________________
४३
કેટલાંક રીત-રિવાજો અને શુકન-અપશુકનના ઉલ્લેખો પણ જોવા મળે છે. જેમ કે નવજાત શિશુનું નામકરણ તેના જન્મના ૧ મહિના પછી કરવામાં આવતું (ગાથા ૨૦૪), કોઈકના પ્રયાણ વખતે દુઃખી થઈ રડવું, કંદન કરવું એ અમંગળ ગણાતું (૮૩૩), કુફ્ફટ સર્પનું દર્શન અપશુકન મનાતું (૬૫૨), છીંક આવે તો અનર્થના નિવારણ માટે તરત જ ઈષ્ટ દેવતાનું નામ લેવામાં આવતું (૨૮૪), સંતાનપ્રાપ્તિ માટે ઔષધિસ્નાન કરવામાં આવતું (૧૬૩).
આ કૃતિ વૈરાગ્ય ઉત્પન્ન કરનારી નિર્વેદકારી કથા હોવાને કારણે અહીં વિવિધ ઉત્સવો અને ક્રીડાઓના ઝાઝા ઉલ્લેખો મળતા નથી. વસંતના આગમનને વધાવવા નગરજનો અને રાજા ઉદ્યાનમાં જાય છે તેનો એક વાર ઉલ્લેખ થયો છે. અહીં જળક્રીડાનું વર્ણન મળે છે. (૫૦૩-૫૦૮). શીલવતીના વિવાહોત્સવની તૈયારીનું વર્ણન માત્ર એક જ ગાથામાં મળે છે જેમાં વિવિધ પ્રકારના ભોજ્ય પદાર્થોની તૈયારી, રસ્તાઓ પહોળા કરાવવા અને ભવનોને ધોળાવવાનો નિર્દેશ છે. (ગાથા. ૫૦૦).
ધાર્મિક ઉત્સવોના વિશેષ ઉલ્લેખ મળે છે. પરદેશથી ધનોપાર્જન કરી ક્ષેમ કુશળ-પુત્ર પાછો આવતા, દોહદપૂર્તિ માટે, મંદિરની પ્રતિષ્ઠાના પ્રસંગે અાલિકા મહોત્સવના ઉલ્લેખો મળે છે.
સંતાનોને શિક્ષણ આપવાની શરૂઆત પાંચમા વર્ષમાં થતી. પાંચમા વર્ષમાં પ્રવેશતી સુદર્શનને અભ્યાસ માટે ઓઝા શાળા એટલે કે ગુરુકુળમાં મોકલવામાં આવે છે. રાજા ગુરુને વિનંતીપૂર્વક કહે છે કે થોડા જ દિવસમાં આને લક્ષણ, છંદ અને કળાઓ શીખવાડો. અન્ય પ્રસંગે અશ્વશાસ્ત્ર (૨૪૬૫૩) સ્વપ્રશાસ્ત્ર (૧૭૭-૧૮૭), આકાશગામી વિદ્યા, સામુહિક જ્યોતિષ, મંત્રવિદ્યા આદિના ઉલ્લેખો મળે છે.
અર્થોપાર્જનનાં સાધનો લેખે કેટલાક વ્યવસાયના એકાદ બે નિર્દેશ મળે છે, જેમાં ધાતુવાદ, રસાયણવાદ, કૃષિકર્મ, ધૂમકર્મ, રસાંજન, કુમંત્રવાદ, વશીકરણ, ખન્યવાદ, વૈદક, ક્રય-વિક્રય, સોવર્ણિક, કાપડિયો, કંસારો વગેરેના નામોલ્લેખ મળે છે. ક્યારેક રાજયમાં અશાંતિ, અવ્યવસ્થા સર્જાય ત્યારે ઠગો, ધૂર્તો, તસ્કરો, ગ્રંથિછેદક, તફડંચી કરનારા વગેરે પ્રવૃત્ત બનતાં. (ગદ્યખંડ-૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org