SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीसर्वज्ञाय नमः। આમુખ તાર્કિકશિરોમણિ શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિએ મહાભાવિક શ્રી કલ્યાણમંદિરસ્તોત્ર ગુંચ્યું અને શ્રીમદ્દ માનતુંગસૂરિએ ચમત્કારિક શ્રીભક્તામરસ્તોત્ર રચ્યું. આ સ્તોત્ર શ્વેતાંબર અને દિગંબર બંને સંપ્રદાયને અતિમાન્ય હોવાથી તેના ઉપર જેટલી ટીકાઓ ઉપલબ્ધ છે તેટલી બીજી સ્તોત્રો ઉપર જોવામાં આવતી નથી, તેમજ એની પાદપૂર્તિરૂપ કા જેટલાં નજરે પડે છે તેટલાં બીજાં સ્તોત્રોનાં સમસ્યારૂપ કા જોવામાં આવતાં નથી. આ ઉપરાંત આ સ્તોત્રોની વિશેષ ખૂબી એ છે કે આના દરેક ક્ષેકને લગતાં જાદાં જુદાં યન્ત્રો અને મન્ટો પણ ઉપલબ્ધ છે તેમજ પ્રાયઃ પ્રત્યેક પદ્યના ભાવનું ઘાતક ચિત્ર પણ છે. હાલમાં સચિત્ર પ્રતિઓ કેટલીક અમારા જોવામાં આવી, તેમાં મેટે ભાગે દિગંબરવરૂપી ચિત્ર હેવાથી અમે તેની પ્રતિકૃતિ નથી કરાવી. પરંતુ અજિમગંજના નિવાસી શ્રીયુત સીતાબચંદજી નાહરના સુપુત્ર વિદ્યાવિલાસી રા. પૂરણચંદજી બી. એ. એ.એલ. બી. મહદય દ્વારા કલકત્તાની શ્રીમતી “ગુલાબકુમારી' લાયબ્રેરીમાંથી કેટલાંક ચિત્રો મળવાથી અમારાથી બની શક્યું તેટલાંની પ્રતિકૃતિ કરાવી અત્ર આપી છે, જેની વિગત સૂચીપત્ર ઉપરથી જોઈ શકાશે. આ બદલ અમે રા. પૂરણચંદજીના આભારી છિયે. આ અમૂલ્ય ગ્રન્થનું સંશોધનાદિક કાર્ય સુરત નિવાસી, પરમ જૈન ધર્માવલંબી, તેમજ શ્રીમદ્ વિજ્યાન્દસૂરીશ્વર (આત્મારામજી મહારાજ ) અને મુનિરાજ શ્રીહર્ષવિજ્યને પૂજય ગુરૂ તરીકે પૂજનારા અને તેઓશ્રીને પાદસેવનથી જૈન ધર્મના તીવ્ર અનુરાગી બનેલા સ્વર્ગથી રા. રસિકદાસ વરદાસ કાપડિયાના જયેષ્ઠ પુત્ર પ્રોફેસર હીરાલાલ રસિકદાસ એમ્.એ. દ્વારા કરાવવામાં આવ્યું છે. એઓએ પ્રસ્તાવનામાં કર્તાઓનાં જીવન વગેરેના સંબંધમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હેવાથી તત્સંબંધે અને લખવું અમે ઉચિત ધારતા નથી. અમારા આ પ્રયાસની સફળતા પાઠક-વર્ગની પસંદગી ઉપર તેમજ આ ગ્રન્થના લેવાતા લાભ ઉપર રહેલી હોવાથી આ સંબંધે વિશેષ નિવેદન કરવાનું બાકી રહેતું નથી. પરંતુ આવા ગ્રન્થ સંબંધે કાંઈ ન્યૂનતા આદિ માલૂમ પડે તેમજ બીજી કોઇ વિશેષ માહિતી દાખલ કરવાની રહી ગયેલી માલૂમ પડે તેમજ અન્ય પણ કોઈ સૂચના કરવાની યોગ્ય લાગે તે જે પાઠકવર્ગ તરફથી અમને જણાવવામાં આવશે તે ભવિષ્યના ગ્રન્થમાં તે સુધારો કરવા અમે બનતું કરીશું. વિશેષમાં આ ગ્રન્થમાં છપાયેલી ટીકાઓ ઉપરાંત કોઈ ટીકા ખાસ છપાવવા જેવી જણાય તેમજ સાંભળવા મુજબ શ્રીભક્તામર સ્તોત્રના તિષ, વૈઘક વિષયક મ, ૩ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy