SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ ઉમ્મર છતાં વૈયાવૃત્ત્વ વિગેરેથી તેઓની ચરણુસેવા પણ એટલે સુધી કરતા કે મુનિનો શારીરિક શ્રમ ઓછો થઇ જાય. કોઈ પણ મુનિમહારાજ કે સાવીજીને શરીરે રોગાદિક કારણે અશાતા વર્તતી હોય તો, તેને માટે ઔષધોપચારનાં સાધનો વિગેરેથી તેના પરિચર્ચા કરવામાં જરાયે કચાશ ન રાખે અને બહારગામ પણ બની શકે ત્યાં સુધી સારવારની યોજના કરે. દરરોજ બન્ને વખત વ્હોરવા માટે-લાલ દેવા માટે મુનિમહારાજને વિનંતિ કરવા ઘણી વખત જાતે જાય ને આગ્રહ કરી તેડી લાવી ઉચ્છ્વાસથી અન્નોદક વ્હોરાવે; તેમાં પણ જો પાત્ર પોતાના હાથમાં આવી ગયું તો પછી ખાકી જ ન રાખે! સુપાત્રદાનની અનુમોદના કરતા જાય અને અતિશય રાજી રાજી થતા જાય. વિદ્વાન્ હોય કે સામાન્ય શક્તિવાળા મુનિમહારાજ હોય પરંતુ જો તેનો જોગ હોય તો વ્યાખ્યાન વંચાવે, પોતે સાંભળે અને ખીજાને સાંભળવા પ્રેરે. આ રીતે ગુરુમુખથી જિનવાણી સાંભળવાનો તેઓ આગ્રહ રાખતા હતા. જેમ તેઓને જ્ઞાન પર પ્રીતિ હતી અને તેની નિશાની તરીકે જાતે ભણતા અને બીજાને ભણવા ગણવામાં મદદગાર થવાય તેવા પ્રકાર યોજતા, તેમ જ તેમને ચારિત્રધર્મ ઉપર પ્રીતિ હતી, એ તો જગજાહેર છે. પોતાને ચારિત્ર લેવાની ઘણી વાર તીવ્ર ઇચ્છા થઈ આવતી. પરંતુ ઘણા ઘણા મુનિમહારાજાઓના રોકાણથી જ રહ્યા હતા. એક તો વૃદ્ધ ઉમ્મર અને વળી શાસન સેવાનાં જે ભગીરથ કાર્યો તેમણે ઉપાડ્યાં હતાં, તેમાં સ્ખલના ન થાય એ હેતુથી જ માત્ર રોકાણ કરવામાં આવતું. તો પણ શેઠને એટલેથી સંતોષ વળે ખરો કે ? દીક્ષા નથી લેવાઇ તે ખાતર અમુક વર્ષો સુધી છ વિગ'નો ત્યાગ રાખ્યો. પછી પણ. ઘીનો ત્યાગ રાખી તેલ વાપરતા હતા. પરંતુ આંખને અર્ડચણ આવવા લાગી અને છેવટે એક આંખ ગઇ પણ ખરી. આખરે કેટલાક મુનિમહારાજાઓની આજ્ઞાથી નિવિયાતું ઘી વાપરવાનું રાખ્યું હતું. તેમની ભાવના હમ્મેશ એવી રહ્યા કરતી હતી કે દીક્ષા એ સમ્યગ્ ચારિત્ર પાળવાનો ધોરી માર્ગ છે. ચારિત્ર વિના ત્રણે કાળમાં આત્મકલ્યાણ અસંભવિત છે. ક્યારે એ સમય ઉદયમાં આવે ?” આવી ભવનાશિની ભાવના તેમના દિલમાં હમ્મેશ રહ્યા કરતી. તેમની જિંદગી હૃદયના ભાવથી સાધુ જેવી કહી શકાય અને તેમને નિક્ષેપાની દૃષ્ટિથી દ્રવ્યમુનિ પણ કહેવા ધારિચે તો કહી શકાય એવી તેમની આત્મપરિણતિ રહેતી. આ સંયમધર્મની વિશેષ વિશેષ પ્રકારે આરાધના કરવાનાં હેતુથી જ તેઓ મહિનામાં ૧૫ પૌષધ વ્રત કરતા. ઉપરાંત, ખાસ મોટા પર્વદિવસો હોય તે તો જુદા જ અને પૌષધ ન હોય તે દિવસે ખાસ કાંમ સિવાય દિવસનો ઘણો ભાગ સામાયિકમાં જ ગાળતા. તથા ઘણી વખત દિવસે કામ કરી રાત્રે પૌષધ લઈ લેતા. વળી “મારાથી દીક્ષા તો લેવાતી નથી, પરંતુ કોઇ ભાવિઆત્મા દીક્ષા લે તો તેને મદદ કરવી, તથા તેના સંયમધર્મમાં જેમ વધારે સહાયક થવાય તેમ તો અવશ્ય કરવું જ જોઇએ, જેથી કરી ભવાંતરમાં પણ એ પ્રસંગ પ્રાપ્ત થાય.” આ ઉદ્દેશથી જ તેમણે દીક્ષા લેનારના કુટુંષીઓને માટે સહાયક ખાતું વિગેરે ખાતાંઓ ખોલ્યાં હતાં. આ ખાતાંઓ કેવળ જે તે જરૂરને લગતાં ખાતાં ખોલવાં જોઈએ”, એવા માત્ર કાર્યવાહક તરીકેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy