SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ આમુખ હમેશ તેમના મનમાં એમ જ રહ્યા કરતું હતું કે “અરેરે! જીવનનું સાર્થક્ય કાંઈ થતું નથી, ખિણ લાખેણી જાય છે. એક પેણ પણ શ્રીવીતરાગધર્મની આરાધના વિના ગુમાવાય જ કેમ?” એમ ઘણી વાર બોલતા. - આશ્ચર્ય તો જરૂર થાય છે કે આ મુઠ્ઠી હાડકાને માણસ દિનરાતની પ્રત્યેક ઘડી પળ આવી રીતે શુભ પ્રવૃત્તિઓમાં વિતાડે, તે વખતે તેમની માનસિક શુદ્ધતા કેટલી બધી રહેતી હશે? એક યુવાનને શરમાવે તેવા તેમના ઉત્સાહનું પૂર કેટલું બધું જેસમાં વહેતું હશે? અને આ ઉત્સાહ તેમના આત્માને શુભ અધ્યવસાયનાં કેટલાં બધાં સ્થાનકો સુધી અહડાવી જતો હશે? તેની તો આપણે કલ્પના જ કરવી રહી. વળી “જીવનનું સાર્થક્ય કંઈ થતું નથી” એવી જાતની વધારે ધર્મ કરવાની તીવ્ર તત્પરતા આ બધું આપણને શેઠ વેણચંદમાં કંઈક અનેરું બળ હતું એમ જરૂર સૂચવે છે. એવી વ્યક્તિઓ બહુ વિરલા જ હોય છે. અંતિમ અવસ્થા અને વ્યવસ્થા શરીર-શૈથિલ્ય શેઠ વેણીચંદ કોઈ ભારે વિદ્વાન, મહાન પદવીધર મુનિ મહારાજ, મોટો હોદ્દેદાર અધિકારી, મહાન શ્રીમાન ગૃહસ્થ, મહાન યોગી કે મોટી લાગવગ ધરાવનાર પુરુષ ન હોવા છતાં, એ બધાને આશ્ચર્ય પમાડે તેવાં કામો માત્ર નિખાલસ વૃત્તિ, આત્મબળ, મનોબળ, અડગ શ્રદ્ધા અને સતત દઢ પ્રયતને પરિણામે કરી શક્યા. તેમણે પોતાની આખી જીંદગી એટલે કે તન અને મન બ, કશી પણ પરવા કર્યા વગર શુભ કામે ખૂબ ખર્ચા છે જેનો વિચાર કરતાં પણ આપણને પરિશ્રમ પડે છે. આ રીતે સાર્થક થયેલાં તન અને મન પણ છેવટે તો થાકે જ ને? કારણ કે તે પણ ક્ષણિક જ હોઈ નાશ પામવાના સ્વભાવવાળાં છે. તેમ છતાં તેમાંથી સ્થાથી લાભ ઉઠાવી લેવો એ શેઠ વેણીચંદ જેવા મનોબળી પુરુષનું કામ છે. આખરે શરીર થાકયું, અને તે સંવત્ ૧૯૮૨ ની સાલમાં પર્યુષણ પછી તે ખરેખર થાકયું. જીર્ણ તાવ રહેવા લાગ્યો, ઉધરસ વધારે વધારે જોર પકડતી ગઈ, ખોરાક ઘટતો ગયો, અશક્તિ વધતી ગઈ, મગજમાં શૂન્યતા આવતી ગઈ ને શબ્દોમાં ખલના શરૂ થઈ. ઉંચા પ્રકારના દેશી ઔષધો લીધાં, પણ તેથી શું? તેણે કાર ન કર્યો, તે ન જ કર્યો. બસ, શરીરનું શૈથિલ્ય ચાલુ જ રહ્યું. આત્મ-પરિણતિ આવી પરિસ્થિતિમાં પણ પોતાનાં ધાર્મિક અનુષ્ઠાન તેમણે હોતાં છોડ્યાં, કારણ કે તે તેમનાં પ્રાણ હતાં. તે છોડ્યાં કેમ છૂટે? દર્શન, પૂજા, સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ અને છેવટે પોતાનાં નિત્યનાં પ્રકરણો વિગેરેનું વાંચન, મનન વિગેરે એકેએક પ્રવૃત્તિ ચાલુ રાખી જ હતી. છેવટે બીજાની મદદથી પણ જ્યાં સુધી શરીરે અલ્પ પણ શક્તિ આપવાની હા પાડી, ત્યાં સુધી તન અને મનની શક્તિ લગાવીને. ઉપરાંત, સારી સારી ભાવના પોષક બીજા ગ્રંથો પણ બીજા પાસે વંચાવીને સાંભળતા હતા. બસ એ શુભ પ્રવૃત્તિ અથવા શાંતિથી પડ્યા રહેવું. કશી અશાંતિ નહીં, બીજાને પોતાની સેવાનો ત્રાસ ન થાય, તેવું સંકુચિત વર્તન, હાયવોય, કે આર્તરૌદ્ર ધ્યાન નહીં. કદાચ કોઈ વખત વેદના વધારે જણાય તો “ઓ! ભગવાન!” એટલો જ માત્ર શબ્દોચ્ચાર કરતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy