SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર આ. વર્ધમાનસૂરિજી ચન્દ્રકુલની શોભા વધારનાર ગ્રંથકાર આચાર્યશ્રી વર્ધમાનસૂરિજીનવાંગી ટીકાકાર આ. અભયદેવસૂરિના પટ્ટશિષ્ય હતા. પોતના જીવન-કવન દ્વારા વિક્રમના ૧૨ શતકને આલોકિત કરનાર અને ભ. મહાવીરની ૩૯મી પાટે આવનાર આચાર્યશ્રીના જીવન વિષે વિશેષ વિગતો મળતી નથી. માત્ર વિક્રમ સં. ૧૧૯૨ના લેખ ની પ્રશસ્તિમાં ઉલ્લેખ મળે છે. (જૈન પ્રશસ્તિ લેખ સંગ્રહ ૧૨) આ. વર્ધમાનસૂરિજીએ ધર્મરત્નકરંડક ગ્રંથની રચના વિ. સં. ૧૧૭૨માં કરી તે પૂર્વે વિ. સં. ૧૧૪૦માં ‘મોરમ ' નામની પંદર હજાર શ્લોક પ્રમાણ, વિશાળ કદ ધરાવતી અનેક અવાંતર કથાઓથી સમૃદ્ધ વિશાળ પ્રાકૃત કથાનું નિર્માણ ધંધૂકામાં રહીને કર્યું હતું. અને ત્યારબાદ વિ. સં. ૧૧૬૦માં ગુનિવર્જિ” નામની અગિયાર હજાર શ્લોક પ્રમાણ ગ્રંથાગ્ર ધરાવતી પ્રાકૃત કૃતિ દ્વારા શ્રી ઋષભદેવ ભગવાનની કથાનું સુંદર આલેખન ખંભાતમાં રહીને કર્યું હતું. આ બન્ને પ્રાકૃત ચરિત્રગ્રન્થો તાજેતરમાં પં. ફૂપેન્દ્રકુમાર દ્વારા સંપાદિત થઈ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર દ્વારા પ્રસિદ્ધ થઈ ચુક્યા છે. અને હવે તેઓશ્રીની આ સંસ્કૃત રચના પુનઃ પ્રસિદ્ધ થઈ રહી છે. ત્યારે તેઓશ્રીની ત્રણેય રચનાઓ અભ્યાસીઓને સુલભ બની રહી છે તે આનંદનો વિષય છે. ધર્મરત્નકાંડક સ્વોપજ્ઞટીકા સાથે લગભગ દસ હાજર શ્લોક પ્રમાણ કાયા ધરાવતો પ્રસ્તુત ગ્રંથ મહારાજા જયસિંહ શાસિત શ્રીદાયિકાફૂપ નામના જિનમંદિરથી શોભતા ગામમાં રચાયો હતો. દાધિકાકૂપ ગામમાં હુંવટ વંશમાં અલંકારસમા જિંદક શ્રેષ્ઠિ અને અજિત શ્રેષ્ઠિ નામે બે ભાઈઓ રહેતા હતાં. આ બન્ને ભાઈઓએ બનાવેલી પૌષધશાળામાં સ્થિરતા દરમિયાન વિ. સં. ૧૧૭રમાં આ ગ્રન્થની રચના કરવામાં આવી છે. ગ્રંથરચનામાં આ વર્ધમાનસૂરિજીને તપસ્વી અને યશસ્વી ઉપાધ્યાય પાર્થચન્દ્રજીએ સહયોગ આપ્યો હતો. ગ્રંથ સંશોધનમાં ઉપાધ્યાય પાર્ધચન્દ્રજી ઉપરાંત મુનિશ્રી નેમિચન્દ્રજીએ પણ સુંદર યોગદાન આપ્યું છે. ૧. આ વિગત અમે શારદાબેન ચી. એ. પી. સેંટરમાં આપેલ માહિતી સંગ્રહમાંથી લખી છે. કોંપ્યુટરનો સંદર્ભ અંક ૩૯ (0૨૮૩૭) છે. ૨. ધંધુકામાં મહલ શ્રેષ્ઠિના પુત્ર વેલ્લક શ્રેષ્ઠીની વસતિમાં રહીને આચાર્યશ્રી એ ‘મણોરમાકહા' ની રચના કરી હતી. ૩. નિસાહિત્ય વૃ તિહાસ (ભા. ૧, પૃ. ૨૧૮) માં આ. અભયદેવસૂરિ શિષ્ય આ. વર્ધમાનસૂરિ કૃત 'શકુનરત્નાવલી’ નો ઉલ્લેખ છે. આ આ. વર્ધમાનસૂરિ ધ. ૨. ક. કાર આ. વર્ધમાનસૂરિથી અભિન્ન હોય તો તેઓએ ઓછામાં ઓછી ૪ કૃતિની રચના કરી હતી એમ માનવું રહ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002712
Book TitleDharmaratnakarandaka
Original Sutra AuthorVardhmansuri
AuthorMunichandravijay
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages466
LanguageHindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy