SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગ્રન્થનો પ્રથમાદર્શ લખવાનું પુણ્યકાર્ય ગણિવરથી અશોકચન્દ્રજી અને મુનિશ્રી ધનેશ્વરજીએ વીસ અધિકારોમાં વહેંચાયેલા પ્રસ્તુત ગ્રંથમાં આવતાં અધિકારોનાં નામ, પેટા વિષયો, કથાઓના નામ વગેરે વિષયાનુક્રમમાં વિસ્તારપૂર્વક બતાવ્યું છે. અભ્યાસીઓની સુગમતા ખાતર ભિન્ન ભિન્ન ટાઈપોનો ઉપયોગ કર્યો છે. અહીં અલગ આપવામાં આવેલા “વિષયાનુક્રમ' ઉપર નજર નાંખતા સાથે જ જણાઈ આવે છે કે પ્રસ્તુત ગ્રંથનું નામ ધર્મરત્નકરંડક-ધર્મરૂપી રત્નોનો કરંડિયો-તદ્દન યથાર્થ છે. ગ્રંથના મૂળ શ્લોકોની સંખ્યા ૩૭૬ થાય છે. મોટાભાગના લોક અનુષ્ટપછંદમાં છે પણ કેટલાક અન્ય છંદોમાં પણ છે. શ્લોક સરળ સુગમ અને હૃદયંગમ છે. કેટલાક શ્લોકો તો વાંચતા સાથે સમજાઈ જાય એવા સરળ છે. અને એવા સરળ શ્લોકોની વ્યાખ્યા કરવાને બદલે સ્નોલોડર્ષ અષ્ટ લખી દેવામાં આવ્યું છે. મોટાભાગના શ્લોકો તે તે વિષયની બેનમૂન સુભાષિતો બનવાની ક્ષમતા ધરાવે છે. સામાન્ય રીતે ધર્મરત્નાકરંડક (ધ. ૨. ક.) ની બધી હસ્તલિખિત પ્રતિઓમાં અવતરણિકા પછી મૂળ શ્લોક કે શ્લોકો અને પછી વ્યાખ્યા-ટીકા છે. વ્યાખ્યામાં મોટેભાગે શ્લોકના પ્રતીકો લઈ પર્યાયો આપ્યા છે. સુગમ શબ્દોના પર્યાય પણ નથી આપ્યા. અને કયારેક સંપૂર્ણ શ્લોકની સુગમ હોવાના કારણે વ્યાખ્યા નથી કરી. બે ત્રણ સ્થળે વ્યાખ્યા વિસ્તૃત છે. વ્યાખ્યામાં આગમાદિ ગ્રંથોના અનેક સાક્ષીપાઠો પણ આપવામાં આવ્યા છે. (જુઓ શ્લોક ૪૭-૪૮, ૨૪૪-૪૫ની વ્યાખ્યા) કયારેક મૂળ શ્લોકના પાઠ કરતાં ટીકામાં અપાયેલા પ્રતીકનો પાઠ ભિન્ન હોય છે. ટીકા સ્વપજ્ઞ છે. એટલે ગ્રંથકારને જ પાછળથી ફેરફાર કરવાનો વિચાર થયો હોય એમ બનવા જોગ છે. અન્ય ગ્રંથોમાં પણ આવું બનતું હોય છે. અમે જ્યારે ટીકાગત પાઠ સ્વીકાર્યો છે ત્યારે ટિપ્પણમાં એનો નિર્દેશ અને હસ્તપ્રતોના પાઠ આપી દીધા છે. (જુઓ પૃ. ૧૬૩ ટિ. ૧, પૃ. ૨૧૭ ટી. ૧, પૃ. ૨૧૮ ટી. ૧ પૃ. ૨૨૯ ટિ ૧ વગેરે.) એક સ્થળે એવું બન્યું છે કે- ત્રણ શ્લોકોની ટીકા છે પણ મૂળ લોકો નથી. અમે ટીકાગત પ્રતીકોના આધારે મૂળશ્લોકો ગોઠવીને ચોરસ બ્રેકેટમાં આપી ટિપ્પણમાં નિર્દેશ કર્યો છે. (જુઓ શ્લોક નં. ૮૮-0, પૃ. ૧૪૧ ટી. ૧) ૧. જો કે ગ્રંથના અંતિમ શ્લોકમાં કુલ શ્લોક ૩૩૫ થતાં હોવાનું જણાવ્યું છે. ग्रथितेऽपि हि विज्ञेयं श्लोकानां सर्वसङ्ख्यया। पूर्वापर्येण सम्पिण्ड्य पञ्चत्रिंशं शतत्रयम् ॥३७६।। =૧૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002712
Book TitleDharmaratnakarandaka
Original Sutra AuthorVardhmansuri
AuthorMunichandravijay
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages466
LanguageHindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy