SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તોત્ર-સાહિત્યનું ગૌરવ ધાર્મિક ઉત્કાન્તિની ગુંચવણની સાંકળની એક અગત્યની કડી રૂપે આ સ્તોત્રસાહિત્ય આવશ્યક છે એટલું જ નહિ, પરંતુ તેની અનેકવિધ ઉપયોગિતા છે એ વાતના સમર્શનાર્થે ભારતીય ઐતિહાસિક ત્રિમાસિકના પ્રથમ વર્ષીય દ્વિતીય અંકગત રા. રા. શિવપ્રસાદ ભટ્ટાચાર્યના પ્રાચીન ભારતનું સ્તોત્ર-સાહિત્ય એ લેખ જેવા હું ભલામણ કરું છું (આ લેખમાંથી મેં વિચારે લિપિબદ્ધ કર્યા છે, તે બદલ હું એના લેખક મહાશયને આભારી છું). અહીં એમાંથી બે ત્રણ વાળે અવતરણરૂપે આપી અજૈન સ્તોત્ર-સાહિત્યની રૂપરેખાથી વિરમીશ. “It is often held that the Stotra literature is surely disappointing from the purely literary point of view. That this is an erroneous estimate will be evident to many who have cared to read the voluminous literature...... The manner of expression, in form and metre, in rhythm and cadence-has nowhere been so successful and charming as in this literature. The classical Sanskrit has acquired an attractive form in and through them.” જે સ્તોત્ર-વૃક્ષને અંગે “તો વા એ ઉચ્ચાર કાલિદાસે કાવ્યો છે, તે સ્તોત્ર-સાહિત્યરૂપ ઉઘાનને પલ્લવિત કરવામાં બૌદ્ધોએ કે ભાગ ભજવે છે તેને સાધનના અભાવે હું વિશેષ ઉલ્લેખ કરી શકતો નથી. પાલી ભાષામાં તેને સિદ્ધાન્ત રચાયા છે એટલે પાલી ભાષામાં તેમણે સ્તોત્રો રચેલાં જણાય તે સ્વાભાવિક છે. વિશેષતા તે એ છે કે તેમણે સંરકૃતમાં પણ સ્તોત્રો રચ્યાં છે. દાખલા તરીકે શ્રીદિમ્રાગના શિષ્ય (ગુરુ) શ્રી આર્યદેવે રચેલું ચતુર શતક, શ્રીઅશ્વઘોષકૃત બુદ્ધચરિતમાની તેમજ લલિતવિસ્તરામાંની શ્રીબુદ્ધની સ્તુતિ, ભક્તિશતક. જેમને આ રસુતિકાર તરીકે ઓળખાવવામાં આવે છે એવા તાર્કિકર આચાર્ય શ્રીસમન્તભદ વડે વિશેષ દીપડા દિગંબર સમ્પ્રદાયને બાજુ ઉપર રાખી હવે શ્વેતાંબર સમ્પ્રદાયના સાહિત્ય તરફ જ દૃષ્ટિપાત કરવામાં આવે છે. ૧ જુઓ બૃહત હારની પ્રસ્તાવનાની આદ્ય પંક્તિ. ૨ બૌદ્ધોના પાલી ભાષામાં લખાયેલા સૈદ્ધાત્ત્વિક ગ્રન્થો પ્રાચીન અર્ધમાગધીના ભાષાન્તરરૂપ છે એવો છે. લીડર (Lider)નો મત છે. પરંતુ આ સંબંધમાં સાક્ષરોમાં મત-ભેદ છે. છતાં એટલું તો કહી શકાશે કે જે અર્ધમાગધી ભાષામાં જૈનોના આગમ રચાયા હતા તેને બૌદ્ધ સાહિત્ય ઉપર જરૂર પ્રભાવ પડ્યો હશે. ૩ પચીસ પચીસ લોકનું એક પ્રકરણ એવા આમાં સોળ પ્રકરણો છે. શ્રી સિદ્ધસેનસૂરિની દ્વાદ્રિ શ-દ્વાર્વિશિકાની રચનામાં આ સહાયભૂત થયેલ છે તેમજ એના થોડાક ભાગનું તો વિદેશીય ભાષામાં ભાષાંતર પણ થયું છે એમ એક સાક્ષરના મુખે મેં સાંભળ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy