SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ કર્તવ્ય તરીકે ખોલવામાં ન્હોતાં આવતાં, પરંતુ તેની પાછળ પોતાનો આત્મા ભળતો, રંગાતો, અને અને તેટલું જાતથી તે પ્રમાણે વર્તન રાખતા, એટલે અંતરની ઊર્મિમાંથી તે તે ખાતાંઓની યોજના જાગતી, અને ખાતું અસ્તિત્વમાં આવતું. અર્થાત્ શેઠ વેણીચંદમાં વર્લ્ડ પોપદેશે પાલિત્યમ્' ન્હોતું. 13233 તપશ્ચર્યા તરફ ન શેઠ વેણીચંદનું તપસ્વી જીવન પણ હેરત પમાડે તેવું છે. જૈન ધર્મનાં અનુષ્ઠાનોમાં તપને તો પ્રધાન પદ છે” એમ જૈનેતર પ્રજા પણ સારી રીતે જાણે છે; દિલ્હીમાં એક શ્રાવિકા અેને છમાસિક તપ કર્યો હતો, જેને પરિણામે તે વખતના મોગલ બાદશાહ સમ્રાટ્ અકબરનું ધ્યાન ખેંચાયું, અને એટલેથી ન અટકતાં તેને જૈન ધર્મ વિષે જાણવાની જિજ્ઞાસા થાય છે. આચાર્ય શ્રીવિજયહીરસૂરીશ્વરજી મહારાજને ખોલાવી તેમની મુલાકાત લે છે અને પિરણામે તે એટલો બધો રંગાઇ જાય છે કે મુસલમાન સામ્રાજ્યમાં ખાસ કરી કોઇ પણ મુસલમાન, પવિત્ર જૈન તીર્થસ્થળો અને પર્વતોની આજીમાજી હિંસા વિગેરે કરી આશાતના ન કરે, અથવા યાત્રાં વિગેરેમાં અડચણ ન કરે, અથવા તો એ સ્થળો જુલ્મ કરી અન્યાયથી પડાવી ન લે, તે માટે પૂર્વાપરની સ્થિતિ કાયમની સ્વીકારી લઇ, ભવિષ્યના જમાનામાં પણ અડચણુ ન આવે, તેવી જાતની પાકી ગોઠવણ કરી આપે છે, વિગેરે વિગેરે. આ ખુધી શરૂઆત એક ખાઈના મહાતપમાંથી જન્મે છે કે જે સ્થિતિનો વારસો આજે આપણે ભોગવીએ છીએ. આ તપનો આ જાહેર પ્રભાવ હાલ થોડા જ સૈકા પહેલાંનો છતાં જૈન સંઘમાં તો તપશ્ચર્યાની પ્રવૃત્તિ પૂર્વાપરથી ચાલતી જ આવે છે. તોપણ તેમાં સ્ત્રીવર્ગનો મોટો ભાગ તપશ્ચર્યા કરનાર વિશેષ હોય છે અને ઘણા દીર્ઘ એટલે મહિનો મહિનો અને તેથી પણ ઉપરાંત વખતની તપશ્ચર્યા કરનાર તે જ વર્ગ છે. પ્રમાણમાં ઓછા છતાં પુરુષવર્ગમાં પણ તેવા તપસ્વી પુરુષો દરેક જમાનામાં મળી આવે છે. આવી જ રીતે આપણા ચરિત્ર—નાયક પણ એક` ઉગ્ર તપસ્વી હતા. તેમણે જીંદગીમાં કરેલી તપશ્ચર્યાનું એક મોટું લિસ્ટ થાય. કોણ એવું લિસ્ટ રાખે ? ક્યાં તે ઉપરથી ઇનામ લેવાનું હતું? જ્યાં શુદ્ધ આત્મકલ્યાણની ઇચ્છાથી જ તપશ્ચર્યાં થતી હોય, તેનો દેખાવ કોઇ રીતે થઇ શકે ખરો? શેઠ વેણીચંદનું જીવન કેવળ તપસ્વી જીવન જ કહી શકાય. વ્રત વિના કોઇ દિવસ પ્રાયઃ છુટ્ટા તો હોય જ નહીં, ઓછામાં ઓછું બેસણું કે એકાસણું તો હોય જ. તિથિએ ઉપવાસ અથવા છઠ્ઠું અને અઠ્ઠમ તો વખતો વખત ચાલુ જ હોય. દરેક તિથિ, જેવી કે પાંચમ, આઠમ, ચૌદશ, વિગેરેની શાઓક્ત આરાધનાઓ તેમણે વિધિપૂર્વક કરી હતી. પર્યુંષણા પર્વમાં તો અઠ્ઠાઇ અને સાથે ચોસઠ પહોરનો પૌષધ હોય જ. વળી પ્રતિક્રમણ તથા દરેક ક્રિયા ઉભા રહીને વિધિપૂર્વક કરવાની જ. ઉપધાન તપ પણ તેમણે કરેલ છે. આ ઉપરાંત, સંવત્ ૧૯૮૧ ની સાલના ચોમાસામાં પાલીતાણામાં રહી તેમણે માસક્ષણ (એક માસના ઉપવાસ) કર્યું હતું, અને તે ઘણી જ સારી રીતે સમાધિ પૂર્વક પૂર્ણ થયું હતું. ભાવના Jain Education International ૧૩ આ રીતે તપ, ક્રિયાનુષ્ઠાન, પૂજા-ભક્તિ, સામાયિક, દેવદર્શન, તીર્થયાત્રા, જ્ઞાનાભ્યાસ, ખીજાઓ માટે ધાર્મિક સગવડો પૂરી પાડવાની કાળજી અને તેને અંગે અનેક ખાતાંઓ ઉઘાડવાની પ્રવૃત્તિ, તેના વહીવટો, તેનો પ્રચાર, આ બધી ધર્મમય- શુદ્ધ પ્રવૃત્તિઓમાં રહેવા છતાં, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy