________________
[370]... વતુર્થ પરિચ્છે
अभिधान राजेन्द्र कोश की आचारपरक दार्शनिक शब्दावली का अनुशीलन
यज्ञ हैं। अभिधान राजेन्द्र कोश में आचार्यश्री ने विचारामृत संग्रह के अनुसार भक्ति तीन प्रकार की बतायी गयी हैं :सात्त्विक भक्ति- अर्हत्शासन के सम्यक्त्व गुणश्रेणी के परिज्ञानपूर्वक, अपने भावोल्लास को नहीं त्यागते हुए, उपसर्ग में स्थिर रहकर, उत्कृष्ट उत्साहपूर्वक, फल की इच्छा के त्यागपूर्वक अरिहंत संबंधी भव्य पूजा, अङ्गरचना (आङ्गी) आदि नि:स्पृहभाव से सर्वस्व समर्पणपूर्वक यथाशक्य जो महोत्सव आदि भक्ति की जाती है वह सात्त्विक भक्ति हैं। जो उभयलोक में फलदायी हैं। राजसी भक्ति - संसार संबंधी फल की प्राप्ति या लोकरंजन हेतु कृतनिश्चय होकर जो भक्ति की जाती है, वह राजसी भक्ति हैं। तामसी भक्ति- ईर्ष्यापूर्वक, शत्रुतापूर्वक, इच्छापूर्ति हेतु जो भक्ति की जाये वह तामसी भक्ति है जो कि तत्त्वेत्ताओं को इष्ट नहीं हैं।
इन तीनों में सात्त्विकी भक्ति उत्तम, राजसी मध्यम और तामसी भक्ति जघन्य हैं। राजसी एवं तामसी भक्ति प्राणियों के लिए
सुलभ है जबकि मोक्षसुखदायिका सात्त्विकी भक्ति अतिदुर्लभ हैं।65 મf a Bત :
आचार्य श्रीमद्विजय राजेन्द्र सूरीश्वरजी के अनुसार जिनेश्वर की भक्ति अनेक भवों से संचित ज्ञानावरणीयादि आठ कर्मों का क्षय करती हैं। सिद्धि पद की प्राप्ति हेतु अरिहन्त-सिद्ध परमात्मा की भक्ति अवश्य करने योग्य हैं। आचार्य को नमस्कार करने से विद्या और मंत्र सिद्ध होते हैं। अत: आरोग्य, बोधिलाभ, समाधिमरण और अभिलषित अर्थ की सिद्धि हेतु सात्त्विकी भक्ति करनी चाहिए।66 तत्त्वार्थसूत्र में बहुश्रुतप्रवचनभक्ति तीर्थंकर नामकर्म के बन्ध में कारणभूत કેદી 67
65. .રા.પૃ. 5/365 66. એ.રા.પૃ. 5/1365 67. તત્વાર્થસૂત્ર-6/23
હે મહાવીર !
મોહરૂપી મલ્લને જીતવામાં મહામલ્લ સમાન, પાપરૂપી કાદવને સાફ કરવા માટે નિર્મળ જળસમાન, અને કર્મરૂપી રજને ઉડાડી દેવા માટે મહાવાયુ સમાન એવા હે ભગવાન મહાવીર પ્રભુ! આપ જયવંતા વર્તો.
દેવ-દાનવ અને નરેન્દ્રોથી હંમેશા વંદાતા, અચલ એવા પણ મેરૂના શિખરને કંપાયમાન કરનારા, કૈવલ્યરૂપી નેત્રો વડે સમસ્ત ચરાચર વિશ્વના ભાવોને જોનારા, અને જગતના બધા જ રૂપોને જિતનારા એવા હે વીર પરમાત્મા, આપ જયવંતા વર્તો ! મનુષ્યોમાં રહેલી મલિનતાને દૂર કરી પવિત્ર કરવા માટે નિર્મળ જલ સમાન, અને જેના ચરણોમાં હંમેશા આળોટી રહ્યા છે ઈન્દ્રો અને દેવેન્દ્રો એવા હે વર્ધમાન, આપના ચરણ કમલને હું મારા મસ્તક ઉપર ધારણ કરૂં છું. હે પ્રભુ આપના ચરણની રજથી જેના લલાટમાં ચિહ્ન થયું છે એવા આધિ, વ્યાધિ અને ઉપાધિથી રહિત બનેલા, નિષ્કલંકિત મનુષ્યોને શંકાશીલ સંસાર પણ સંઘરી શકતો નથી. અર્થાત્ જિનેશ્વર ભગવંતની હંમેશા ભાવપૂર્વક પૂજા-અર્ચના કરનાર મનુષ્યો સંસાર સમુદ્રથી તરી જાય છે.
હે પ્રભો, મોક્ષમાર્ગની તળેટી સમાન, આપના ચરણ કમળના મૂળમાં જે લોકોનાં મસ્તકો હંમેશા આળોટે છે, તેઓનાં મસ્તકોને જ “ઉત્તમાંગ” કહેવાય છે. અર્થાત્ મસ્તકનું બીજનું નામ ઉત્તમાંગ છે, તે ખરેખર યથાર્થ છે! અને તે જ ધન્ય પુરૂષો જગતમાં દેવોને પણ વંદનીય બને છે. ,
હે દેવાધિદેવ, જે મનુષ્યો સુગંધી પુષ્પોની માળાથી આપના શરીરની સુંદર અંગરચના કરે છે, તે મનુષ્યોને ચામર આદિ ભોગની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ રાજ્યપ્રાપ્તિ આદિ ભોગો પ્રાપ્ત થાય છે.
હે પ્રભો ! જે લોકો પ્રભાતના સમયે આપની ભાવપૂર્વક સેવા પૂજા કરે છે, તે પુરૂષો આ લોકમાં સાધુ પુરુષોમાં પ્રસંશનીય બને છે. અને પરલોકમાં પણ સ્વયં પૂજનીય બને છે. વળી જે લોકો ત્રિશલાનંદન મહાવીર પરમાત્માના ચરણકમલની રજને મસ્તક ઉપર ધારણ કરે છે, તે લોકોનું મસ્તક નિર્મળ છત્રથી શોભે છે. અર્થાત્ રાજા ચક્રવર્તી આદિનું સામ્રાજ્ય પ્રાપ્ત થાય છે.
જે ભવ્ય જીવો જિનેશ્વર ભગવંતના શક્તિશાળી નામરૂપી મહામંત્રનું નિરંતર ધ્યાન કરે છે, તે ભવ્ય જીવોના પાપકર્મોરૂપી કચરા બળીને ભસ્મ થઈ જાય છે અને મોક્ષરૂપી કલ્યાણની પ્રાપ્તિ થાય છે. સંસારના સીમાડારૂપ એવા ભગવંત, મારા મનરૂપી માનસરોવરમાં આપના ચરણકમલરૂપી હંસયુગલ હંમેશા કીડા કરતું રહો! અર્થાત્ ક્ષમાશીલ મહાવીર ! હંમેશા મારા મન મંદિરમાં વાસ કરનારા થાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org