SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ કાર્યો કરવામાં નિષ્કામે જીવન હોમ્યું છે. તમો પરસ્ત્રીત્યાગી, બાર વ્રતધારી શ્રાવક છે. સનાતન પ્રાચીન પરંપરાગમ દૃષ્ટિવાળા જુના વિચારવાળા છો તથા સાધુઓના ગુણાનુરાગી છો. જૈન પાઠશાળાઓ સ્થાપવામાં તમોએ ઉત્તમ આત્મભોગ આપ્યો છે. જૈન શ્રેયસ્કર મંડળ સ્થાપીને તેમાં તમોએ સારો આગેવાનીમાં ભાગ લીધો છે, તો મહેસાણા જૈન સંસ્કૃત પાઠશાળાને સત્યાવીસ વર્ષથી ચલાવી રહ્યા છો. જ્યાં ત્યાં ધાર્મિક કાર્યો કરવામાં અહંકારને દેશવટો આપીને કેવળ સાદાઈથી પ્રવર્તીને સાદાઈનું આદર્શજીવન ગાળો છો. તથા સર્વ સાધુ સાધ્વીઓની સેવાભક્તિ કરવારૂપ વ્યવહાર ધર્મમાં ગુલતાન બની ગયા છે. આત્માથી છે, જૈન કોમની ઉન્નતિ કરવા જ્યાં ત્યાં તમારી લગની જેવામાં આવે છે. કન્યા વિક્ય દોષ નિષેધ તથા બાળ લગ્ન નિષેધ કરવામાં તમારી પ્રવૃત્તિ છે. હું તમને એક કર્મયોગી શ્રાવક તરીકે ઓળખી શક્યો છું, અને તેથી સામાન્ય વિચાર ૨માં મતભેદ પરસ્પર હોવા છતાં તમારા અનેક સદ્દગુણોના રાગે તમારા ગુણોને પ્રકાશિત કરી ગુણાનુરાગ વૃદ્ધયર્થે તમને આ પુસ્તક અર્પણ કરું છું.” આ પ્રમાણે મહેસાણાના જાણીતા ધર્મવીર જૈન વેપારી શ્રીમાન ધર્મનિષ્ઠ શેડ વેણીચંદ સૂરચંદ વૃદ્ધ વયે વિદેહ થતાં તેમના મરણથી ગુજરાતની જૈન કોમે એક આદર્શ તપસ્વી અને પરમાર્થ પરાયણ દાનવીર ધર્મનિષ્ઠ નરરત ગુમાવેલ છે. જે કે મહૂમ શેઠ જૂના જમાનાના હોઈ જૂના વિચારવાળા હતા છતાં તેઓએ વેપાર અને ધર્મનો પોતાના જીવનમાં સુયોગ કરી યુવાન વેપારી પ્રજાને જીવનનું શ્રેષ્ઠ અને અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. સદગતની ધર્મસેવાઓ અગણિત અને અમૂલ્ય છતાં નિરભિમાની અને અબોલ હતી. તેમનું ઉચ્ચ ચારિત્ર, પ્રામાણિકતા અને વિશ્વાસના સિકકા સમાન હતું. તેમણે પોતાની અને પોતાના હસ્તક ચાલતી અનેક ખાનગી અને જાહેર ધર્માદા સંસ્થાઓને વહીવટ એટલી સંભાળપૂર્વક અને ચેખો રાખેલો છે કે હાલની જાહેર સંસ્થાઓ, જાહેર પ્રવૃત્તિઓ અને જાહેર કંડોના ચાલકોને તે ધડો લેવા યોગ્ય થઈ પડશે. મહમના પ્રભુમય આત્માને અનંત શાંતિ ઈચ્છી જૈન તથા અન્ય ગૂજરાતી યુવાનો સ્વર્ગસ્થને પૂજ્ય પગલે ચાલે, એવું પ્રાથી વિરમીએ છીએ. અમારું વક્તવ્ય પૂરું કરીએ તે પૂર્વે જે આગમેદય સમિતિ દ્વારા અપૂર્વ બહાર પડ્યા છે અને પડે છે તે સમિતિને સામાન્ય ઇતિહાસ આપે એ અસ્થાને લેખાશે નહિ. સ્થાપના આ સંસ્થાની સ્થાપના અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના ભેયણી ગામમાં વિક્રમ સંવત ૧૯૭૧ના મહા સુદ ૧૦ (ઈ. સ. ૧૯૧૫ ની જાન્યુઆરીની ૨૫મી તારીખ)ને સેમવારે કરવામાં આવી છે. આ ભેચણી ગામની ખ્યાતિ જૈન સમુદાયમાં ઘણી મશહુર છે, કારણકે આ ગામ ૧૯મા તીર્થંકર શ્રીમલ્લિનાથની યાત્રાનું ધામ છે. પંન્યાસ શ્રીઆનંદસાગર (આગદ્ધારક જૈનાચાર્ય શ્રીઆનંદસાગરસૂરીશ્વર)ની સૂચનાથી તથા પંન્યાસ (સ્વર્ગસ્થ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy