SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ તિલકમંજરી જેવી પ્રૌઢ કથા રચનારા આ ધનપાલની વિદ્વત્તા ઉપર મુગ્ધ થયા વિના રહેશે નહિ. આવા પ્રખર વિદ્વાને પણ શ્રીશોભન મુનિરાજે રચેલી સ્તુતિ ચતુર્વિશતિકાની ટીકા રચવી ગ્ય લેખી, એથી પણ શ્રીશનિસ્તુતિનું મૂલ્ય સમજી શકાય છે. નામ–માત્રથી સુન્દર એટલું જ નહિ પરંતુ ગુણ—ગૌરવથી પણ સુન્દર એવા શ્રીમસુન્દરસૂરિ, શ્રી મુનિસુંદરસૂરિ, શ્રીભુવનસુંદરસૂરિ પ્રમુખ મુનીશ્વરેએ પણ ભક્તિ-રસના ઝરારૂપ સ્તોત્રો રચ્યાં છે. - ખરતરગચ્છીય શ્રીજિનપ્રભસૂરિએ તે વિવિધ ભાષામાં સાતસે સ્તોત્રો રચી સ્તોત્રસાહિત્યના ઉપાસક ઉપર અન૯૫ ઉપકાર કર્યો છે. આ તે ચૌદમી-પંદરમી શતાબ્દીની વાત થઈ. સત્તરમી શતાબ્દીમાં શ્રીહેમવિજયગણિ પ્રમુખ મુનિવર્યોએ પણ સ્તોત્ર-સાહિત્યને પુષ્ટ કર્યું છે. અઢારમી શતાબ્દીમાં તો શ્રીમે વિજયગણિએ અને ખાસ કરીને ન્યાયાચાર્ય ન્યાયવિશારદ મહામહોપાધ્યાય શ્રીયશોવિજયગણિએ આ સાહિત્યને વિશેષ સમૃદ્ધ બનાવ્યું છે.' - આ ઉપરથી ફલિત થાય છે કે જૈન શાસનરૂપ મન્દિરના એક રત તરીકે ગણાતા એવા મુનીશ્વરેએ પણ રસ્તોત્ર-સાહિત્યને પિષવામાં પાછી પાની કરી નથી અને તેઓ કરે ૧ આ પ્રમાણે વૈદિક, બૌદ્ધ અને જૈન એ વિવિધ આર્ય સ્તોત્રોની ઘેરી કે આછી રૂપરેખા આલેખવાનું એક પ્રયોજન એ છે કે આથી આ સાહિત્યની વિપુલતાદિ ધ્યાનમાં આવે. વિશેષમાં આ ત્રિવિધ સાહિત્યના ઉદ્દેશ, તગત ભાવનાઓ ઈત્યાદિના મીમાંસકને ક્યાં ક્યાં સ્તોત્રો જેવાં અનુકૂળ થઈ પડશે એની આ દિશા સૂચવે છે. ૨ આ ઉપરથી સ્તોત્ર-સાહિત્યની ઉપયોગિતા, વિશાલતા અને અનેક મુનિરોએ તે માટે લીધેલા પ્રયાસનું સૂચન થાય છે, છતાં ખેદ વિષય એ છે કે જેનોને મળેલા આ વારસાને યથેષ્ઠ ઉપયોગ ન થતાં તેની મોટે ભાગે તેમના હાથે અવગણના થઈ રહી છે. અત્યાર સુધીમાં આ સાહિત્યના ફાળા તરીકે બહુ થોડાં પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. જૈન વર્ગમાંથી શ્રીયશોવિજય જૈન ગ્રન્થમાલા (ભાવનગર)એ આમાં પહેલ કરી હેય એમ જણાય છે. દ્વિતીય આવૃત્તિ તરીકે આ સંસ્થા તરફથી વી. એ. ૨૪૩૯માં શ્રી જૈન સ્તોત્ર સંગ્રહના બે ભાગો બહાર પડ્યા હતા. એવી રીતે શ્રીયશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા (મહેસાણા) તરફથી વિ. સં. ૨૪૩૯ માં શ્રીસ્તોત્રરત્નાકરના બે ભાગો (સટીક) તેમજ શ્રીસ્તુતિસંગ્રહ (સાવચૂરિક) પ્રસિદ્ધિમાં આવ્યા હતા. શ્રેષ્ઠિ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર સંસ્થાએ પણ આ અરસામાં વીતરાગ-સ્તોત્ર પ્રકટ કરી પોતાની અમૂલ્ય ગ્રન્થમાલાનો પ્રારંભ કર્યો હતો. પ્રકરણરવારના ચાર ભાગોમાં પણ છૂટા છવાયાં કેટલાંક સ્તોત્રો છપાયાં છે. નિર્ણયસાગર મુદ્રણાલયના અધિપતિ અજૈન હોવા છતાં તેમણે પણ જૈનેનાં સ્તોત્રો પ્રસિદ્ધ કર્યા છે એમ કાવ્યમાલાના પહેલા અને સાતમા ગુચ્છકોથી ઉપરથી જોઈ શકાય છે. હાલમાં તેમની તરકથી સ્તોત્ર-સસરાય બહાર પડ્યો છે. વિશેષમાં થોડાંક વર્ષ થયાં શ્રીઆગોદય સમિતિએ સ્તુતિ–સાહિત્યનો ઉદ્ધાર કરવાનું હાથ ધર્યું છે. આ સમિતિએ શ્રીભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યો અને શ્રીશોભન-સ્તુતિ (ગ્રન્થાંક ૫૧, પર), ચતુવિંશતિકા (ઝ૦ ૫૪) તથા શ્રીચવિંશતિજિનાનન્દસ્તુતિ (ચ૦ ૫૯) તે ત્રિરંગી ચિત્રો સહિત પ્રસિદ્ધ કર્યો છે. આ સાહિત્ય અનુવાદાદિ પૂર્વક છપાયેલું હોવાથી સંસ્કૃત સાહિત્યના અભ્યાસીને તે ઉપયોગી થવા પૂર્ણ સંભવ છે. અત્યારે આ સંસ્થા આ પ્રસ્તુત ગ્રન્થ, કવિવર શ્રીધનપાલકૃત ઋષપિંચાશિકાદિ સ્તુતિઓ તેમજ શ્રી જૈનધર્મવરસ્તોત્ર છપાવી રહી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy