________________
પ્રત્યેક કૃતિમાં કર્તાના સમકાલીન સમાજ-જીવનનું ચિત્રણ કોઈક પ્રકારે આવી જતું હોય છે. પરંતુ ધાર્મિક પૃષ્ટ ભૂમિ ધરાવતી કૃતિઓમાં સમગ્ર પૂર્વ પરંપરા કર્તાની દૃષ્ટિ સમક્ષ હોવાથી તેની કૃતિમાં પૂર્વકાલીન કેટલું અને કર્તાના સમયનું કેટલું તે તારવવું અધૂરું હોય છે. અહીં સુ. ચ.માં પ્રતિબિંબિત સમાજનું આછું ચિત્ર દર્શાવ્યું છે. સંભવ છે કે તેમાંની કેટલીક વિગતો પૂર્વપરંપરામાંથી આવી હોય. કૃતિના રચના કાળ પછી પણ સદીઓ સુધી આમાંની કેટલીક પરંપરાઓ જળવાઈ રહેલી જોવા મળે છે.
અશ્વાવબોધ તીર્થ અને શકુનિકાવિહાર :
તીર્થ સંબંધી સ્વતંત્ર રચનાઓનો પ્રારંભ ઈ. સ.ની ૧૧મી સદીથી મનાય છે. તે પછી ચૈત્યપરિપાટિ, તીર્થયાત્રા વિવરણ, તીર્થમાળા, સ્તવનો વગેરે કૃતિઓ મળે છે. સુ ચ. પણ આવી જ એક ભરૂચમાં આવેલ અશ્વાવબોધતીર્થની મહત્તા સ્થાપિત કરતી કૃતિ છે.
४७
ભારત વર્ષના અતિપ્રાચીન નગરોમાં ભરૂચનો ઉલ્લેખ મળે છે. પુરાણોમાં, ત્રિપિટકમાં અને જૈન આગમોમાં પણ ભરૂચનો ઉલ્લેખ મળે છે, જેનું અપર નામ ક્યાંક ભૃગુકચ્છ કે ભૃગુપુર તરીકે મળે છે. એલેકઝાન્ડ્રિયન ગ્રીકમાં તેનો ઉલ્લેખ BARYGAZA ના નામથી થયો છે. પ્રાચીન કાળથી જ આ નગર હિંદુ બૌદ્ધ અને જૈન ત્રણેય ધર્મનું કેન્દ્ર, મહત્ત્વનું પ્રસિદ્ધ બંદર તેમજ વ્યાપારનું કેન્દ્ર હતું.
વીસમા તીર્થંકર મુનિસુવ્રતસ્વામીના જીવન સાથે જોડાયેલી ઘટનાને કારણે અશ્વાવબોધ તીર્થ અસ્તિત્વમાં આવ્યું હતું. આ અંગેના સાહિત્યિક ઉલ્લેખો નીચે મુજબ મળે છે.
(૧) ચઉપન્નમહાપુરિસચરિયં (૨.સં. ૯૨૫), (૨) અમમસ્વામિ ચરિત્ર' (૨.સં. ૧૨૫૨), (૩) ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર (૨.સં. ૧૨૧૬-૨૮).
દિગંબર પરંપરાની ‘શલાકાપુરુષ ચરિત્ર' વિષયક કૃતિઓમાં અશ્વાવબોધ તીર્થનો ઉલ્લેખ મળતો નથી. પ્રસ્તુત સંદર્ભો પરથી અશ્વાવબોધ તીર્થનું અસ્તિત્વ સં. ૯૦૦ પૂર્વે હોવાનું અનુમાન કહી શકાય.
શકુનિકા વિહારના ઉલ્લેખો સં. પ્રા. સાહિત્યમાં નીચે મુજબ
મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org