SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પણ શાના? શું રસ્તુતિ-સ્તેત્રમાં મુક્તિ–રમણ સાથે હસ્તમેલાપ કરાવી આપવા જેટલું સામર્થ્ય નથી? ઉત્તરાધ્યયનસૂત્રના ૨૯ મા અધ્યયનમાં કહ્યું પણ છે કે – "थयथुइमंगलेणं भंते! जीवे किं जणयइ ? थयथुइमंगलेणं जीवे नाण-दसण-चरित्तबोहिलाभं जणयइ । नाणदंसणचरित्तबोहिलाभं संपन्नेयणं जीवे अंतकिरियं कप्पविमणोववत्तिगं आराहणं आराहेइ" અર્થાત રસુતિ–રત્રરૂપ મંગળ વડે જીવ શું પ્રાપ્ત કરે છે? આ મંગળ વડે જીવ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ સમ્યક્ત્વનો લાભ મેળવે છે. આ લાભથી જીવે એ ભવમાં મોક્ષે જાય છે અથવા વૈમાનિક દેવને યોગ્ય આરાધના કરી ત્રીજે ભવે મોક્ષે જાય છે. આવી પરિસ્થિતિમાં “તેંત્રીને છ આવશ્યક પૈકી ચતુર્વશતિતવ (ચઉવિસર્ભે)રૂપ આવશ્યક તરીકે જૈન શાસનમાં ગણવામાં આવે છે એવો નિર્દેશ કરી તેની અમૂલ્યતા સિદ્ધ કરવી બાકી રહે છે? જે સ્તુતિ-રોત્રનું ફળ અનુપમ છે તેની રચના કરવી એ પુણ્ય કાર્ય છે, એમાં સમય પસાર થાય તે વ્યર્થ ગયેલે ન ગણાય; તેમાં પણ વળી અનેક સ્તોત્રોમાં જેનાં સ્તોત્રો ઉચ્ચ સ્થાન ભોગવતાં હોય તેની તે વાત જ શી કરવી? પ્રસ્તુતમાં આ ગ્રન્થમાં આવેલાં સ્તોત્રો સંબંધી યથામતિ વિચાર કરીશું. તેમાં પ્રથમ શ્રીમાનતુંગસૂરિકૃત ભક્તામરસ્તાત્ર હાથ ધરીશું. શ્રીભકતામરસ્તોત્રની સમીક્ષા નામકરણ ભક્તામર સ્તોત્ર એ નામ આ સ્તંત્રના પ્રારંભિક પદ ઉપરથી પડેલું છે. આવું નામ ખુદ તેના કર્તા શ્રીમાનતુંગસૂરિએ રાખ્યું હતું કે પાછળના કેઈ વિબુધવારે તેનું નામ પાડયું એને નિર્ણય કરવા મારી પાસે સાધન નથી. પરંતુ આવાં નામો જૈન સાહિત્યમાં નજરે પડે છે એ વાત નિસંદેહ છે. જેમકે આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરકૃત કલ્યાણમંદિરસ્તોત્ર, શ્રીસેમપ્રભસૂરિકૃતિ સિદૂર કર, શ્રીભદબાહુવામિકૃત ઉવસગ્ગહરસ્તોત્ર ઇત્યાદિ. વળી વૈદિક સાહિત્ય તરફ પણ દૃષ્ટિપાત કરતાં જોઈ શકાય છે કે વેદ (મૃ. ૧૦, અ. ૧૧, સૂક્ત ૨)ના નાસદીય સૂત્રનું નામ પણ એ સૂક્તની આદિમાંનો “જાવાણીત' પદને આભારી છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે આ નામકરણની શૈલી જૈન તેમજ અજેને - આ પ્રમાણે આ સાહિત્ય પ્રસિદ્ધિમાં લાવવા માટે પ્રયાસ થઇ રહ્યો છે, છતાં આ સાહિત્યની વિપુલતા (આ સંબંધમાં એટલું કહેવું બસ થશે કે બૃહત-કાવ્યદેહન જેવા દશ ભાગો જેટલી સામગ્રી સુલભ છે) તેમજ તેની હસ્તલિખિત પ્રતિઓની જીર્ણશીર્ણતા તથા મોટા ગ્રન્થોની શોધમાં ફરતા કેટલાક સાક્ષરોની પણ આ તરફ ઉદાસીનતા વિચારતાં મન ખાટું થાય છે. આ બહુમૂલ્ય સાહિત્યની પુનરૂદ્ધારરૂપ સતત સેવા કરી પુણ્ય હાંસલ કરવા કોઈ વ્યક્તિ કે સંસ્થા વિશેષતઃ પ્રેરાશે તે તેને હું અગાઉથી મુબારકબાદી આપું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy