SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ४ સુખ અંગ્રેજી અનુવાદ કાઇ સ્થળેથી પ્રકટ થયેલા અમારા જોવા જાણવામાં નથી; તેને પ્રસિદ્ધિમાં મૂકવાની અમને પ્રથમ તક મળી તેથી આનંદમાં અભિવૃદ્ધિ થાય છે. આ ગ્રન્થમાં અંગ્રેજીમાં અગ્રવચન અને સંસ્કૃતમાં વિસ્તૃત પ્રસ્તાવના આપવા ઉપરાંત ખાસ ગૂજરાતી આલમની જાણ માટે અમે ગુજરાતીમાં પણ પ્રસ્તાવના તૈયાર કરાવી છે. વિશેષમાં ડૉ. યકાખીના અંગ્રેજી લેખના સારાંશ પણ તેમાં આવી જાય તેમ કર્યું છે. આ ગ્રન્થની આ વિશેષતાઓમાં શ્રીમાનતુંગ મુનીશ્વરકૃત ભાજનગર્ભિત સ્તંત્ર તથા નવકાર થયું તેમજ શ્રીસિદ્ધસેન દિવાકરકૃત સંસ્કૃત શક્રસ્તવ વધારા કરે છે. અત્ર એ ઉમેરવું અનાવશ્યક નહિ ગણાય કે ભક્તામર અને કલ્યાણમંદિરની ટીકાએમાંના સાક્ષીત પાઠોની સૂચી છપાતી વેળાએ આ ત્રણ કૃતિએને આ ગ્રન્થમાં સ્થાન આપવાના વિચાર ઉદ્ભવ્યેા. એમ કરવામાં એ હેતુએ સમાયેલા હતા કે એક તે ખાસ કરીને શ્રીમાનતુંગસૂરિની સમગ્ર ઉપલબ્ધ કૃતિઓ એકત્રિત આપી શકાતી હતી; ખી નમિઊણુ અને ભક્તામરની રચના-શૈલીની તેમજ તેના અર્થ-ભાવની સદૃશતા–વિસદૃશતાની અવલોકન કરવાની સરલતા પ્રાપ્ત થતી હતી; ત્રીજું અત્યાર સુધી નમિઊણુ સ્તંત્ર ઉપર એક પણ ટીકા કે અવસૂરિ પ્રસિદ્ધ થયેલી ન હતી તે તે દિશામાં પ્રકાશ પાડી શકાતા હતા; ચોથું શ્રીસિદ્ધસેન દિવાકરની કૃતિ સંસ્કૃત શક્રસ્તવને અવલાકન કરવાની જિજ્ઞાસા અન્યાન્ય સ્થળેથી પ્રદર્શિત કરવામાં આવતી હતી તેને પણ તૃપ્ત કરવાના પ્રસંગ પ્રાપ્ત થતા હતા. અમે અમારૂં વક્તવ્ય આગળ લંબાવીએ તે પૂર્વે આ સંસ્થાના અગ્રગણ્ય સ્વર્ગસ્થ વ્યવસ્થાપક શેઠ વેણીચંદ સૂરચંદનું જીવન-ચરિત્ર તેમની સેવાની સ્મૃતિ તરીકે અત્ર રજુ કરવું ઉચિત ધારીએ છિયે. ધર્મવીર શેઠ વેણીચંદ સૂરચંદ, આદર્શ જીવનના ધારક, શાસન-સેવક, ધર્મવીર, આત્મભોગી, શ્રાદ્ધગુણસંપન્ન શ્રેષ્ઠિ વેણીચંદ સૂરચંદનો જન્મ વિ. સં. ૧૯૧૪ના ચૈત્ર વદ ૫ ને સોમવારે થયો હતો. દશા શ્રીમાળી જ્ઞાતિમાં પ્રતિષ્ઠિત ખાનદાન દોશી કુટુંબમાં થઇ ગયેલા મહેસાણાના વતની દાશી વીરચંદ જેઠા એમના પિતામહ થાય કે જેમને અલાખીદાસ, સૂરચંદ, મેાતીચંદ, હકમચંદ અને કસ્તુરચંદ એમ પાંચ પુત્રો હતા. તે પૈકી સૂરચંદભાઇ તે આપણા ચરિત્ર-નાયકના ૧ - ધર્મવીર શેઠ વેણીચંદ ભાઇ' એ પુસ્તક અત્યારે ‘ શ્રીજૈનશ્રેયસ્કર મંડળ ’ તરફથી છપાઇ રહ્યું છે. તેના છાપેલ ફાર્મા અમને આ સંસ્થાના કાર્યવાહકે મોકલાવી આપ્યા હતા કે જેના આધારે અમે જીવન-ચરિત્રની રૂપરેખા આલેખી છે. આ અદ્દલ અને તેમના આભારી છિયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy