SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ 1 આ અવસર્પિણી કાળમાં ‘ ભરત ’ક્ષેત્રમાં થઇ ગયેલા ૨૪ જિનેશ્વરા અને અત્યારે ‘ મહાવિદેહ ક્ષેત્રમાં વિહરતા ૨૦ જિનેશ્વરા મળી ૪૪ ની સંખ્યા થાય છે. આ સંખ્યાત્મક જ આ તેંત્ર છે. એના કારણ તરીકે એનું એકેક પથ એકેક જિનેશ્વરની સ્તુતિરૂપ એવી વૃદ્ધ પરંપરા સૂચવવામાં આવે છે. આ વાત સત્ય હૈાય કે ન હાય તેમજ ઉપર્યુક્ત પો પ્રક્ષિપ્ત હાય કે ન હેાય એ વાત બાજુ ઉપર રાખીએ તેપણ ૪૪ ને બદલે ૪૮ ની માન્યતા ઉપસ્થિત થવામાં કાઇ કારણ છે કે નહિ તે તપાસવું જોઇએ. એ તા સુવિદિત હકીકત છે કે શ્વેતાંબરા તેમજ દિગંબરા એ બંને સંપ્રદાયા (૧) અશાક વૃક્ષ, (૨) સુર-પ્રુપ-વૃષ્ટિ, (3) દિવ્ય ધ્વનિ, (૪) ચામર, (૫) સિંહાસન, (૬) ભામંડળ, (૭) દુન્દુભિ અને (૮) છત્ર એમ આઠ પ્રાતિહાર્યો માને છે. કહ્યું પણ છે કે— “अशोकवृक्षः सुरपुष्पवृष्टि - दिव्यध्वनिश्चामरमासनं च । भामण्डलं दुन्दुभिरातपत्रं, सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ॥” આ તેાત્રમાં તે। આ પૈકી અશેાક વૃક્ષ, સિંહાસન, ચામર અને છત્ર એ ચાર પ્રાતિહાર્યનું જ વર્ણન છે. દિગંબરો તરફથી રજુ કરવામાં આવતાં ચાર પદ્યોમાં બાકીનાં ચાર પ્રાતિહાર્યોનું વર્ણન છે. એને અથવા એ ચાર પ્રાતિહાર્યોના વર્ણનરૂપ અન્ય કાઇ પધ-ચતુષ્ટયના સમાવેશ કરતાં આઠે પ્રાતિહાર્યોનું વર્ણન આવી જાય છે ખરૂં, પરન્તુ પ્રશ્ન એ ઉદૂભવે છે કે શું ખરેખર એમ નહિ સ્વીકારવાથી અત્ર ન્યૂનતા ત્રુટિ સંભવે છે ? આ સંબંધમાં પ્રથમ વૃત્તિકાર શ્રીગુણાકરસૂરિ શું કહે છે તે તરફ નજર કરીએ. તે ૮૩ મા પૃષ્ઠમાં સૂચવે છે કે જયાં અશોક વૃક્ષને સદ્ભાવ હાય ત્યાં દેશના-સમયે પુષ્પવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ભામંડળ અને વ્રુન્દુભિ હાય છે જ એટલે અશેક વૃક્ષનું વર્ણન કવિએ કર્યું તેથી ઉપલક્ષણથી બાકીનાં ચાર પ્રાતિહાર્યાંનું વર્ણન પણ થઇ ગયેલું સમજવું જોઇએ. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે આઠ પ્રાતિહાર્યોને બદલે ચારનું વર્ણન હાવું એ જો ન્યૂનતા છે, તો 'ચાત્રીસ અતિશયો પૈકી ફક્ત એકનું જ વર્ણન એ ન્યાય્ય ગણાય ? જો તેમ ન હેાય તા ૩૨ મા પદ્યમાં નવ કમળની સ્થાપનારૂપ અતિશય સિવાયના ખાકીના ૩૩ અતિશયાનું પણ વર્ણન લેવું જોઇએ એટલે કે ચાર નહિ પણ ૩૭ પઘો અત્યારે અનુપલબ્ધ છે એમ સમજવું જોઇએ. વળી ત્રુટિ કે ન્યૂનતા હોવાની દલીલ કરનારાએ એ વાત પણ લક્ષ્યમાં રાખવી જોઇએ કે શ્રીમપ્પલટ્ટિસૂરિએ પેાતાની કૃતિ ચતુર્વિંતિકામાં ચાવીસ દેવી દેવતાની સ્તુતિ કરવા માટે સ્થાન હાવા છતાં સાળ વિદ્યા-દેવીઓ પૈકી ફક્ત સર્વાશ્ત્રમહાજ્વાલા Jain Education International ૧ દેહની સુવાસ ઇત્યાદિ ચોત્રીસ અતિશયોનાં નામો માટે જુઓ અભિધાનચિન્તામણિનો પ્રથમ કાણ્ડ ( શ્લો. ૫૭–૧૪). અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય, પૂજાતિશય, અને વચનાતિશય એ આ ચોત્રીસ અતિશયોના ઉપલક્ષણરૂપ છે, કેમકે એના વિના આ ચારનો સંભવ નથી, જીઓ પ્રજ્ઞાપૂનાસૂત્રની શ્રીમલયગિરિસૂરિષ્કૃત વૃત્તિનું ત્રીજું પત્ર. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy