________________
રીતે અપાયું છે.
..... પ્રવહણાધિપને બોલાવવામાં આવ્યા, નિર્યામકો(સુકાની)ને સંતુષ્ટ કરાયાં, તંગર ઉપાડ્યું, સઢો ઊભા કરાયાં, સઢના દોરડા ખેંચવામાં આવ્યાં, ... સફેદ ધ્વજ ઊભા કરાયા, દિશાઓને જોવામાં આવી, રાત્રે આકાશમાં નિશ્ચલ ધ્રુવને સાધવામાં આવ્યો, વારંવાર સંકેત કરતાં સુકાનીઓ હુકમ કરવા લાગ્યા, પ્રવહણનાં છિદ્રોના અવલોકનાર્થે વારંવાર તેમને ડુબાડવામાં આવ્યા, પ્રથમ સંકેત માટે કાળી રાત્રીએ મશાલ દર્શાવવામાં આવી, જળચરોને પ્રતિકૂળ અવાજ કરવામાં આવ્યો. સન્માનિત સુભટોને લઈ જવાયા, તેઓ તીણ આયુધો સંભાળવા લાગ્યા. કવચબદ્ધ નિર્ભય યોદ્ધાઓ મહાયંભના અગ્રભાગ પર રહેલાં પાંજરાં પર ચઢવા લાગ્યા. સંઘાણ યંત્ર (સુકાન) ચાલુ કરાયાં. નિર્ધામકોએ દરેક કર્મચારીને વહાણમાં જવાનો આદેશ આપ્યો. કોઈક દોરડા લઈ જતું હતું, કોઈક તેની ગાંઠો તપાસતું હતું, કોઈક મસ્યો જોતા હતાં, બીજા કેટલાક દિશાઓ જોતા હતા, કોઈક કહેતું અરે આગળ મત્સ્ય છે વહાણ ખસેડો, તો અન્ય તેની સૂચનાનો અમલ કરતા હતા. આમ સઢમાં દક્ષિણ પવન ભરાવાથી પવનની ગતિને જીતતાં પ્રવાહણો નિર્વિબે જવા લાગ્યાં. (ગદ્યખંડ-૩)
આ કૃતિમાં મુખ્યત્વે રાજકુમારીની કથા હોવા છતાં તેમાં તત્કાલીન રાજકીય પરિસ્થિતિનું સમગ્ર કે વિસ્તૃત ચિત્રણ મળતું નથી. યુદ્ધની કોઈ ઘટના આ કૃતિમાં આકાર લેતી નથી. પરંતુ યુદ્ધની તૈયારીનું વર્ણન મળે છે. ગુરુઓને વંદન કરવા ભરૂચ પહોંચેલી રાજકન્યા સાથે ૭૦૦ વહાણનો કાફલો જોઈને ત્યાંના રાજા જિતશત્રુ શંકા કરે છે કે સિંહલદ્વીપનો રાજા ચઢાઈ લઈને આવ્યો કે શું? પૂર્વ તૈયારીરૂપે તે પણ પોતાની સેનાને સજ્જ કરે છે. સાચી વાતની જાણ થતાં રાજકન્યાનું ભવ્ય સ્વાગત કરે છે. એક દિવસમાં શીઘ્રગતિ ઉત્તમ અશ્વ અને હતિ જેટલું અંતર કાપે તેટલી જમીન તેમજ કિનારાના ૮૦૦ ગામ તેને ભેટ આપે છે.
અહીં પરંપરાગત આયુધોનો નિર્દેશ મળે છે, જેવાં કે, અસિ, કૃપાણ, ભાલો, કોદંડ (ધનુષ્ય) ખગ, તૂણિર, નારાય, મોગ્ગર.
આ કૃતિમાં પ્રેક્ષણક, નૃત્ય, વાઘ, ચિત્રકળા, સ્થાપત્ય આદિ લલિત કળાઓના કેટલાક ઉલ્લેખો મળે છે. દેવાલયોમાં પ્રભુ સમક્ષ પૂજાના એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org