________________
:
બંને સાહિત્યમાં અનુસરવામાં આવી છે, પરંતુ તેના પ્રથમ ઉત્પાદક કોણ તે જાણવું બાકી રહે છે.
આથી એ નિવેદન કરવું અનાવશ્યક નહિ ગણાય કે જેમાં કેટલીક વાર એક વિદ્વાને પિતાની કૃતિ માટે જે નામ રાખ્યું હોય તે નામ સાક્ષર-સમાજમાં પ્રિય થઈ પડતાં તે નામનું અનુકરણ કરવા અન્ય વિદ્વાનો તૈયાર થાય છે તેમ આના સંબંધમાં બન્યું નથી. કહેવાની મતલબ એ છે કે જેમ રસાકરને ઉદ્દેશીને ઉક્તિરનાકર, ઉપદેશરસાકર, કથારલકર, ગાથારસાકર, દૃષ્ટાન્તરનાકર, ધાતુરક્ષાકર, ગરલાર, વિચારતાકર, વિવિધરનાકર, શબ્દરનાકર, સ્યાદ્વાદરવાકર વગેરે કૃતિઓ ઉદ્ભવી અને તિલક, દર્પણ, દીપિકા, પરીક્ષા, મંજરી, શેખર વગેરે આદિ પદ અન્તમાં હેય એવાં અનેક યુગોનું પ્રવર્તન થયું, તેમ આ તેત્રના સંબંધમાં બન્યું નથી.
ભાષાછે. જૈન સાહિત્ય સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી, અપભ્રંશ, ગુજરાતી - કાનડી, તામિલ ઇત્યાદિ વિવિધ ભાષામાં રચાયેલું છે. અત્ર ભક્તામર સ્તોત્ર તે ગીર્વાણ ગિરામાં ગુંથાયેલું છે. ઉપલબ્ધ જૈન સાહિત્ય પ્રતિ દૃષ્ટિપાત કરતાં પાંચસે પ્રકરણના પ્રણેતા વાચકવર્ય શ્રીઉમાસ્વાતિએ સંસ્કૃતમાં લખવાની પહેલ કરી હોય એમ ભાસે છે.. કૃતિ અને તેનું મા૫–
સાહિત્યના ગદ્ય અને પદ્ય એવા જે બે પ્રકારે પડે છે તે પૈકી ભક્તામરસ્તોત્ર પદ્યમાં રચાયેલું સાહિત્ય છે. વિશેષમાં આ કૃતિને સમાવેશ આર્યા-યુગ કે અનુણુયુગમાં થત નથી, કિન્તુ એનું નિર્માણ વસન્તતિલકા છંદમાં થયું છે. આ સ્તોત્ર પણ શ્રીતત્વાર્થાધિગમસૂત્રની જેમ જૈનેના શ્વેતાંબર અને દિગંબર એ બંને સંપ્રદાયને માન્ય છે. આવી પરિસ્થિતિમાં એનાં પની સંખ્યા વિષે જો મત-ભેદ હોય તે સર્વથા આશ્ચર્યકારી ઘટના નથી. શ્વેતાંબરોની માન્યતા મુજબ આ તેત્ર ૪૪ પદ્યનું છે, જયારે દિગંબર મન્તવ્ય પ્રમાણે તે ૪૮ પદ્યનું છે. અત્ર આપેલ ૪૪ પો ઉપરાંત અમરતારથી શરૂ થતાં ચાર પધોની અધિકતા એ વિશેષતા છે. એને ૩૧ મા અને ૩૨ મા પધની મધે દિગંબરે સ્થાન આપે છે. કાવ્યમાલાના સાતમા ગુચ્છકના સંશોધક મહાશય આને પ્રક્ષિપ્ત માને છે. - ૪૮ પની માન્યતા ધરાવનારા કેટલાક શ્વેતાંબરેમાં પણ હતા અને કદાચ હશે, પરંતુ ચાર અધિક પોતે ઉપર મુજબનાં નહિ, કિન્તુ તે અન્ય છે. આવાં અધિક પદ્ય શ્રીજંગશેઠ મહતાબરાયજીના જીર્ણ-શીર્ણ પુસ્તકમાં લખાયેલાં છે. આની એક પ્રતિ મને મુનિરાજ શ્રીવિચક્ષણવિજયે બતાવી હતી. આમાં ચાર પાને બદલે લગભગ પિણું ત્રણ પર્વો ઉપલબ્ધ છે. આ પઘોની પ્રક્ષિતતાને માટે કાવ્યમીમાંસકો જે મત બાંધે તે ખરો.
૧૨. જુઓ સંસ્કૃત ભૂમિકા (૫૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org