________________
३४
ખૂબ લાંબાં, નીરસ કે સમાસ પ્રચુર નથી પણ ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક આદિ અલંકારો યથોચિત પ્રયોગના કારણે તે હૃદયંગમ બની રહ્યાં છે. આ વર્ણનો કવિ સમય અનુસાર કરવામાં આવ્યાં છે. મનના ભાવોને ધ્યાનમાં રાખીને પ્રસંગ કે સ્થળનું વર્ણન કરાયું છે. જેમકે વિમલ પર્વત પર એકાકી, અપહૃતા શીલવતીને વન ભયાનક લાગે છે, તો પરિજનોથી વીંટળાયેલી અને કુતૂહલથી વિમલ પર્વત પર વિહાર કરતી સુદર્શનાને તે રમણીય લાગે છે. હુલ્લડગ્રસ્ત નગરનું પણ આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું છે. જેમકે
આવું અનપેક્ષિત અસંભવિત બની ગયેલું જોઈને ભય વિહ્વળ બનેલા સભાજનો એકાએક ખળભળી ઊઠ્યા. હાહાકાર યુક્ત કોલાહલ થયો, પ્રલાપ શરૂ થયો, આક્રંદ વધ્યું, નગરમાં કોલાહલ મચ્યો. ત્યારે તત્કાળ ઉત્પન્ન થયેલા ભયથી વિચલિત થયેલાં અને ખિન્ન, તરલ આંખો વાળા અનેક લોકો વિકલ્પ યુક્ત ઉપાયો વિચારવા લાગ્યા. ઠેક ઠેકાણે वृद्ध વણિકો ગુપચુપ મંત્રણા કરવા લાગ્યા. મંત્રીઓ તેમને રોકવા લાગ્યા, વસ્ત્ર સંચય કરનાર દોશી તફડંચી કરનારાઓથી આશંકા કરવા લાગ્યા,.... જાત જાતનાં કાંસાનાં વાસણોનો ખડકલો થવા લાગ્યો,....... દુકાનોને તાળાં વસાયાં, ચોરોનો પ્રભાવ વધવા લાગ્યો........'' (ગદ્યખંડ-૧)
અલંકારો ઃ- સુ. ચ.માં કવિએ વિવિધ અલંકારોનો પ્રયોગ કર્યો છે જેમાં ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, દષ્ટાંત, અર્થાંતરન્યાસ, વ્યતિરેક, સ્વાભાવોક્તિ, પરિસંખ્યા, યથાસંખ્ય, એકાવલી, શ્ર્લેષ, સંસૃષ્ટિ વગેરેનો સમાવેશ થાય છે. બહુધા સાદૃશ્યમૂલક અને શંખલામૂલક અલંકારો પ્રયોજાયા છે. ઉપમા, પરિસંખ્યા અને ઉત્પ્રેક્ષાનો વધુ પ્રયોગ જોવા મળે છે. ધર્મોપદેશ નિરૂપણમાં કવિએ પ્રસિદ્ધ અને પરંપરાગત ઉપમાઓ અને રૂપકનો પ્રચુરતાથી ઉપયોગ કર્યો છે.
ભાષા :- સુદર્શનાચરિત્રની ભાષા અન્ય શ્વેતાંબર પ્રાકૃત કથા કૃતિઓની સમાન જૈન મહારાષ્ટ્રી પ્રાકૃત છે. વળી તેમાં અપભ્રંશ ભાષાની પણ કેટલીક છાંટ અને તત્કાલીન બોલાતી ભાષાની અસર વરતાઈ આવે છે. ઘણા દેશ્ય શબ્દો પણ પ્રયોજાયા છે. ગુજરાતી ભાષામાં વપરાતા કેટલાક શબ્દોનું પ્રાચીન સ્વરૂપ પણ અહીં જોવા મળે છે.
સમગ્ર કથાકૃતિ જૈન ઉપદેશાત્મક રચના હોવાથી સ્વાભાવિકપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org