SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ આસુખ (૭) બનારસ પાઠશાળા, સ્વર્ગસ્થ શાસ્ત્રવિશારદ જૈનચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીએ અથાગ પરિશ્રમ વેઠી કાશી સુધી વિહાર કરી આ પાઠશાળા સ્થાપી હતી. એ પાઠશાળાને ઉદ્દેશ જૈન પંડિતો તૈયાર કરવાને તથા મુનિ મહારાજાઓને સારા વિદ્વાન બનાવવામાં સગવડ આપવાનો હતો. સંસ્થાને મકાન અપાવવામાં શેઠ વેણચંદનો ખાસ પ્રયત્ન હતો. આ વખતે મહેસાણામાં શ્રીયશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા ચાલુ હતી, છતાં ભેદભાવ વિના આ સંસ્થાને મદદ કરવા આચાર્ય મહારાજ સાથે વિહારમાં સાથે કરી કેટલીક સહાય કરી હતી અને જેમાં પાઠશાળા બેસતી હતી તે, અંગ્રેજી કેઠીવાળું મકાન લેવા માટે રૂ. ૨૫૦૦૦) જેવડી મોટી રકમ સ્વર્ગસ્થ શેઠ વીરચંદ દીપચંદ તથા શેઠ ગેકળભાઈ મૂળચંદ તરફથી સરખે હિસ્સ મેળવવી આપી હતી. (૮) જૈન કેળવણી (સમ્યગજ્ઞાનપ્રચાર) ખાતું. આ ખાતું, સર્વ બાજુથી જૈનત્વનું શ્રેય કરવાના ઉદ્દેશથી સ્થપાયેલા “જૈન શ્રેયસ્કર મંડળ' નામના એક વિશાળ ખાતાના અંગનું મુખ્ય ખાતું છે. જેમાં મહેસાણા પાઠશાળા શેઠ વેણચંદનાં કામમાં મુખ્ય અને પ્રસિદ્ધ છે, તેમ આ કેળવણી ખાતું પણ લગભગ તેવુંજ મુખ્ય અને પ્રસિદ્ધ છે. આ ખાતા દ્વારા નીચે પ્રમાણે કામે ચાલે છે – ગામેગામ નવી નવી જૈનશાળાએ ખોલાવવી, જૈનશાળાઓની તપાસ કરાવવી, અભ્યાસીઓની પરીક્ષા લેવરાવવી, ધાર્મિક શિક્ષણની દિશા બતાવવી, સુધારા વધારા સૂચવવા, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને આગેવાની કાર્યવાહકોને વખતો વખત સલાહ સૂચના આપી તેઓના કામમાં મદદ કરવી અને તેમની ફરજોનું ભાન કરાવવું, મંદ સ્થિતિએ ચાલતી જૈનશાળાઓમાં ચૈતન્ય પ્રેરવું અને બંધ પડી ગયેલી જૈનશાળાઓનો પુનરૂદ્ધાર કરવો, તથા જરૂરિયાત પ્રમાણે માસિક આર્થિક મદદ આપવી. જૈનશાળાઓના માસિક હેવાલો મંગાવવા, તપાસવા અને ફાઈલ પર રાખવા, તથા ઉપયોગી સૂચનાઓ કરવી વિગેરે કામ આ ખાતા દ્વારા કરાય છે. ઉપર લખેલાં આ ખાતાનાં કામકાજ ચલાવવા પરીક્ષકો રોકવામાં આવે છે કે જેઓ ગામેગામ પ્રવાસ કરે છે. પરીક્ષકો ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ, મેવાડ, માળવા, મારવાડ, વગેરે પ્રદેશોમાં પ્રવાસ કરી, ગામેગામ શાળાઓની પરીક્ષાઓ લઈ ઈનામો વહેંચાવે છે, અને મેળાવડાઓ કરી ઉપયોગી વિષયો ઉપર ભાષણ આપે છે. જૈનશાળાઓના શિક્ષણમાં મદદગાર થાય એ હેતુથી શિક્ષણ માળાની ચાર ચોપડીઓ બહાર પાડવામાં આવી છે. બાળપોથી, પહેલી ચોપડી, બીજી ચોપડી અને ત્રીજી પડી. તેમાં પ્રથમની આવૃત્તિ ખલાસ થયે નવી આવૃત્તિમાં સૂચનાઓ અનુસાર અને ઉપયોગી જણાયા. પ્રમાણે પરિવર્તન પણ કરવામાં આવ્યું છે. આજ સુધીમાં લગભગ આ ચોપડીઓની ૩૩૦૦૦ કોપીઓનો ઉપયોગ થયો છે. જુદા જુદા ગામોની જૈનશાળાઓને લગભગ દર મહિને રૂ. ૨૦૦ જેટલી રકમ મદદ તરીકે પહોંચાડવામાં આવે છે, જેનું લિસ્ટ રિપોર્ટ વાંચવાથી સમજાશે. એકંદર આ ખાતું વારસામાં મળેલા જૈન જ્ઞાનનો જ જૈનોમાં સારી રીતે પ્રચાર કરવાના ઉદ્દેશથી સ્થાપેલું છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy