SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ ૧૫ આમ છતાં પાટણનો પ્રસિદ્ધ સંઘ યાત્રા કરી પાછો વળી મ્હેસાણા આવતા સંઘવીજીનું સન્માન કરવા હાર લઇ સંવત્ ૧૯૮૨ ના વૈશાખ શુદિ બીજ ને દિવસે ઉભા રહેલા જોવામાં આવ્યા હતા. કોઈ તમિયત જોવા આવે, તો સારૂં છે” એટલો જ સોપચાર જવામ આપતા. શરીરની આવી શિથિલતાથી સાધારણ રીતે પોતાને માલૂમ પડી ગયું હતું કે હવે આ માંદગીમાંથી બચવું મુશ્કેલ છે. એટલે પોતાના આત્મહિતમાં ઉપયોગી થાય તેવી જ પ્રવૃત્તિ કેવળ રાખતા. અર્થાત પોતાનું સઘળું લક્ષ્ય “આત્મ હિત કેમ થાય?” તે તરફ દોરેલું હતું. અને જ્યારે છેવટની સ્થિતિના દિવસો પસાર થતા હતા તે વખતે પથારીમાં પડ્યા પડ્યા પણ સ્વયં માનસિક પ્રતિક્રમણ કરી લેતા હતા, એમ વાંદા દેવા વિગેરે અંગચેષ્ટા પરથી જણાતું હતું. નસોકાર મંત્રનું સ્મરણુ ખરાખર ચાલુ જ હતું, તે પણ આંગળીના વેઢા ઉપર ફરતા અંગુઠાની ચેષ્ટા પરથી જાણી શકાતું હતું. ખાળપણથી જીવનભરના સંસ્કારોનું આ પરિણામ. સંવત્ ૧૯૮૩ ના આખરે જેઠ વદ ૯ ને ગુરૂવારના દિવસ આવી પહોંચ્યો. તે દિવસે સવારથી જ શરીર બગડવા માંડ્યું. દશ વાગ્યા પછી તો છેક બગડ્યું, અને વ્યાધિઓથી ઘેરાઈ ગયું; છતાં શાંતિ, સમતા, સમાધિ જાયે ઓછા થયા ન્હોતા. કુટુંબીજનો પાસે જ હતા અને નમોસ્કાર મંત્ર, ચાર શરણુ, તથા સ્મરણો વિગેરે અસ્ખલિતપણે સંભળાવવાનું ચાલુ જ હતું. ગામમાંથી લોકો મોટી સંખ્યામાં જોવા આવવા લાગ્યા અને દિલગીર થતા ગયા. આખરે સમય ગંભીર બન્યો. આયુષ્ય પૂર્ણ થયું! સાંજના ૭ને ૩૫ મિનિટે આ પુણ્યાત્માએ ૬૯ અગણોત્તેર વર્ષની ઉમ્મરે નશ્વર દેહને ત્યાગી શાશ્વત કીર્તિ પ્રાપ્ત કરી. આ વખતે પણ ચિહ્નોમાં ખાસ કરીને કશો ફેરફાર ન થયો. જાણે સોડ તાણી સુખપૂર્વક શાંતિમાં સૂતા હોય ! આ પ્રમાણે ભારત વર્ષનો જૈન દીપક ગુલ થયો! જૈન શાસનરૂપ ગગનમાંથી ચમકતો તારો અસ્ત થયો!! જૈનોનો કર્મવીર મહાત્મા લય પામ્યો !!! ઉપસંહાર ઉપસંહાર અમારી ભાષામાં ન કરતાં એક પ્રસિદ્ધ અને વિદ્વાન સ્વર્ગસ્થ જૈનાચાર્યના જ શબ્દોમાં કરવાથી કુંદનમાં જડેલા હીરાની માફક તે વધારે શોભી ઉઠશે. પુસ્તકનું નામ કન્યા વિક્રય નિષેધ” છે. તેમાં તેના લેખક યોગનિષ્ઠ શ્રીમદ્ મુદ્ધિસાગર સૂરીશ્વરે અર્પણ-પત્રિકા દ્વારા જે ઉદ્ગારોનો આવિર્ભાવ કર્યો છે તેનો ખાસ ઉપયોગી ભાગ આપવામાં આવે છે— વિક્રમ સં. ૧૯૫૩-૫૪ ની મારી ગૃહસ્થદશામાં તમારો પરિચય થયો. તમને ગુરૂ મહા રાજ શ્રીવિસાગરજી મહારાજે ઉપકાર કર્યો. તમારી ધર્મપત્ની મરણ પામ્યા બાદ તમારૂં લક્ષ્ય ધર્મ ઉપર વિશેષ લાગ્યું અને વિ. સં. ૧૯૫૪ ના કારતક માસમાં ગુરૂ મહારાજ શ્રીરવિસાગરજી મહારાજના પ્રમુખપદેથી શ્રીપંજાખી મુનિ દાનવિજયજીએ જૈન પાઠશાળા સ્થાપવાનો ઉપદેશ આપ્યો, તે તમોએ ઝીલી લીધો અને મ્હેસાણાના સંઘે ગુરૂ મહારાજના આદેશથી જૈન સંસ્કૃત પાઠશાળા સ્થાપન કરી. એ પાઠશાળામાં મુનિરાજ શ્રીકપૂર વિજયજી અને મારૂં આજોલ ગામથી ભણવા માટે આવવાનું થયું. પાઠશાળામાં ધાર્મિક કેળવણીની સાથે ઇંગ્લીશ ભાષાનું જ્ઞાન આપવા માટે મેં મારા વિચારો જણાવ્યા. તમારે અને મારે તે સંબંધી મતભેદથી વૈમનસ્ય ઉત્પન્ન થયું તોપણ તે અમુક વિચારભેદ હોવાથી પરસ્પર ધર્મરાગમાં ખામી પડી નહિ. તમોએ અઠ્ઠાવીસ વર્ષથી કર્મયોગીની પેઠે જૈન ધર્મ અને જૈન સંઘની સેવા વગેરે જૈન ધાર્મિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy