્તમાં અશ્મકનો ઉલ્લેખ મળે છે. ગોદાવરી તટે અક્ષકની રાજધાનીનું નગર પદન્યપોતલી હતું. તેની ઉત્તરે મૂળક જેનું રાજનગર પ્રતિષ્ઠાન-પઠણ હતું. પુરાતન કાળમાં- બૌદ્ધ સમયમાં પ્રતિષ્ઠાન-પઠણ અને ભરૂચ વચ્ચે વ્યાપારી વહેવાર હતો. શાતકણના રાજકીય ઇતિહાસથી (ઈ. સ. પૂર્વે), તેમજ પેરીસ ઓફ ધી યુરેથ્રીન સીમાં (ઈ.સ. ૮૦) અને ટોલેમીની ભૂગોળથી (ઈ. સ. ૧૫૦) આ વાતની સાક્ષિ મળે છે. ૮ દીપવંશ, ઓલડનબ પ્રતિ, પૃ. ૫૭. ૯ “ભારતીય ઇતિહાસની રૂ૫ રેખાઈ, પુ. ૧, ઘટનાવલીકી તાલિમાર્થે ઔર તિથિયાં, પૃ. ૪૬૩. જ, બિ. ઓ. સો. સન ૧૯૧૫ અને ૧૯૧૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org