SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ प्रशंसनीय पुरुषार्थ साध्वी श्री दर्शितकलाश्रीजी द्वारा लिखित “अभिधान राजेन्द्रकोष की आचारपरक एवं दार्शनिक शब्दावली का अनुशीलन" नामक शोध प्रबन्ध का अवलोकन किया । अभिधान राजेन्द्रकोष जैन विद्या का एक विश्वकोष है। यह मूलत: प्राकृत और संस्कृत भाषा में निबद्ध है और जैन धर्म दर्शन के सभी पक्षो को समाहित करता है। पूज्य साध्वीजी ने उस जैन धर्मदर्शन के विश्वकोष रूप महाग्रन्थ का आलोङन - विलोङन कर उसकी आचारपरक एवं दार्शनिक शब्दावली पर यह शोध प्रबन्ध लिखा है । साध्वीजी यह प्रयास सराहनीय है, क्योंकि इस ग्रन्थ के प्रकाशित होने पर इसका लाभ उन सभी विद्धानजनों और जनसाधारण को होगा, जो प्राकृत और संस्कृत भाषाओ से अपरिचित है और इस महाकोश ग्रन्थ को पूजा की वस्तु मानकर संतोष कर लेते है। यह शोध प्रबन्ध अभिधान राजेन्द्र कोश की पदावली को तो अपना आधार बनाता ही है, किन्तु साथ ही उनकी विवेचना में एवं तुलनात्मक प्रस्तुती करण में समकालीन लेखको द्वारा रचित ग्रन्थों को भी भरपूर ससन्दर्भ उपयोग करता है । इस कृति में मेरे द्वारा लिखित जैन, बौद्ध और गीता के आचारदर्शनो का तुलनात्मक एवं समीक्षात्मक अध्ययन का भी पर्याप्त रूप से ससन्दर्भ निर्देश हुआ है, इस प्रकार साध्वीजी का यह शोधप्रबन्ध जैन धर्मदर्शन की आचारपरक एवं दार्शनिक पदावली का एक सम्यक् तथा व्यापक अनुशीलन प्रस्तुत करता है । उनकी यह कृति जन-जन के अध्ययन का विषय बने उसी में उनके श्रम की सार्थकता है। मैं यह आशा करता हं कि वे भविष्य में भी इस प्रकार के ग्रन्थों का सर्जन करते हुए जैन विद्या की सेवा करती रहेगी। इतिशुभम् । प्रो. सागरमल जैन संस्थापक एवं निर्देशक (प्राच्य विद्यापीठ शाजापुर) આવકાર વિદુષી સાધ્વી ડૉ. દર્શિતકલાશ્રી લિખિત “અભિધાન રાજેન્દ્ર કોષ કી આચારપરક દાર્શનિક શબ્દાવલી કા અનુશીલન' ગ્રંથને આવકારતાં આનંદ અનુભવું છું. પ્રસ્તુત ગ્રંથ સાધ્વીજીનો પીએચ.ડી. પદવી માટેનો મહાનિબંધ છે. તેમાં ગત શતાબ્દીના એક પ્રતિભાશાળી શ્વેતામ્બરાચાર્ય સ્વનામધન્ય સ્વ. રાજેન્દ્રસૂરિજી દ્વારા સંકલિત પ્રસિદ્ધ “અભિધાન રાજેન્દ્ર કોશ” માં પ્રાપ્ત આચારપરક દાર્શનિક શબ્દોનો વિશેષ અભ્યાસ કરવામાં આવ્યો છે. ૧૪ વર્ષના પરિશ્રમથી સાત ભાગમાં લગભગ ૯૫૦૦ પૃષ્ઠોમાં ૧૦૦ જેટલા ગ્રંથોના સારસંચય જેવો “અભિધાન રાજેન્દ્ર કોષ” એક વિરાટ જૈન વિશ્વકોશ છે. નાનામોટા ૬૦,૦૦૦ શબ્દો અને લગભગ સાડાચાર લાખ શ્લોકના વિસ્તારની વ્યાખ્યા ધરાવતો આ કોશ જેમ તેના વિસ્તાર વિરાટ છે તેમ તેમાં આપેલા અઢળક પ્રાકૃત અને તેમના પર્યાયરૂપ સંસ્કૃત શબ્દોમાં અનેકવિધ વિષયોના નિરૂપણથી વિશિષ્ટ છે. જૈન ધર્મ, દર્શન, સંસ્કૃતિ, આચાર, નીતિ, પ્રાકૃત ભાષા-સાહિત્ય ઈત્યાદિ અનેક વિષયોના આમૂલ સંકલનથી જૈન સાહિત્યમાં અભિધાન રાજેન્દ્ર કોશનું એક વિશેષ સ્થાન છે. આવા બૃહત્કોશમાંથી તારવીને સાધ્વીજીએ પોતાના મહાનિબંધમાં જૈન પરંપરાની આચારપરક દાર્શનિક શબ્દાવલીનું સંકલન અને વર્ગીકરણ આધુનિક દૃષ્ટિએ કરી આપ્યું છે. સાથે સાથે જ સંગ્રહીત શબ્દોની યથાસ્થાન નિરુક્તિ અને વ્યુત્પત્તિ દ્વારા અર્થની સ્પષ્ટતા કરી આપી છે. આટલું જ નહીં, જૈનાચારના અહીં પ્રયુક્ત શબ્દોની તુલના અન્ય કોશોમાં પ્રાપ્ત થતા સમાન શબ્દો અને અર્થોની સાથે કરી તે તે શબ્દની ચર્ચા-સમીક્ષા કરી છે. ઉપરાંત આચારપરક શબ્દાવલીના વાચ્યાર્થનો વિસ્તાર દર્શાવી જૈન ના ભિન્ન ભિન્ન સંપ્રદાયોમાં તે તે શબ્દના મળતા અર્થનો બોધ કરાવવાની સાથે બ્રાહ્મણ પરંપરા, બૌદ્ધ પરંપરા અને ઈતર ધાર્મિક પરંપરાઓ સાથે તુલના કરી અત્યંત મહત્ત્વપૂર્ણ અને રોચક માહિતી ઉપલબ્ધ કરાવી આપી છે. અભિધાન રાજેન્દ્ર કોશ જેવા માહિતીના સાગરમાંથી સાધ્વીજીએ યોગ્ય રીતે જ આચારવિષયક શબ્દાવલી તારવી તેનું સમીક્ષાત્મક અધ્યયન કરી જૈન સાહિત્યમાં એક ઉત્તમ ગ્રંથનો ઉમેરો કર્યો છે. - ડૉ. રમણીક શાહ ૪૪/૪૫૧, ગ્રીનપાર્ક એપાર્ટમેન્ટ, પૂર્વ-અધ્યક્ષ, પ્રાકૃત-પાલિ વિભાગ, સોલારોડ, નારણપુરા, અમદાવાદ-૧૩ (ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003219
Book TitleAbhidhan Rajendra Kosh ki Shabdawali ka Anushilan
Original Sutra AuthorN/A
AuthorDarshitkalashreeji
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2006
Total Pages524
LanguageHindi
ClassificationBook_Devnagari & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy