________________ श्रीहेमसूरयोऽप्यत्रालोक्य व्याकरणव्रजम् / शास्त्रं चक्रुर्नवं श्रीमत्, सिद्धहेमाख्यमद्भुतम् / / द्वात्रिंशत्पादसंपूर्णमष्टाध्यायमुणादिमत् / धातुपारायणोपेतं, रङ्गल्लिङ्गानुशासनम् / / सूत्रसद्वृत्तिमन्नाममालानेकार्थसुन्दरम् / मौलिं लक्षणशास्त्रेषु, विश्वविद्वद्भिरादृतम् // | | ત્રિમર્વિશેષમ્ // શ્રીહેમસૂરિએ વ્યાકરણોના સમૂહને અવલોકી શ્રીસિદ્ધહેમ” નામે અદ્ભુત અને નવું શાસ્ત્ર રચ્યું. બત્રીસ પાદ અને આઠ અધ્યાયથી પૂર્ણ, ઉણાદિસૂત્રસહિત, ધાતુપારાયણથી યુક્ત, લિંગાનુશાસનથી મંડિત, સુત્ર અને ઉત્તમવૃત્તિઓથી શોભતું, નામમાલા તથા અનેકાર્થકોષોથી સુંદર તે વ્યાકરણ વ્યાકરણશાસ્ત્રના મુકુટસમું અને બધાંચ વિદ્વાનોના આદરને પાત્ર બન્યું.