SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ પ્રભાવ ચરિત્રમાં સૂચવ્યા પ્રમાણે શ્રીસિદ્ધસેન શ્રીકંદિલાચાર્યના શિષ્ય મુકુંદ (વૃદ્ધવાદી)ના શિષ્ય થાય છે. શ્રીકંદિલાચાર્યને સમય લગભગ વિ. સં. ૩૭૦ ન ગણાય, કેમકે માથુરી—આગમવાચનાના તેઓ પ્રણેતા છે અને એ વાચના વીર–નિર્વાણ-સંવત૮૪૦માં થઈ હતી. આ ઉપરથી શ્રીસિદ્ધસેનન સમય વિક્રમને પાંચમો સંકે ગણાય, પરંતુ આ સામે એક વાંધો છો. યાકોબીએ અને તેમના ઉપજીવી છે. વૈધે ઉઠાવે છે. બીજે વધે ૫. જુગલકિશોરે ઉઠાવે છે. ન્યાયાવતારના પાંચમાં પધગત પ્રાન્ત અને છકી પદ્યગત પ્રાન્ત પદ ઉપર છે. યાકોબી અને પ્રે. વૈદ્ય ખાસ ધ્યાન ખેંચે છે. ધર્મકીર્તિના ન્યાયબિન્દુ (૧-૪)માં અબ્રાન્ત પદ છે અને આગ્રાનો પ્રાગ પ્રથમ તેમણે જ કર્યો છે એમ માની તેઓ શ્રીસિદ્ધસેનને ધર્મકીર્તિ પછી એટલે કે ઈ. સ. ૬૩પ-૬પ૦ પછી થઈ ગયેલા માને છે. પરંતુ દિગનામની પૂર્વના બૌદ્ધ ન્યાય જોતાં એ વાત પાયા વિનાની જણાય છે, કેમકે ઇ. સ. ના ચોથા સૈકામાં થઈ ગયેલા અસંગના ગુરુ મૈત્રેયની કૃતિ નામે ગાચાર્યભૂમિશાસ્ત્ર પ્રમાણે તેમજ પ્રકરણાર્યવાચા પ્રમાણે પ્રત્યક્ષ અપરોક્ષ, કલ્પનાપઢ, નિર્વિકલ્પ અને અભ્રાન્ત અથવા અવ્યભિચારી હેવું જોઈએ એ ઉલ્લેખ છે. ટુચીએ કર્યો છે. વિશેષમાં ગૌતમના ન્યાયસૂત્ર તેમજ વાત્સ્યાયન-ભાષ્યમાં અબ્રાંત અર્થવાળો “અવ્યભિચારી” શબ્દ નજરે પડે છે. આથી અબ્રાંતતાને વિચાર અને પ્રત્યક્ષના લક્ષણમાં અબ્રાંત શબ્દનો પ્રયોગ વિકમની પાંચમી શતાબ્દી પૂર્વ સુપ્રસિદ્ધ હોવાનું ફલિત થાય છે. આવી પરિસ્થિતિમાં કેવળ ઉપલી દલીલને જ આધારે શ્રીસિદ્ધસેનને ધર્મકીર્તિ પછી ગણવા કોણ તૈયાર હોય વારૂ ? ન્યાયાવતારનું નવમું પદ્ય શ્રીમંતભદ્રના રતકડક શ્રાવકાચારમાં દૃષ્ટિગોચર થાય છે એ ઉપરથી ૫. જુગલકિશે એમ માને છે કે શ્રીસિદ્ધસેને એ ગ્રંથમાંથી એ લીધું છે. પરંતુ એમણે એ ભૂલવું ન જોઈએ કે નકારાવવા પદ્ય બંનેના નામ ઉપર જોવાય છે. સન્મતિપ્રકરણના ટીકાકાર શ્રીઅભયદેવસૂરિએ એની ટીકા ( પૃ. ૭૬૧)માં એ પદ્ય સિદ્ધસેનનું કહ્યું છે, અને શ્રીમદ્વિરિએ એ પદ્ય સ્યાદ્વાદમંજરી (પૃ. ૨૨૮)માં સમતભદ્રનું કહ્યું છે. આ ઉપરથી શું એવી કલ્પના ન કરાય કે કોઈ ત્રીજા જ સ્થાનમાંથી આદ્ય સ્તુતિકાર શ્રીસિદસેન અને શ્રીમંતભઢે એ પો લીધાં હોય? જયાં સુધી આ નિર્ણય ન થાય ત્યાં સુધી એક બીજાની કૃતિમાં સમાન પધવા ઉપરથી જ એકને બીજા પછી થયેલા માનવા એ શું ઉચિત જ ગણાય? આથી અત્યારે તો હું શ્રીસિદ્ધસેન દિવાકરને વિક્રમના પાંચમા સૈકામાં મૂકું છું અને આ ચર્ચાત્મક વિષયની અહીં પૂર્ણાહુતિ કરું છું. આ ભૂમિકામાં બીજી પણ કેટલીક હકીકતે વિચારવા મારી અભિલાષા છે, પરંતુ તે માટે પ્રકાશક તરફથી સાનુકૂલતા નહિ હોવાથી અહીં જ વિરમવામાં આવે છે. ભગતવાડી, ભૂલેશ્વર, ) હીરાલાલ. ર. કાપડિયા મુંબઈ. qoq hal Journal of the Royal Asiatic Society (A.D. 1929, July )ola Guill. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy