SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ એક સ્થળે એવું બન્યું છે કે- મૂળ શ્લોક (૧૪૭)ના સ્થળે પૂરો શ્લોક નથી. અને ટીકામાં ૧૪૫મી ગાથાનું પ્રતીક આપી “સ્ત્રોવાયસુકાવવા ઇવ’ એમ લખી દીધું છે. આવા સ્થળે બ્લોકની પૂર્તિ કરવાનું અમારી પાસે કોઈ સાધન ન હોવાથી અધૂરા જ મુકવા પડયા છે. (જુઓ પૃ. ૧૯૩ ટી. ૧) આવું જ ૧૮૦ ની ટીકા પૂરી થયા પછી મન: પર્વતા ' કૃતિ સ્નો: સુ વ (કુ. રર૦) લખ્યું છે પણ મૂળ શ્લોક ૧૭૨-૧૯૯ માં આવો કોઈ શ્લોક છે નહીં. અને એના વિના જ અવતરણિકામાં (પૃ. ૨૧૭) જણાવેલ ‘શાન સર્વિતિઃ' થઈ રહે છે. એટલે આ શ્લોક ગ્રંથકારે પાછળથી કાઢી નાંખ્યો હોય તેમ બને. (પૃ. ૨૦ ટિ. ૧) ગ્રંથમાં ચણ્ય વિષયો પ્રચલિત અને જાણીતા છે. અષ્ટપ્રકારી પૂજાના ક્રમ અને પ્રકારમાં વર્તમાનમાં પ્રચલિત ક્રમ અને પ્રકાર કરતાં ફેરફાર છે. મૂલશુદ્ધિપ્રકરણની ગાથા ૨૧માં પણ અહીં ઘ. ૨. ક. (શ્લોક ૫૦-૫૮)માં નિર્દિષ્ટ ક્રમ અને પ્રકાર મુજબ જ વર્ણન છે. એટલે આ ક્રમ અને પ્રકારની પરંપરા પ્રાચીન હોવાનું જણાય છે. ગ્રંથમાં કે કથામાં આવતાં વિષયોને પુષ્ટ કરવા માટે અવતરણો સાક્ષીપાઠો પણ ઘણા સ્થળે આપ્યા છે. પાંચસોથી વધુ અવતરણોમાં પ્રાકૃત ગાથાઓની સંખ્યા મોટી છે. અવતરણોના મૂળ સ્થાન જ્યાં જ્યાં શોધી શકાયા છે ત્યાં ત્યાં તે તે ગ્રંથોના નામ આદિ આપ્યા છે. અવતરણોને ભિન્ન ટાઈપમાં મુદ્રિત કરવામાં આવ્યા છે. અવતરણોની અકારાદિસૂચિ પરિશિષ્ટ ૩માં આપવામાં આવી છે. અહીં ઘ. ૨. ક. માં આવતાં અવતરણો ‘ોરમા' વગેરેમાં પણ મળતા હોય છે.' ટીકામાં અને કથામાં પ્રસંગે પ્રસંગે સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશમાં સુંદર સુભાષિતો, અન્ય ગ્રંથોની સાક્ષીઓ આવ્યા કરતી હોય જ છે. કેટલીક વિશેષ ઉલ્લેખનીય બાબતો ગ્રંથમાં આવે છે તે આવી નવકારમહિમા પ્રાકૃત પદ્યમાં (પૃ.૪૨-૪૪). પ્રતિષ્ઠાવિધિવર્ણન પ્રાકૃત પદ્યમાં (પૃ. ૩૧-૩૫) જિનસ્તુતિ (પૃ. ૪૧,૧૨૬-૨૭) અંતિમ આરાધનાનું વર્ણન (પૃ. ૪૫-૪૭) ધર્મદેશના (પૃ. ૧ર-૫૩, ૫૫-૫૬, ૯૯, ૧૧૪-૧૫, ૧૧૮) શ્રાવકધર્મવર્ણન (પૃ. ૧૮-૧૯). ગુરુવર્ણન (પૃ. ૫૫) વિદ્યાપ્રશંસા (પૃ. ૧૮) 1. વિશેષ માટે સંપાદન-ઉપયુકત ગ્રંથ સૂચિ જુઓ. ૨. જેમ કે ધ. ૨. ક. પૃ. ૯૬ ગાથા ૮૨, “મોરલા પૃ. ૩રપ ગાથા ૯૭.
SR No.002712
Book TitleDharmaratnakarandaka
Original Sutra AuthorVardhmansuri
AuthorMunichandravijay
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages466
LanguageHindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy