________________
વ્યાપાર માટે જળમાર્ગે પરદેશમાં જવાના ઘણા સંદર્ભો પ્રાકૃત સાહિત્યમાં મળે છે. અહીં પણ શ્રેષ્ઠિ ઋષભદત્ત ભરૂચથી વિવિધ વસ્તુઓ લઈને વ્યાપાર માટે સિંહલદ્વીપમાં જાય છે. ત્યાં સંજાણ, મિશ્ર, બબ્બર વગેરે બંદરોમાંથી વિવિધ વસ્તુઓ ભરેલાં વહાણોની આવનજાવન રહેતી હતી. બબ્બર બંદરેથી પરવાળા, પટ્ટસુત્ત; શિકોતર અને તેજ દ્વીપથી રેશમી વસ્ત્ર, દ્રાક્ષ, મંજિષ્ટ, ખજૂર; કરવાડ, ચોલ, કુંકણ, મલય, કટ વગેરે દ્વીપોમાંથી સુવર્ણ, કપૂર, નાળિયેર, હાથીદાંત, ફોફળ, હરિચંદન વગેરે સિંહલદ્વીપમાં આવતાં. અહીં ઋષભદત્ત શ્રેષ્ઠિના વહાણનું વિસ્તૃત વર્ણન મળે છે. વળી
જ્યારે વહાણ લાંગરે અને પ્રસ્થાન કરે ત્યારે થતી વિવિધ પ્રક્રિયાઓનું સૂક્ષ્મ ચિત્ર ઉપલબ્ધ થાય છે.
ગુપ્તચર ચંદ્રગુપ્ત રાજા પાસે વહાણનું વર્ણન કરતાં કહે છે – શ્રેષ્ઠિ ઋષભદત્તનું વહાણ ઊંચું, શ્વેત ધજાપતાકાથી સુશોભિત હતું. તેની ચારે બાજુ વાઉવટ્ટ-વાવટા ફરકતા હતાં, ઊંચી અટ્ટાલિકાઓ હતી તે ચારે બાજુ કવચથી સુરક્ષિત હતું. સ્થાને સ્થાને યોદ્ધાઓ હોવાને કારણે દુર્વાહ્ય હતું. તેના ત્રણ મોટા કૂવાથંભ, સાત સઢ અને ત્રીસ લોહમય લંગર હતાં. કૂવાથંભ પર યોદ્ધા માટે પાંજરાં હતાં જેમાં ચારે બાજુ અસ્ત્ર-શસ્ત્ર અને ફરતાં વિષમ યંત્રો હતાં. વિવિધ વસ્તુઓ ભરેલી વિસ હાટ હતી, પચાસ કાષ્ટગ્રહ તેમજ એક ઊંચું ભવન હતું. ચાર વાટિકા હતી, ૧૦ પ્રેક્ષાદાર અને વસ્ત્ર, ઇંધણ, અનાજ, ઘી, તેલ આદિ અગણિત માત્રામાં હતાં. (૨૨૨-૨૩૦)
જહાજમાં યુદ્ધ માટેની સામગ્રી તેમજ શસ્ત્રસરંજામના સંગ્રહના ઉલ્લેખ પરથી અનુમાન કરી શકાય કે જલમાર્ગે ચાંચિયાઓનો સામનો કરવો પડતો હશે. વહાણ તૂટી જવાથી કે અન્ય કોઈ દુર્ઘટનાને કારણે સમુદ્ર વચ્ચેના કોઈ ટાપુ પર આશ્રય લઈ રહેલ વ્યક્તિ ઊંચા વૃક્ષ પર વસ્ત્રચિહ્ન બાંધતી જેથી સમુદ્રમાં જતાં આવતાં વહાણોમાંથી કોઈકની નજર પડતાં સહાય માટે આવી શકે. આને ભિન્ન પોત કે ભગ્નપોત ધ્વજ કહેવાતો.
વહાણ માટે વિવિધ શબ્દ પ્રયોજાયા છે જે તેના પ્રકાર દર્શાવે છે જેવા કે– પવહણ, જાણપત્ત, વેડલા, ખુરપ્રિયા, બોહિત્ય, પોત, ખરકુલ્લા, આવર્ત, બેડાડંડ વગેરે.
વહાણના પ્રયાણ વખતે થતી ક્રિયા-પ્રક્રિયાનું સુંદર શબ્દચિત્ર આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org