________________
४२
કર્તા મનુસ્મૃતિના પ્રસિદ્ધ શ્લોકનો સીધો જ પ્રાકૃત અનુવાદ મર્ષિ વ એમ કરીને આપે છે.
बालत्तणम्मि ताओ भत्तारो जोयणम्मि रक्खेइ ।
विद्धत्तणम्मि पुत्तो सच्छंदाओ न नारीओ ॥ વળી સ્ત્રીઓ માટે પતિ જ દેવતા છે એમ કહેવાયું છે (ગાથા-૩૮૭). તેઓએ સંગ-કુસંગ, મંત્ર, કુકથાનો ત્યાગ કરવો, વિનોદરહિતતા અને ઘરકામની વ્યસ્તતામાં જ તેમનું સતીત્વ છે.
પુત્રીના લગ્નની ચિંતા રાજાને પણ સતાવે છે. આ પ્રસંગે કન્યાના માતાપિતાએ કયા કયા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેની વિગતો પણ નિરૂપાઈ છે. (૪૬૬-૪૭૪) સ્ત્રીઓ માટે લગ્ન કરવા અનિવાર્ય ગણાતા પરંતુ વૈરાગ્યમાર્ગે વળેલી સ્ત્રીઓ માટે કોઈ બંધન ન હતું.
ગુરુઓને વંદન કરવા ભૃગુકચ્છ જઈ રહેલી સુદર્શનાને તેના પિતાએ ૭૦૦ વહાણ ભરીને વિવિધ વસ્તુઓ આપી હતી તેની વિગતો રસપ્રદ છે. જેમાં ૧૦૦ વહાણ ભરીને વિવિધ વસ્ત્રો, ૧૦૦ વહાણમાં કપૂર, કસ્તૂરી, કુમકુમ, કાલાગર અને સુગંધિત ચંદનનાં પાત્રો, ૨૦૦ વહાણ ભરીને રત્નો તેમજ મૂલ્યવાન સુવર્ણપાત્રો, ૧OO વહાણમાં નિપુણ દાસીઓ તેમજ ગાયનવાદનમાં નિપુણ વિલાસિનીઓ, ૧૦૦ વહાણ ભરીને ઘી, તેલ, અનાજ, ઇંધણ-પાત્રો, ૩૦ વહાણ ભરીને ઈલાયચી, કંકોલ, તમાલપત્ર, સોપારી, નાળિયેર, ખજૂર, દ્રાક્ષ, જાતિફળ વગેરે, ૨૨ વહાણ ભરીને વિવિધ આયુધો જેવા કે લોહમય બાણ, ભાલા, મુગલ, તલવાર, ધનુષ્યબાણ, તીક્ષ્ણ શસ્ત્રો; ૩) વહાણમાં કવચયુક્ત યોદ્ધાઓ, સામંત, મંત્રી, ભૃત્ય વગેરે, ૮ વહાણ ભરીને વિવિધ શયનાસન જેમાં પાલખી, સુખાસન, તળાઈ, ઓશિકા, વસ્ત્રમંડપ (તંબુ) વગેરે પુત્રી માટે તૈયાર કરાવ્યાં. વળી જિતશત્રુ રાજા માટે સુવર્ણ, રત્ન, નેત્રાંશુ કપૂર તેમજ દ્રાક્ષ, ચંપક, હરિચંદન, જાતિફળ, ફોફળ વગેરે વૃક્ષોના રોપાઓ ભરીને પાંચ વહાણ તૈયાર કરાવ્યાં. (ગાથા ૮૧૩૮૨૪)
આના ઉપરથી સહેજે અનુમાન કરી શકાય કે લગ્ન વખતે પણ પુત્રીને આ રીતે જ સુવર્ણ, રત્ન, પાત્રો, વસ્ત્ર, વિવિધ સુગંધી દ્રવ્યો, મેવા વગેરે આપવામાં આવતા હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org