________________
બોધિ આપજો. તે અનુસાર સુદર્શના જન્મ ચક્રમાં પરિભ્રમણ કરતાં વસંતસેનને વિદ્યાધર(ચંદ્રવેગ)ના જન્મમાં પ્રતિબોધિત કરી ધર્મમાર્ગે વાળે છે. ચારિત્ર્ય ગ્રહણ કરી તે ધર્મમાર્ગે પ્રયાણ કરે છે અને અવધિજ્ઞાનથી પધા ધાઈ અને તેના પુત્રને જાણીને તેમને પ્રતિબોધ કરવા તે વિમલશૈલ પર આવે છે. ત્યાં તેઓ ચંપકલતાને તેનો પૂર્વભવ જણાવે છે. રાજા મહાસન પણ પૂર્વભવનું વૃત્તાંત જાણીને લજ્જિત બની, મોહનો ત્યાગ કરી, ચારિત્ર્ય ગ્રહણ કરે છે. દેવી સુદર્શનાની નિત્ય પૂજા કરતી ચંપકલતા પણ હંમેશા દેવી સુદર્શનાની સેવામાં જ રહેવાનું નિદાન કરે છે. પરિણામે કિન્નરી બને છે.
આમ પહેલાં ઉદ્દેશકમાં ચંપકલતા કિન્નરીથી શરૂ થયેલી કથા અંતમાં તેની જ કથાથી પૂરી થાય છે. તેમાં પણ ઔચિત્ય જોવા મળે છે. કથાનું સમાપન ધનપાલે કરેલ સ્તુતિથી થાય છે.
રસ - સુ. ચ.નો પ્રધાનરસ શાંત છે. કરુણ, શૃંગાર અને વીરરસનું ગૌણરૂપે આલેખન થયું છે. બાણથી હણાયેલી મરણાસન સમળીનો વિલાપ (ગાથા ૩૨૮-૩૩૧) તેમજ અપહતા, એકાકી શીલવતીનું આક્રંદ (ગાથા પ૨૮-૫૩૨) કરુણરસનું અને વિજયકુમાર ખેચર વચ્ચેના યુદ્ધ પ્રસંગો(ગાથા ૫૧૮-પર૪)માં વીરરસનું નિરૂપણ જોવા મળે છે. વસંતોત્સવ દરમ્યાન જલક્રીડાના વર્ણનમાં શૃંગારરસની આછેરી ઝલક મળે છે. (ગાથા ૫૦૦-૫૦૮). સાધુયુગલ પાસેથી એકાગ્ર ચિત્તે નવકાર શ્રવણ કરી, સર્વ આસક્તિ અને બંધનો ત્યાગ કરી મૃત્યુ પામતી સમળી, શાંત ચિત્તે ચંદન રસથી મુનિ સુવ્રતસ્વામીની છબી આલેખી પૂજામાં મગ્ન બનતી શીલવતીના શબ્દચિત્રમાં શાંત રસની અનુભૂતિ થાય છે.
શૈલી :- સુ. ચ. માં સરળ અને પ્રાસાદિક શૈલી દૃષ્ટિગોચર થાય છે. અલ્પસમાસયુક્ત સંઘટના છે. ક્યાંક સમાચબહુલતા છે પણ માધુર્યના કારણે પદાવલિ ક્લિષ્ટ બનતી નથી. ગાથાબદ્ધ કાવ્યમાં વચ્ચે વચ્ચે ગદ્યખંડો પણ પ્રયોજાયા છે. નાનાં નાનાં વાક્યો દ્વારા જે તે વિષયનું અસરકારક અને તાદૃશ્ય નિરૂપણ કરવામાં આવ્યું છે. ક્યારેક વિશેષણોની હારમાળા સર્જીને કવિ ધારી અસર ઉપજાવે છે. ઉદા. રૂપે જોઈએ તો વિજયકુમારની પાલક માતા વિદ્યાધરી માટે પ્રયોજાયેલ વિશેષણો (ગદ્યખંડ૪); ચંદ્રવેગ વિદ્યાધરના પ્રતિબોધ માટે અપ્સરાઓ દ્વારા અપાયેલ ઉપાલંભ, (ગદ્યખંડ-૮) મહાસેન રાજાને ચંડવેગ મુનિ દ્વારા અપાયેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org