SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ કઈ રળેિ તેના તે શબ્દો જેમના તેમ તે જે છે તો કેઈક રથ પર્યાયવાચી શબ્દો ને, મૂળ કાવ્યના ૫દલાલિત્યની શોભામાં તે ઉમેરે કરે છે. કેઈ વેળા વૃત્તમાં પરિવર્તન કરી તે bઈ વેળા અન્ય અલંકારથી પોતાના કાવ્યને શણગારી મૂળના શબ્દ-સૌષ્ઠવ અને અર્થગૌરવ ઉપર રસ–પરિષ અને કલ્પના-ચાતુર્ય વડે તે કેટલીક વાર સરસાઈ પણ ભોગવે છે અને તેમ કરીને પોતાની કૃતિને મૂળ કરતાં વિશેષ ચમત્કારી બનાવે છે. આથી જે મૂળને શીતળ નિર્ઝર-જળની ઉપમા અપાય તે અનુકરણથી ઉદ્ભવેલી પરંતુ પ્રતિભાથી પિોષાયેલી કૃતિને સુગંધિત શીતળ નિઝર જળની ઉપમા અપાય. અનુકરણ સંબંધી આ પ્રમાણે ટુંકમાં ઇસારે કરી આપણે પ્રસ્તુત કાવ્યમાં શબ્દસામ્ય, અર્થે-સામ્ય, રૂપ–સામ્ય વગેરેને વિચાર કરીએ. ૧-૨ બંને રસ્તોત્રોનાં પ્રાથમિક બે પધો અર્થથી પરસ્પર સંકલિત છે અર્થાત યુગ્મથી બંને સ્તોત્રોનો પ્રારંભ થાય છે. વળી ભક્તામર સ્તોત્ર અને અન્ય પદ્ય બાદ કરીએ તો કલ્યા મન્દિર સ્તોત્ર પણ વસન્તતિલકા હદમાં રચાયેલ હોવાથી અત્ર વૃત્તની પણ સમાનતા દગ્ગોચર થાય છે. આ ઉપરાંત એ પણ સામ્ય નજરે પડે છે કે બંને સ્તોત્રોમાં જિનેશ્વરના ચરણને પ્રણામ કરવામાં આવ્યું છે તેમજ આ ચરણને સંસાર સમુદ્રમાં આલંબનરૂપે સ્વીકારેલ છે. વળી બંને સ્તોત્રોમાં ક્યા જિનેશ્વરની સ્તુતિ કરવા કવિરાજ પ્રારંભ કરે છે તેનો બોધ વિશેષ્ય દ્વારા ન કરાવતાં વિશેષણ દ્વારા કરાવવામાં આવ્યા છે. કહેવાની મતલબ એ છે કે યુવા ગાટનન” અને “ઘ” દ્વારા પ્રથમ તેત્રમાં પ્રથમ તીર્થંકર શ્રીત્રકષભનાથનું સૂચન કરવામાં આવ્યું છે, જ્યારે દ્વિતીય સ્તોત્રમાં “મટયપૂરોગત કમઠના ઉલ્લેખથી ત્રેવીસમાં તીર્થંકર શ્રી પાર્શ્વનાથનું સૂચન કરવામાં આવ્યું છે. આ તે સમાનતાની વાત થઇ. વિષમતાના સંબંધમાં નિવેદન કરવાનું કે પ્રથમ સ્તોત્રમાં પ્રારમ્ભમાં જ મેટે સમાસ છે, જયારે દ્વિતીય સ્તોત્રમાં પ્રારમ્ભમાં પૃથક પૃથક્ પદે છે, જે કે સમગ્ર તૃતીય ચરણ સામાસિક છે. પદ-લાલિત્યની દૃષ્ટિએ જ દિતીય સ્તોત્રનાં પ્રાથમિક પદ્યો પ્રથમનાં કરતાં શ્રેષ્ઠ છે. એટલું જ નહિ પરંતુ અર્થગૌરવની અપેક્ષાએ પણ તે ચઢિયાતા છે, કેમકે પ્રથમમાં તો દેવેન્દ્રો વડે સ્તુતિ કરાયેલા એમ શ્રીમાનતુંગસૂરિએ સૂચવ્યું છે, જ્યારે શ્રીસિદ્ધસેનસૂરિએ તો બૃહસ્પતિ પણ જેની સ્તુતિ કરી શકે તેમ નથી એમ સૂચવ્યું છે. ૩ પ્રથમ સ્તોત્રગત બાળકનું દૃષ્ટાન્ત કૌશિકશિશુ કરતાં વધારે સારું ગણાય, પરંતુ છેકાનુપ્રાસની દૃષ્ટિએ દ્વિતીય સ્તોત્રનું પદ્ય સારું છે. ૪ સમુદ્રના તરંગેની માફક પદો નૃત્ય કરતાં હોય એમ પ્રથમ સ્તોત્રમાં ભાસે છે. એમાં પ્રસાદતાની અધિકતા છે. વળી ગુણસમુદ્રને બાહુથી તરી જવાનું દૃષ્ટાન્ત વધારે સચોટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy