________________
ઉપદેશ અપાયો હોય તેવાં ઘણાં સ્થાનો છે. ઉપદેશ કે ધર્મનિરૂપણની એકપણ તક કવિ જવા દેતા નથી.
સુ ચ. માં વિવિધ પાત્રો દ્વારા દેવ અને ગુરુને વંદના કરતી વખતે કરાયેલ સ્તુતિ આ મુજબ છે. મુનિસુવ્રતસ્વામીની સ્તુતિ (૫૯-૬૬; પ૪૩૫૪૬; ૧૩૯૯-૧૪૧૨, ૧૨૫૮-૫૯.) સંસ્કૃતમાં, સુદર્શનાએ કરેલી ગુરુસ્તુતિ (૧૧૨૮-૩૧), સુદર્શનાદેવીની અપ્સરાઓ દ્વારા કરાયેલ સ્તુતિ (૧૪૪૦-૫૦; ૧૪૮૨-૮૩) નેમિજિનની સ્તુતિ (ગાથા ૧૬૦૪ પછી)
સુ. ચ. માં અન્ય ધર્મ વિષયક સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળતા નથી. કયાંક અછડતા ઉલ્લેખો જોવા મળે છે. ચોથા ઉદ્દેશકમાં ગૃહસ્થધર્મની ચર્ચા કરતા પુરોહિત જે વિચારો રજૂ કરે છે. તેમાં હિંદુ ધર્મના પ્રસિદ્ધ ગ્રંથ મનુસ્મૃતિની સ્પષ્ટ છાપ વર્તાય છે. (૩૫૯-૩૮૩)
મિથ્યાત્વની ચર્ચા કરતાં કવિ અનાયાસ જ ચાર્વાક દર્શનનો ઉલ્લેખ કરે છે. જેમકે- આ લોક અને પરલોકને નહિ ગણતો, જીવ-અજીવ, પુણ્ય-પાપને નહિ માનતો, પંચભૂતોને આત્મા માનનાર મિથ્યાત્વદષ્ટિવાળો છે. (૧૫૫૩). ધર્માર્થે ગિરિ, સરિતા, જલ, પૃથ્વી, પવન, તરુ, પશુઓને વંદન કરતો ધર્મના પરમ અર્થને નહિ જાણતો વિવેકરહિત છે. (૧૫૫૪) વળી વ્યંતર, મુગલ, ગ્રહ, ગોત્રદેવતા, પિતૃપૂજા (૧૫૫૬) આદિનો ઉલ્લેખ લોકધર્મ તરફ અંગુલિનિર્દેશ કરે છે. આ સિવાય અન્ય ધર્મવિષયક વિશિષ્ટ ઉલ્લેખો સુ. ચ.માં પ્રાપ્ત થતાં નથી. સુ ચ.માં નિરૂપિત સાંસ્કૃતિક વિગતો :
અશ્વાવબોધ અને શકુનિકા તીર્થની ઉત્પત્તિ તેમજ મહત્ત્વ દર્શાવતી આ કૃતિ મુખ્યત્વે બે રાજકુમારીના જીવનચરિત્રને વર્ણવે છે. તેથી સ્વાભાવિક રીતે જ અહીં જનસમાજના ચિત્રણની અપેક્ષાએ રાજપરિવારનું વિશેષ વર્ણન પ્રાપ્ત થાય છે. તેમ છતાંય તત્કાલીન સમાજ અને સંસ્કૃતિના જે કેટલાક અંશો અહીં ઝિલાયા છે તેની નોંધ આ પ્રમાણે છે.
કધર્મ તાર, ગલ, પ્રાર્થને ન
સમાજ:
સુ. ચ.માં ચાતુવર્ણ સમાજનો ઉલ્લેખ મળે છે. વળી કઈ વર્ણન લોકોએ કયાં કયાં કાર્યો કરવાં જોઈએ તેની નોંધ પણ મળે છે. (૩૭૨- અહીં સ્પષ્ટ રીતે મનુસ્મૃતિની અસર જોઈ શકાય છે. સ્ત્રીઓ વિશે વાત કરતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org