SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસિદ્ધસેને જે ઉર બત્રીસીઓ રચી છે તેમાંની બીજી વસંતતિલકા છંદમાં રચાયેલી છે. છંદ, શબ્દરચના, શૈલી અને કલ્પનાની દૃષ્ટિએ કલ્યાણમંદિર સાથે કેટલેક અંશે એની સમાનતા જવાય છે. પરંતુ બત્રીસીઓમાં જે તત્ત્વજ્ઞાનની ઉર્મિઓ જેવાય છે તેનું કલ્યાણ મંદિરમાં વિપશે પણ દર્શન થતું નથી. એ ઉપરથી તેમજ જે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ શ્રીસિદ્ધસેનને સિદ્ધહેમ (૨૨-૩૯)ની પજ્ઞ વૃત્તિમાં મહાકવિ તરીકે ઓળખાવે છે તેમની કોઈ પણ કૃતિમાં કલ્યાણમંદિરનું એકે પદ્ય જેવાતું નથી એ ઉપરથી કેટલાક સાક્ષર કલ્યાણ મંદિરના કર્તા તરીકે સિદ્ધસેનને સ્વીકાર કરતા ખેચાય છે. વળી . યાકોબી જેવા એવી પણ દલીલ કરે છે કે જેમ શ્રીસિદ્ધસેને રચેલી કેટલીક બત્રીસીઓના અંતમાં સિદ્ધસેન શબ્દ નજરે પડે છે તેમ જે કલ્યાણમંદિર પણ તેમની કૃતિ હોત તે તેમાં પણ એ નામ દૃષ્ટિગોચર થાત, પરંતુ આ દલીલ પાયા વિનાની છે; કેમકે આવો ઉલ્લેખ તો સન્મતિ-પ્રકરણન્યાયાવતાર તેમજ પાંચમી અને અગ્યારમી સિવાયની બત્રીસીઓ કે જે સિદ્ધસેનની કૃતિરૂપે સર્વશે સ્વીકારવામાં આવેલ છે તેમાં પણ નથી. જે કલ્યાણમંદિર સિદ્ધસેનની કૃતિ હેત તે તેના ઉપર જરૂર કોઈ જૂની ટીકા હોત એમ પણ કહેવું નિરર્થક છે; કારણ કે એવી જૂની ટીકા નહિ જ રચાઈ હોય એમ શા ઉપરથી કહી શકાય? વળી બાવીસમી બત્રીસી સિવાય અન્ય કઈ બત્રીસીની ટીકા મળે છે? આવી પરિસ્થિતિમાં આ વિવાદગ્રસ્ત વિષયને વધુ નહિ લંબાવતાં હું એટલું જ ઉમેરીશ કે કલ્યાણમંદિરના કર્તાની પ્રતિભા વિચારતાં તો તે શ્રીસિદ્ધસેનદિવાકરની કૃતિ તરીકે ગણાવા લાયક છે એમ કહેવામાં વાંધો જણાતો નથી. શ્રી સિદ્ધસેનદિવાકરનો સમય આ સમયનો નિર્વિવાદ ઉલ્લેખ કરવા જેટલાં સાધને મારી પાસે નથી, છતાં મોડામાં મોડા તેઓ ક્યારે થયા હશે તેને નિર્દેશ કરાય તેમ છે. વિક્રમના આઠમા સૈકાના પૂર્વાર્ધમાં થયેલા યાકિનીમહત્તરાસનું શ્રીહરિભદ્રસૂરિએ પંચવસ્તુ (ગા ૧૦૪૮)માં એમના નામને તેમજ એમની અપૂર્વ કૃતિ સન્મતિપ્રકરણને પણ ઉલ્લેખ ર્યો છે. આથી તેઓ એ પૂર્વે થઈ ગયાનું સિદ્ધ થાય છે. જે શ્રીજિનદાસ મહત્તરે શક સંવત ૧૯૮ માં નંદીસૂત્રની ચૂર્ણિ રચી છે તેમણે રચેલી નિશીથચૂર્ણિમાં બે રથળે દર્શનપ્રભાવક ગ્રંથ તરીકે સન્મતિને અને એક સ્થળે નિખાભૂતના આધારે ઘડા બનાવ્યાના ઉલ્લેખ કરતાં સિદ્ધસેનને નિર્દેશ કરાય છે. આથી એમના પૂર્વ તે શ્રીસિદ્ધસેન થઇ જ ગયા હોવા જોઇએ. એ ચૂણિ જે ભાષ્ય ઉપર છે તે નિશીથભાષ્ય છે અને એના કર્તા શ્રીજિનભદ્ર ગણિક્ષમાશ્રમણ મનાય છે કે જેમને વર્ગવાસ વિ. સં. ૬૪પમાં થયાની પરંપરા છે. પરંપરા પ્રમાણે શ્રીસિદ્ધસેન એમને પણ પહેલાં થઈ ગયા છે. બધી પરંપરાઓ એમને ઉજયિનીના વતની ગણે છે અને વિક્રમના સમકાલીન માને છે, પરંતુ આ વિકમ તે કોણ તેને હજી નિર્વિવાદ નિશ્ચય થ નથી એટલે એ હકીકત અત્ર ખાસ ઉપયોગી થઈ પડે તેમ નથી. ૧ વિ. સં. ૭૩૩, ઈ. સ. ૬૭૬. ભ. પ્ર. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy