SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પણ વિશેષ રસ ઉત્પન્ન કરી શકે? આમ છતાં પણ જે ભક્તામરનું ૪૩ મું પદ્ય પ્રક્ષિત ગણવા કોઈ મહાશય આગ્રહ કરે તે તેમનું નીચે લખેલી હકીકત તમ્ફ સવિનય ધ્યાન ખેંચવું ઉચિત ધારું છું. નમિઊણતત્ર કે જે ભયહરસ્તોત્ર તરીકે પણ પ્રસિદ્ધ છે અને જેના કર્તા પણ શ્રીભક્તામરના કર્તા શ્રીમાનતંગસૂરિ હેવા વિષે બે મત નથી તેમાં પણ પ્રથમ કયા કયા ભાનું વર્ણન આવનાર છે તેને પ્રારમ્ભમાં નિર્દેશ કરવામાં આવ્યું નથી, કિન્તુ રેગાદિ આઠ ભ પૈકી પ્રત્યેકનું બબ્બે ગાથા દ્વારા વર્ણન કરી આઠે ભયની સૂચીરૂપે અઢારમી ગાથા ઉપસંહારરૂપ આપવામાં આવી છે. ત્યારે શું આ પણ પ્રક્ષિપ્ત ગાથા છે ? વળી મુનિરાજ શ્રીવિનયલાભે પણ પિતાની કૃતિ શ્રી પાર્શ્વ-ભક્તામરમાં ઉપસંહારરૂપ શૈલીને ઉપગ કર્યો છે એ વાતની નિમ્નલિખિત ૪૩ મું પદ્ય સાક્ષી પૂરે છે “તત્ત(8)મૃાારિવાહિમુખ યુદ્ધ-નારા વિશ્વનાં સૌથી तस्यान्तरङ्गमपि नश्यति दुःखजालं, यस्तावकं स्तवमिमं मतिमानधीते ॥" આ પધમાં તેમજ ઉપસંહારરૂપ અન્ય કઈ પદ્યમાં પણ ડૉ. ચકાબી જેવાને વિશેષ રસ નહિ પડે તે શું તેથી આને પણ પ્રક્ષિત ગણવા તૈયાર થવું એ ન્યાપ્ય છે? હવે ૩૯ મા પદ્યની વાસ્તવિકતા વિચારીએ. એ વાત સાચી છે કે કવિરાજે કુંજરાત્રિ આઠ જે પૈકી સાત ભનાં વર્ણન માટે એકેક પદ્ય રચ્યું છે, જ્યારે સંગ્રામ-ભયને માટે બે પદ્યો રચ્યાં છે. પરંતુ સંગ્રામ સિવાયના સાત ભય વ્યક્તિગત છે, જ્યારે સંગ્રામ એ સમષ્ટિગત છે અર્થાત વ્યાપકતાની દૃષ્ટિએ સંગ્રામની વિશિષ્ટતા છે એ વાત રજુટ કરવા માટે કવિરાજે બે પદ્યો રચ્યાં હોય એવી અત્ર ક૯૫ના થઈ શકે છે. વળી પુનરાવૃત્તિરૂપ દેષના સંબંધમાં પણ એમ ઘસારો થઈ શકે કે ૩૮ મા પદ્યમાં સામાન્ય સંગ્રામનું વર્ણન છે, જયારે ૩૯ ભામાં વિશિષ્ટ સંગ્રામનું-ભયાનક સંગ્રામનું–મહાવિગ્રહનું વર્ણન છે, એટલે સર્વથા પુનરાવૃત્તિ તે નથી જ. એ વર્ણન રસાત્મક છે કે નીરસ એ પરત્વે તજજ્ઞો જે મત આપે તે ખરો. નૈષધ-ચરિત્રના તૃતીય સર્ગના ૧૦૩-૧૧૪ બ્લેકોનું અવલેકન કરતાં જણાય છે કે કામની દશ દશાનું વર્ણન કરવા માટે કવિરાજે પ્રત્યેક દશાને ઉદ્દેશીને એક એક પદ્ય રચ્યું નથી. એક સ્થળે તે બે દશાનું એક જ પદ્ય દ્વારા વર્ણન કર્યું છે, જ્યારે એક સ્થળે એક દશાનું વર્ણન કરવા માટે બે શ્લેકે રચ્યા છે. વળી દશ દશાનું વર્ણન કમપૂર્વક પણ ત્યાં કરવામાં આવ્યું નથી. આથી સૂચવાય છે કે મહાકવિની કૃતિમાં “સચિ” માટે અવકાશ છે એ ભૂલવા જેવું નથી. આવી પરિસ્થિતિમાં ૩૯ મા પદ્યને પ્રક્ષિપ્ત જ માનવું એ શું એક - ૧ આને માટે જુઓ સંસ્કૃત ભૂમિકા (પૃ. ૫). ૨ જુઓ સંસ્કૃત ભૂમિકા (પૃ. ૫-૬). : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy