________________
蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋虽卐卐卐卐 n grell UL 卐卐卐蛋蛋蛋卐卐馬馬馬馬馬馬馬馬蛋蛋配
સંગ વર્ણન કરીને વારાણસીમાં રાજા અયોનની રાણી વામાના ઉદરમાં ભગવાન
પાર્શ્વનાથનું ચ્યવન, રાણીને ૧૪સ્વપ્નો, પ્રભુનો જન્મ, વર્ષીદાન, દીક્ષા અને ૮૩ દિવસના ઉપસર્ગ સહનકાળના અંતે કેવળજ્ઞાન, ચતુર્વિધસંઘ, છદ્મસ્ય સંખ્યા વગેરેના વર્ણન પછી ભગવાન પાર્શ્વનાથનો નિર્વાણકાળ અને સર્વાયુનું વર્ણન છે.
તે પછી ભગવાન અરિષ્ટ નેમિનાથના પાંચ કલ્યાણકો, ભગવાન અરિષ્ટ નેમિનાથના આત્માનું રાજા સમુદ્રવિજયની રાણી શિવાના ઉદરમાં ચ્યવન, ૧૪ સ્વપ્નોનું દર્શન વગેરેથી લઈ સર્વાયુ સુધીનું વર્ણન, તેમજ અંતે ભગવાન અરિષ્ટ નેમિનાથથી માંડીને અજિતનાથ સુધીના ૨૦ તીર્થંકરોના વર્ણન પછી દરેકના વાચનાકાળ આપવામાં આવ્યા છે.
ત્યાર પછી ભગવાન ઋષભદેવના પાંચ કલ્યાણકો, તેમના આત્માનું દેવલોકમાંથી રાજા ભરતની રાણી મરુદેવાના ગર્ભમાં ચ્યવન, ૧૪ સ્વપ્નોનું વર્ણન, જન્મોત્સવ, કુમારજીવન, રાજ્યકાળ, કળા અને શિલ્પનો ઉપદેશ, ૧૦૦ પુત્રો અને તેમનો રાજ્યાભિષેક, વર્ષીદાન અને પછી અણગાર પ્રવ્રજ્યા, કેવળજ્ઞાન, ચતુર્વિધ સંઘપરિવાર અને નિર્વાણકાળ જણાવી ક્લ્પસૂત્રનો વાચનાકાળ જણાવ્યો છે.
તે પછી ભગવાન મહાવીરના નવ ગણો અને ૧૧ ગણધરો, તેમના ગોત્ર, આગમજ્ઞાન અને નિર્વાણકાળ બતાવીને સ્થવિરાવલી એટલે કે સ્થવિરોના કુળ, ગોત્ર, શાખા વગેરે (વિશેષ માટે જુઓ – ભગવતી સૂત્રનો ભાવાર્થનું પહેલું પાન) વર્ણન છે.
અંતે સાધુ–સમાચારીમાં ભગવાન મહાવીર સ્વામીનો વર્ષાવાસનો નિશ્ચય, એનો અવગ્રહ ક્ષેત્ર, ભિક્ષાચર્યા ક્ષેત્ર, નદીપારના વિધિ-નિષેધ, વગેરેનું વિસ્તૃત વર્ણન કરીને પાંચ પનક સૂક્ષ્મ, પાંચ બીજસૂક્ષ્મ વગેરે આઠ સૂક્ષ્મ, લોચ અને એનું વિધાન અને વિકલ્પો, ભિક્ષાચર્યાના દિશા અભિગ્રહ જણાવી સમાચારીની આરાધનાથી નિર્વાણ પ્રાપ્તિના કથનથી ઉપસંહાર કરવામાં આવ્યો છે.
TONINA A A A
श्री आगमगुणमंजूषा - ५२
五五五五五五五五57193