SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ માખ - લગભગ પાસે વર્ષની પાકી વયે પહોંચેલા હેવા છતાં આ મહાશયે તા. ૨૨-૨-૧૭ને રોજ Foreword બૉન (જર્મની)થી રવાના કરી અમારા ઉપર મોકલાવ્યું. તેમની સૂચના મુજબ એનું છેવટનું પ્રફ કઢાવી અમે તેમના ઉપર મોકલાવ્યું. આમાં તેમણે થોડા ઘણું સુધારા કરી મોકલાવ્યા, પરંતુ જે કેટલીક બીનાઓ જૈન પરંપરાને સંમત ન હતી તે તરફ તેમનું ધ્યાન ખેંચવા છતાં કશો ફેરફાર કર્યો નહિ. તા. ર૪-૧૧-૧૭ને રોજ ફરીથી પત્ર લખી અમે તેમનું સવિનય લક્ષ્ય ખેંચ્યું, ત્યારે પણ તેમણે ફેરફાર કરવા ના પાડી આથી તેમના આ સંબંધમાં લખાયેલ તા. ૧૩–૧૨–૨૭ ના પત્રમાંની નીચે મુજબની પંક્તિઓ આપવી અસ્થાને નહિ લેખાય – "I do not think it opportune that the writer of the Foreword should enter into a controversy with the editor of the text. They may hold different opinions on some points and the reader is free to choose betwixt them. Unless the editor is wrong in a statement of facts the writer of the Foreword should not try to correct him." આ પ્રમાણેની પરિસ્થિતિમાં પણ અમે તે આ મહાશયને ઉપકાર માને એ અમારી ફરજ સમજીએ છિયે. તેમણે જે જે વિચારે દર્શાવ્યા છે તે બધા સાથે અમે સંમત છિયે એમ માનવા કેઈએ દોરાવું નહિ. એમના કેટલાક વિચારોની મીમાંસા સંસ્કૃત-ગુજરાતી પ્રસ્તાવનામાં કરવામાં આવી છે તે તરફ પાઠક વર્ગનું અમે ધ્યાન ખેંચવા રજા લઈએ છિયે. અમને આ ગ્રન્થ પ્રસિદ્ધ કરતાં પરમ આહ્વાદ થાય છે, કેમકે અત્યાર સુધી અપ્રસિદ્ધ એવી બંને સ્તોત્રોની બબ્બે ટીકાઓને પ્રસિદ્ધિમાં લાવવાનું કાર્ય અમે દેવ-ગુરૂકૃપાએ કરી શકયા છિયે. ભક્તામરસ્તેત્રની શ્રીગુણાકરસૂરિકૃત ટીકા જેકે પં. હીરાલાલ હંસરાજ તરફથી ઘણા વર્ષો ઉપર બહાર પડેલી હતી, તે પણ તે ગ્રન્થની કાર્યપદ્ધતિ વગેરે વિચારતાં અમારી આ આવૃત્તિ આવકારદાયક ગણાશે એવું અમારું નમ્ર મન્તવ્ય છે. વિશેષ આનન્દને વિષય તો એ છે કે શ્રીભક્તામર સ્તોત્રની જે અનેક ટીકાઓ અમારા જેવામાં આવી છે, તે સવમાં અભ્યાસી વર્ગને શ્રીમે વિજયગણિકૃત ટીકા વિશેષ ઉપયોગી થઈ પડશે, એવી અમારી ધારણા છે. કલ્યાણમંદિર સ્તોત્ર ઉપર અત્યાર સુધી કોઈ પણ ટીકા પ્રસિદ્ધ થયેલી જોવામાં આવી નથી એટલે આ ગ્રન્થમાં છપાયેલી બંને ટીકાઓ આદરણીય થાય એ સ્વાભાવિક છે. તેમાં પણ માણિક્યચન્દ્ર મુનીશ્વરપ્રણીત ટીકામાં વ્યાકરણના રૂપે કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરીશ્વરકૃત સિદ્ધહૈમ વ્યાકરણના આધારે સિદ્ધ કરેલા હોવાથી તે અભ્યાસકેને વધારે અનુકૂળ થઇ પડવા પૂર્ણ સંભવ છે. વિશેષમાં ભક્તામર, કલ્યાણમંદિર તેમજ નિમિણ એ ત્રણ સુપ્રસિદ્ધ સ્તોત્રોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy