SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ આસુખ ૧૧ ઉલ્લાસ ખરેખર અનુકરણીય થઈ પડતો હતો. આ ઉદ્યાસ એટલી તો ઉંચી કક્ષાએ જતો કે જ્યારે પગે ઘુઘરા બાંધી તેઓ નાચ શરૂ કરી ભક્તિમાં લીન થતા હતા, ત્યારે આજીમાજીના માણસોમાં પણ ભક્તિનો રસ જાગ્રત કરી દેતા, અને ક્ષણ વાર સાંસારિક વાસના ભૂલાવી દઈ ભક્તિરસ શી ચીજ છે તેનો રસાસ્વાદ ચખાડતા હતા. આમ પ્રભુપૂજામાં કેટલો વખત જાય તેની ગણત્રી જ ન રહે. જમવાનું જમવાને ઠેકાણે રહે ને શેઠ વેણીચંદ તો ભક્તિરસમાં ડૂબડૂબા હૂખ્યા હોય. કુટુંબકબીલાને થોડી અડચણ તો પડવા માંડી, પરંતુ શેઠ પ્રત્યે સર્વની તો ભાવવૃત્તિ હોય. તો પણ પોતે, કોઇને પોતાને નિમિત્તે હરકત ન થવી જોઇએ એવું વિચારીને જમવાની ગોઠવણુ જીદ્દી કરી લીધી. સામાન્ય રીતે તેઓ અષ્ટપ્રકારી પૂજા તો રોજ કરતા હતા અને પહેલાં તો એવો જ નિયમ હતો કે ‘પ્રભુ પૂજા કર્યા વિના દાતણુ પણ ન કરવું.' આ નિયમના પાલન ખાતર લાંખી મુસાફરીમાં સવારને વખતે જ્યાં જિનમંદિર વિગેરેની સગવડવાળું સ્ટેશન આવે કે ઉતરી પડે અને સેવા પૂજા કરી ભોજન લઇ ખીજા ટાઈમે આગળ વધતા. પરંતુ પોતાનો નિયમ સાચવવામાં જરા પણ ખામી ન આવે, તેની બહુ જ કાળજી રાખતા, તુરત સવાર સાંજ જિનદર્શન ચૂકતા નહીં, અને બન્ને વખતે ઉહ્વાસ પૂર્વક દશાંગ કે અગરના ધૂપથી પ પૂજા કરતાં હમ્મેશ નૈવેદ્ય મૂકવાનું ભૂલતા નહીં, પાઠશાળાના રસોડે પણ ખાસ નિયમ કરીને હમ્મેશ ક્રમવાર એક એક જિનમંદિરે નૈવેદ્ય મૂકવાની પદ્ધતિ રખાવી. મુનિમહારાજાઓના લાભ તુરત સંયમી વર્ગ તરફ એમને ઘણો જ પૂજ્યભાવ હતો. કોઇ પણ વખતે પાઠશાળામાં કે તે પોતે જ્યાં હોય ત્યાં કોઇ પણ મુનિમહારાજ કે સાધ્વીજી મહારાજ આવી ચડે, તો જ ગમે તેવું હાથપરનું કામ છોડી દઇ વિનયપૂર્વક ઉભા થઇ જઈ હર્ષથી ઘેલા થઈ વંદન કરે અને પછી વિનયાદિ ખબહુમાનથી પૂછે—સાહેબ ! કેમ પધાર્યા ? શો ખપ છે? જે ચીજનો ખપ હોય, તે પૂરી પાડે જ છૂટકો. તે અલ્પ મૂલ્યની કે અધિક મૂલ્યની હોય, પ્રાપ્ય હોય કે દુષ્પ્રાપ્ય હોય, પોતાનાથી શક્ય હોય કે ખીજી રીતે શક્ય હોય, પણ તે પૂરી પાડવાનો પ્રયત્ન કર્યે જ છૂટકો. આવી જ રીતે કોઇ મુનિમહુારાજાઓ મહારગામથી કોઈ વસ્તુનો પોતાને ખપ છે એમ જણાવે તો પોતાને પૂછ્યા વગર પણ પૂરી પાડવાની સંસ્થાના માણસોને સ્પષ્ટ ભલામણ કરી રાખી હતી. આપણે તેમના સત્પ્રવૃત્તિમય જીવનમાં જોઇ ગયા કે મુનિમહારાજાઓને લગતાં ખાતાંઓ રાખીને તેઓને સંયમયાત્રામાં અનુકૂળતા થાય તેવાં સાધનો પૂરાં પાડવા માટે કેટલી કાળજી રાખી છે? આવી પ્રવૃત્તિ ઉપરથી પૂજ્ય આચાર્ય શ્રીવિજયાનંદસૂરીશ્વર (આત્મારામજી મહારાજ) એમને સાધુ-સાધ્વીના ભ્રમ્મા પિયા” કહી ઓળખાવતા હતા. આ રીતે ભગવંતના શાસનના સ્તંભભૂત સંયતવર્ગની રખેને આશાતના થઈ જાય તેને માટે બહુ જ સાવચેત રહેતા, એટલું જ નહીં પરંતુ તેમની જેમ બને તેમ ભક્તિ કરવાનું, અહુમાન કરવાનું ચૂકતા નહીં. કોઇ મુનિમહારાજ સાથે કોઈ વિચારમાં મતભેદ પડે તો તેટલા અંશે તટસ્થ રહે પરંતુ તેમના પ્રત્યે મુનિ તરીકે તો અભાવ ન જ લાવે. વળી વૃદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy