SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ પિતાશ્રી થાય, જ્યારે માણેકબાઈ તેમની માતા થાય. આ દંપતીને શેઠ વેણીચંદ ઉપરાંત, નગીનદાસ, કિશોરભાઈ અને ચકાભાઈ એમ ત્રણ પુત્ર અને મેના તથા જડી એમ બે પુત્રીઓ એટલે બધાં મળીને તેમને છ સંતાને હતાં. સૂરચંદભાઈની સાધર્મિક વાત્સલતાના અને તેમના ધર્મપતીની ધર્મ-શ્રદ્ધાના અંકુરો શેઠ વેણીચંદમાં પૂરેપૂરા પલ્લવિત થયા હતા એમ તેમના જીવન ઉપરથી જાણી શકાય છે. માતાપિતા તરફથી વારસામાં મળેલ ધાર્મિક સંસ્કારનો ચળકાટ બાલ્યાવસ્થાથી જ પ્રભુ–પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, તીર્થયાત્રા વગેરે ધાર્મિક અનુષ્ઠાનો ઉપરના તેમના પ્રેમથી સ્પષ્ટ દીપી નીકળતો હતો. નિર્દોષતા અને શુભ સંસ્કારોથી વાસિત બાળ-જીવનનો કેટલોક સમય તેમણે ગામઠી નિશાળમાં અભ્યાસ કરવામાં ગાળ્યો હતો. નહિ જેવો અભ્યાસ ત્યાં કરી તેમણે નામું, ગણિત, લેખાં વગેરેનું જ્ઞાન અન્ય સ્થળેથી સંપાદન કરી લીધું હતું. આ ઉપરાંત બીજે બધે અને ભવ તેમને સ્વાભાવિક રીતે આસપાસના સંયોગોના પ્રભાવરૂપે પ્રાપ્ત થયો હતો. એકંદર રીતે વ્યવહારદક્ષ માનવમાં જે સંસ્કાર-કેળવણીની આવશ્યકતા સમજાય છે, તેનો લાભ મેળવવામાં તેઓ પાછા પડ્યા હતા નહિ. - સુવર્ણ અને સુગંધના સહયોગરૂપ ધર્માચરણ અને શાસ્ત્રાભ્યાસ ગણાય છે, એ વાતથી શેઠ વેણચંદ અપરિચિત નહોતા. તેમણે પંચપ્રતિક્રમણ, જીવવિચાર, નવતત્વ, ત્રણ ભાગ્ય અને કર્મગ્રન્થ વગેરે પ્રકરણોનો રૂડી રીતે અભ્યાસ કર્યો હતો. આવા અભ્યાસની પ્રવૃત્તિ તેમણે પોતાના જીવન સાથે ગૂંથી લીધી હતી, એથી કરીને તો જ્યાં સુધી તેમની ઇન્દ્રિય વાંચવા-વિચારવા લાયક કામ કરવા સમર્થ હતી ત્યાં સુધી તેઓ આધ્યાત્મિક સ્તવનો, સજઝાયો વગેરેનું મનન કરતા રહ્યા. આધુનિક અભ્યાસીઓની અપેક્ષાએ તેમનું શાસ્ત્રીય જ્ઞાન અલબત વિશાળ ન ગણાય. પરંતુ તેમનું જ્ઞાન ઉપરચોટિયું હતું નહિ. એ તો તેમના આત્મા ઉપર પૂરેપૂરી અસર કરનાર નીવડ્યું એમ મહેસાણું પાઠશાળા અને જૈન કેળવણી ખાતા વગેરે રૂપે જે શુભ પરિણામે અત્યારે દગ્ગોચર થાય છે તે ઉપરથી સિદ્ધ થાય છે. પંદર સોળ વર્ષની વયે તેમનું લગ્ન થયું. પરસનબાઈ એ તેમનાં પત્નીનું નામ. વૃક્ષને છાયાની જેમ પતિને દરેક કાર્યમાં અનુકૂળ રહી સહાય કરનાર ભદ્રક પરિણામી તે બાઈ હતાં. લગ્ન થયા છતાં શેઠ ણીચંદને સંસાર ઉપર આસક્તિ ન હતી. તેમનો સંસારસંબંધ બહ અલ્પ હતો. ત્રણ ચાર છોકરાં થયેલાં તે બધાં અલ્પ આયુષ્યવાળાં હતાં. એક પુત્રી (મોતીબાઈ) મોટી થયેલી તેને પરણાવેલી પણ તે પણ થોડું આયુષ્ય ભોગવી ગુજરી ગઈ. સ્વપતી ગુજરી ગયા ત્યારે આ શેઠની વય ૩ર વર્ષની હતી. તે અગાઉ તેમણે ચતુર્થ વ્રત (બ્રહ્મચર્ય સ્વીકારી લીધું હતું. દીક્ષા લેવા માટે સખ બાધાઓ રાખેલી, પણ અનિવાર્ય કારણોને લીધે તે કાર્ય પાર પાડી શક્યા નહોતા. તેઓનો વ્યાપાર રૂ, સરસવ તથા એરંડાના સટ્ટાનો તથા દલાલીનો હતો. વ્યાપારી જીવન ચલાવવા છતાં તેઓ ધર્મને પહેલે નંબરે માન આપતા. પોતાની આર્થિક સ્થિતિ સાધારણ હતી છતાં ધર્મ પહેલો અને વ્યાપાર પછી, ધર્મસાધન થાય તે જ વ્યાપારમાં લાભ મળે, એમ તેમને શ્રદ્ધા હતી. ધીમે ધીમે વ્યાપારીજીવન ઘટતું ગયું અને પારમાર્થિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy