SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકારનું સાહસ નથી? વિશેષમાં આ પ્રક્ષેપ–કાલ ૪૩માના જેટલે અર્વાચીન નથી એ માન્યતાનું મકાન કલ્યાણ મંદિરને ભક્તામરની અનુકૃતિરૂપ માનવાની કલ્પના ઉપર જ ચણાયેલું છે એ વાત પણ ધ્યાનમાં લેવા જેવી નથી કે પ્રક્ષિપ્તતા સંબધી વક્તવ્ય આટલેથી સમાપ્ત કરવામાં આવે છે, પરંતુ સાથે સાથે પ્રસંગગત ભય સંબધી થોડે ઘણે નિર્દેશ કરવો ઉચિત સમજાય છે. ભયના પ્રકારો જૈન સાહિત્યમાં જેની સંખ્યા સાત, આઠ, નવ, ચૌદ તેમજ સેળની પણ નજરે પડે છે. શ્રીસમવાયાંગસૂત્રના સાતમા સ્થાનક ( પૃ૦ ૧૨ )માં નીચે મુજબના સાત ભ ગણાવેલા છે?— (૧) ઇલેકભય, (૨) “પરલોકભય, (૩) આદાનભય, ૪) અકસ્માદ્ભય, (૫) આજીવભય, (૬) મરણભય અને (૭) અપકીર્તિભય. અધ્યાત્મકલ્પદ્રુમના ટીકાકાર શ્રીધનદેવગણિએ આ આધ્યાત્મિક ગ્રંથના આઠમાં અધિકારના નિમ્ન લિખિત " सप्तभीत्यभिभवेष्टविप्लवा-निष्टयोगगददुःसुतादिभिः । स्याच्चिरं विरसता नृजन्मनः, पुण्यतः सरसतां तदानय ॥ १४॥" -પદ્યના વિવરણમાં આ સાત ભયે સૂચવ્યા હોય એમ જણાય છે. રેગ, જળ, આગ, સાપ, ચેર, સિંહ, હાથી અને લડાઈ એથી ઉત્પન્ન થતા આઠ ભયનું વર્ણન નમિઊણસ્તોત્રમાં છે, જ્યારે ભક્તામરમાં હાથી, સિંહ, દાવાનલ, સાપ, સંગ્રામ, સાગર, જલેદર અને બંધનથી ઉદ્દભવતા આઠ ભલે વર્ણવવામાં આવ્યા છે. વળી શ્રીશેભન મુનીશ્વરકૃત સ્તુતિચતશતિકાના ૮૩ મા પધમાં પ્રથમ પાદમાં જળ, (સમુદ્ર), સાપ, વાધ, આગ, નાગ (હાથી), રોગ, કેદખાનું અને યુદ્ધ એ આઠ ભયે ગણાવ્યા છે. આ ઉપરથી એમ ફરે છે કે આઠ ભયેથી અમુક જ આઠ ભયે સમજવા એવો કઈ નિયમ નથી, કેમકે ઉપર્યુક્ત શ્રીમાનતુંગીય કૃતિ-યુગમાં હાથી, સિંહ, સાપ, આગ, લડાઈ, રોગ અને જળ એ સાત ભયેની સમાનતા છે, જયારે આઠમા ભય તરીકે એકમાં ચોરના ભયને ઉલ્લેખ છે અને બીજામાં બધનને નિર્દેશ છે. , વળી શ્રીખેમકરણ (ક્ષેમકર્ણ) મુનિરાજે રચેલા પાર્શ્વનાથ છંદમાં ભય સંબંધી નીચે મુજબ પંક્તિ છે – ૧ જુઓ અહેણાસ્તવની અંતિમ ગાથા. ૨ આના મૂળ ઉલ્લેખ માટે જુઓ સંસ્કૃત ભૂમિકા (પૃ. ૬). ૩-૪ આ સજાતીય વ્યક્તિ તરફને ભય છે, જ્યારે આ વિજાતીય વ્યક્તિ પરત્વેને ભય છે. પ આ પદ્ય માટે જુઓ સંસ્કૃત ભૂમિકા (પૃ. ૭). આના અનુવાદ માટે જુઓ સ્તુતિચતુર્વિશતિકા (પૃ૦ ૨૫-૨૫૩) ભ. પ્ર. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy