________________
વૈરાગ્યપરક ઉપદેશ (ગદ્યખંડ-૧૨).
કેટલેક સ્થળે સંસ્કૃત અને અપભ્રંશ ભાષાનો પ્રયોગ થયા છે. વ્યસ્ત સમસ્ત પ્રકારની પ્રશ્નોત્તરી પણ આપવામાં આવી છે (૨૬૧-૬૬). ક્યારેક ધર્મોપદેશના નિરૂપણમાં કવિ ૩$ , મળિ ૨ માપે, ૩રું ૨ ઋષિણિક, નિનામે વગેરે શબ્દ પ્રયોગ કરીને જે તે નિરૂપણને સમર્થન અને આધાર આપે છે.
વર્ણન - સુ. ચ.માં મહાકાવ્યની પરંપરા અનુસાર વિવિધ વર્ણનો પ્રયોજાયાં છે. જેમકે પ્રકૃતિવર્ણન, નગરવર્ણન, ક્રીડાવર્ણન, ઘટના વર્ણન, વ્યક્તિવર્ણન વગેરે. સુ. ચ. માં નીચે મુજબનાં વર્ણનો પ્રાપ્ત થાય છે.
પ્રકૃતિ વર્ણન - વર્ષાવર્ણન-(૩૧૩-૩૨૧); વસંત વર્ણન-(૪૯૫૫૦૧); ગ્રીષ્મવર્ણન-(૧૪૨૯-૧૪૩૬); વિમલ પર્વત પરના જંગલનું ભયાવહ વર્ણન-(પરર-પ૨૮); વિમલ પર્વત પરના જંગલનું રમણીય-વર્ણન (૮૫૮-૮૬૧); કોરંટ ઉદ્યાન વર્ણન-(૧૦૯૮-૧૧૧૨); સૂર્યાસ્ત ચંદ્રોદય વર્ણન-(૭૪૮-૭૫૬); સૂર્યોદય ચંદ્રોદય વર્ણન-(૭૯૪-૭૯૭).
સ્થળ વર્ણન - સિંહલદ્વીપનું વર્ણન (૯૧-૧00); શ્રીપુરનગર વર્ણન (૧૦૧-૧૧૨); અયોધ્યાનગરીનું વર્ણન (૪પર-૪૫૪); ભરૂચ નગર વર્ણન (૧૦૮૪-૧૦૯૫) સુવ્રતસ્વામિ મંદિર (સવલિયા વિહાર) વર્ણન (૧૩૧૫-૧૩૨૧.); - , ઘટનાઓનું વર્ણન - ક્રિીડા વર્ણન - હુલ્લડગ્રસ્ત નગરનું વર્ણન (ગદ્યખંડ-૧, ૨૮૮-૨૯૫); સુભટોની શસ્ત્રસજ્જતાનું વર્ણન - (ગદ્યખંડ૨); મરણાસગ્ન સમળીનો વિલાપ – (૩૨૮-૩૩૧); જલક્રીડા વર્ણન – (૫૦૨-૫૦૮); ભરૂચ પ્રયાણ કરતી સુદર્શનાનો વિદાય આપવા જઈ રહેલા રાજા અને લોકો તેમજ રસ્તામાં સર્જાતા કોલહલનું વર્ણન (૮૦૪-૮૦૯); વહાણોના પ્રયાણ સમયની પ્રવૃત્તિઓનું વર્ણન - (ગદ્યખંડ-૩; ૮૪૫-૮૪૮); વહાણો લાંગરવાના સમયની પ્રવૃત્તિઓનું વર્ણન (૧૦૬૦-૧૦૬૩);
વ્યક્તિવર્ણન - સુદર્શનાનું નખશિખ વર્ણન – (૨૬૯-૨૮૧). કામાસક્ત સ્ત્રીઓના દુર્ગુણોનું વર્ણન – (ગદ્યખંડ નં-૪,૫); (૮૯૧-૮૯૯, ૯૪૧-૯૪પ.); મુનિગણ વર્ણન – (૧૧૧૪-૧૧૨૪).
વિવિધ વર્ણનોમાં કર્તાની કવિત્વશક્તિ ખીલી ઊઠી છે. આ વર્ણનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org