SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વગ્રાહી અધ્યયન જુદા જુદા સ્થાનેથી આવતી અનેક સરિતા એકઠી થઈને વિરાટ મહાસાગર રચાય છે. તેવી રીતે અનેક ધર્મદર્શન અને આધ્યાત્મિક ગ્રંથોના ગહન અધ્યયન પછી આચાર્ય શ્રીમદ્વિજય રાજેન્દ્રસૂરિજી મહારાજે શ્રી અભિધાન રાજેન્દ્ર બૃહ વિશ્વકોશ” જેવા આગમગ્રંથોના નવનીતના મહાસાગરની રચના કરી છે. આ પ્રજ્ઞાસાગરમાં સમાયેલી પ્રત્યેક જ્ઞાનનદીનું આગવું સૌંદર્ય છે અને તેથી જ શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરિજી મહારાજે રચેલા “શ્રી અભિધાન રાજેન્દ્ર બૃહવિશ્વકોશ' વિશે જુદા જુદા અભિગમથી અભ્યાસ અને અધ્યયન થતા રહ્યા છે અને થતા રહેશે. જૈન ધર્મનો આ મહાન કોશ એકવિરાટ પ્રતિભાના સ્વામીએ રચેલો જ્ઞાનનો કીર્તિસ્તંભ છે. જ્ઞાનની મુખ્યતા ધરાવતા જૈન ધર્મ માટે તો “શ્રી અભિધાન રાજેન્દ્ર બૃહવિશ્વકોશ' એ એની વિશિષ્ટ એવી ધાર્મિક, આગમિક, આધ્યાત્મિક અને સાહિત્યિક રચના છે. છેલ્લા વીસ વર્ષથી ગુજરાતી ભાષામાં સર્વસંગ્રાહકવિશ્વકોશ (જનરલએન્સાઇક્લોપિડીયા)ની રચનાના કાર્યમાં હું જોડાયેલો છું અને આ કેવું ભગીરથ કાર્ય છે એનો મને સાક્ષાતુ અનુભવ છે. જ્યારે પૂજ્ય શ્રીમવિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજે કરેલો આ શાસ્ત્રજ્ઞાનનો પુરુષાર્થ જોઉં છું ત્યારે ઊંડું આશ્ચર્ય અનુભવું છું. આ જ્ઞાનના મહાસાગરમાંની એક નદી એટલે સાધ્વી ડૉ. દર્શિતકલાશ્રીજીએ પીએચ.ડી.ની ઉપાધિ માટે લખેલો “શ્રી અભિધાન રાજેન્દ્ર કોશ કી આચારપરક દાર્શનિક શબ્દાવલી કા અનુશીલન” નામનો મહાનિબંધ. આ મહાનિબંધની વિશેષતા એ છે કે એમાં આપેલી દાર્શનિક શબ્દાવલી વિશે મૂળગામી અને વિસ્તૃત ચર્ચા કરી છે. સમસ્ત આગમોના સંગ્રહરૂપ અભિધાન રાજેન્દ્ર બૃહ વિશ્વકોશના ગ્રંથોના કુલ ૯૪૩૭ પૃષ્ઠોમાંથી આની પસંદગી કરવામાં આવી છે. આમાં અન્ય દર્શનો સાથેની તુલના પણ આપવામાં આવી છે અને એ રીતે આ ગ્રંથ એક વ્યાપક અને મુળગામી આચારપરક દાર્શનિક શબ્દાવલી આપવાની સાથોસાથ એની તુલનાત્મક ચર્ચા પણ કરે છે. જેમ કે વિશ્વના વિવિધ દર્શનોમાં સમ્યફદર્શન, સમ્યકજ્ઞાન, સમ્યફચારિત્રની સ્વીકૃતિનું કયું સ્વરૂપ છે એ પણ દર્શાવ્યું છે. આ ઉપરાંત આચારપરક શબ્દાવલીમાં આવતી કહાનીઓ અને સૂક્તિઓ પણ દર્શાવીને એક સમગ્રતયા અભ્યાસ અહીં જોવા મળે છે. એવી ઈચ્છા જાગે છે કે શ્રી અભિધાન રાજેન્દ્રકોશના મહાસાગરમાંથી હજી બીજા ઘણાં મોતીનાં તેજ સાધ્વી ડૉ. દર્શિતકલાશ્રીજી મહાસતીજી પાસેથી આપણને પ્રાપ્ત થતા રહેશે જેથી એ વિરાટ વિભૂતિના શાસ્ત્રીય મહાપ્રયત્નની ઝાંખી મળતી રહે. -પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ પ્રમુખ - ગુજરાત સાહિત્ય પરિષદ (અમદાવાદ) ગામ આખા ગામમાં પીવું ETIRED Nastatatestatastrotestatar, tatatatestestatatesttast Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003219
Book TitleAbhidhan Rajendra Kosh ki Shabdawali ka Anushilan
Original Sutra AuthorN/A
AuthorDarshitkalashreeji
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2006
Total Pages524
LanguageHindi
ClassificationBook_Devnagari & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy