________________
अंक १] नाणपंचमी कहा-तेना लेखको, प्रतिओ अने वस्तुनो परिचय [ ३७
મુકેલ છે. હિન્દીમાં તેના ઉપર ભગવતદાસે ટીકા પણ કરેલી છે.” આ ગ્રન્થ પણ નામ ઉપરથી તો પંચમી વ્રત ઉપર જ લાગે છે. જોવાથી વધારે માલુમ પડે. હજી તે પ્રકટ થયો હોય એવું જાણવામાં નથી. ઉપર્યુક્ત દિલ્હીમાં ધર્મપુરા મહોલ્લાના નયા મંદિરના ભંડારમાં તેની પ્રતિ છે.
અહિં સુધી તો આપણે પંચમી માહાત્મ્ય ઉપર સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશાદિ ભાષામાં કોણે ક્યારે લખ્યું તે સંબંધે ચર્ચા કરી. હવે આપણે તે સંબંધે જૂની ગૂજરાતીમાં કોણે ક્યારે શું લખ્યું છે તેનો પણ વિચાર કરી લઇએ.
સત્તરમી સદીના અંતભાગમાં એટલે કે લગભગ વિ. સં. ૧૬૮૫ માં તપાગચ્છીય હીરવિજયસૂરિ – મેહમુનિ –કલ્યાણકુશલ શિષ્ય દયાકુશલે ‘જ્ઞાનપંચમી – નેમિજિનસ્તવન' જૂની ગુજરાતીમાં લખ્યું. આદિમાં તેમાં લખ્યું છેઃ
૩૫
-
66
શારદમાત પસાઉલે નિજગુરુચરણ નમેવિ પંચમી તવિધિ હું ભણું હિડે હરષ ધરેવિ.”
દયાકુશલે ઉપર્યુક્ત સ્તવન રચ્યું તેજ અરસામાં ખરતરગચ્છીય જિનચંદ્રસૂરિ – સકલચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય સમયસુંદર ઉપાધ્યાયે વિ. સં. ૧૬૮૫ આસપાસમાં જેસલમેરમાં ‘પંચમી વૃદ્ધ (મોઢું) સ્ત॰' (જ્ઞાન પંચમીપર ૩ ઢાળ ૨૫ કડીનું સ્તવન) તથા પંચમી લઘુ સ્તવન ’ ૫ – કડીમાં જૂની ગુજરાતીમાં લખ્યાં. નમૂના નીચે પ્રમાણે છે
૩૧
:
‘પંચમી વૃદ્ધસ્તવન”ની આદિઃપ્રણમું શ્રી ગુરુપાય નિર્મલજ્ઞાન ઉપાય, પંચમી તપ ભણું એ, જનમ સફળ ગિણું એ.
• પંચમી લઘુસ્તવન ’ની આદિ
પંચમી તપ તુર્ભે કરોરે પ્રાણિ, નિર્મળ પામો જ્ઞાન.
અંત પાર્શ્વનાથ પ્રસાદ કરીને, મહારી પૂરો ઉમેદ રે, સમયસુંદર કહે હું પણ પામું, જ્ઞાનનો પંચમો ભેદરે.
લગભગ આજ સમયે તપાગચ્છીય સકલચંદ્ર ઉપાધ્યાય શિષ્ય સૂરચંદ્ર શિષ્ય ભાનુચંદ્ર શિષ્ય દેવચંદ્ર ખીજાએ પણ · સૌભાગ્ય પંચમી સ્તુતિ' લખી છે.
*
અઢારમી સદીના પહેલા દસકામાં તપાગચ્છીય વિજયસિંહ–વિજય દેવ–સંજમ હર્ષ ગુણહર્ષે શિષ્ય લબ્ધિવિજયે મૌન એકાદશી સ્તવન' ઉપરાંત ‘સૌભાગ્ય પંચમી – જ્ઞાન પંચમી સ્તવન' જૂની ગુજરાતીમાં રચ્યાનો દાખલો મળે છેઃ
Jain Education International
૩૪ જુઓ “અનેકાંત ” – ૧૯૪૧, જૂન – પૃ. ૩૫૦. ૩૫ જીઓ ઉપર્યુક્ત જે, ગૂ, કે, પ્રથમ ભાંગ, પૃ. ૨૯. ૩૬ જુઓ ઉપર્યુંક્ત હૈ, ગુ. કે. પ્રથમ ભાગ, પૃ. ૩૮૦, ૩૭ જીઓ ઉપર્યંત જે. ગ્. ક. પ્રથમ ભાગ, પૃ. ૫૭૯. ૩૮ જુઓ જે, ગૂ, કે, ખીને ભાગ, પૃ. ૧૨૩,
For Private & Personal Use Only
www.jainelibrary.org