________________
પ્રતોલી દ્વારો ઉઘાડ્યાં હતાં, વજ સ્વામિનું કે જેમણે દર્શનના પ્રભાવથી દુર્ભિક્ષમાં પણ ચતુર્વિધ સંઘને ભક્ત-પાન આપ્યું હતું, દુર્ગતા નારીનું કે જેણે એક જ જિન પ્રણામથી દેવત્વ પ્રાપ્ત કર્યું હતું. અહીં માત્ર આ બધી કથાઓનો નામનિર્દેશ જ થયો છે.
શીલવતી અને વિજયકુમાર બંનેનાં કથાનકો તેમના મુખેથી જ અલગ અલગ કહેવાયાં હોવા છતાં એકસૂત્રતા જળવાઈ છે. શીલવતીનું અપહરણ થયા પછી વિમલશૈલ પર વિજયકુમાર અને વિદ્યાધરના યુદ્ધ પછી વિદ્યાધરની પાછળ ગયેલા વિજયકુમારના વૃત્તાંતથી તેમજ તે પછી બની ગયેલ ઘટનાઓથી શીલાવતી અનભિજ્ઞ હોય છે. તે જ રીતે વિજયકુમારના જીવનમાં બનેલી બધી જ ઘટનાઓ પહેલાં વર્ણવાઈ ન હતી જે વિજયકુમાર પોતાના કથાનકમાં વર્ણવે છે. એટલે શીલવતી-વિજયકુમારનું કથાનક સળંગ ન નિરૂપાતાં બંનેના મુખેથી કહેવાયું છે. આમાં ક્યાંક પુનરુક્તિ લાગે છે ખરી પણ બંને કથાનકો જુદી જુદી રીતે કહેવાયાં છે. તેથી કથાનકમાં આ સાહજિક રીતે જ ગૂંથાઈ ગયેલાં છે. આમ મુખ્ય કથાના જ એક ભાગરૂપે શીલવતી વિજયકુમારનું કથાનક અપાયું છે. અહીં તે કૃત્રિમ રીતે પ્રયોજાયું હોય તેમ લાગતું નથી.
ચંપકલતા કિન્નરીના કિસ્સામાં જોઈએ તો તેનો પૂર્વભવ પણ દર્શાવાયો છે. પ્રથમ ઉદ્દેશકમાં તેણે પૂછેલા પ્રશ્નના જવાબમાં સમગ્ર સુદર્શનાચરિત્ર વર્ણવાયું છે. પરંતુ મુનિ ચંડવેગ પોતે જ પોતાના અને ચંપકલતાના વિમલશૈલ પરના આગમનના પ્રયોજન વિશે કહેતાં જણાવે છે કે તેઓ ચંપકલતાને પ્રતિબોધ આપવા જ ત્યાં આવ્યા છે. વળી તે મુનિ ચંડવેગ પણ પોતાના પૂર્વજન્મની વાત કરે છે. આ બધાં પાત્રો ભૂતકાળમાં સુદર્શનાના જીવન સાથે સીધાં જ સંકળાયેલા હતાં. મુનિ ચંડવેગ એટલે સુદર્શનાનો કનિષ્ઠ ભ્રાતા વસંત સેન, ચંપકલતા કિન્નરી એ પૂર્વભવની પુરુષદત્ત રાજાની પુત્રી અને મહાસેન રાજાની વાગ્દત્તા. તેના બીજા પૂર્વભવમાં તે સુદર્શનાની ધાવ માતા પદ્મા હતી. મહાસેન રાજા પૂર્વભવમાં વસંતસેનનો સહાયક અને ધાવમાતા પદ્માનો પુત્ર હતો અને પૂર્વજન્મથી અનભિજ્ઞ એવો તે પૂર્વ જન્મની માતાને જ પરણવા માટે ઉત્સુક હતો. સુદર્શનાનો સૌથી નાનો ભાઈ વસંતસેન; તેનો સહાયક (પત્રાધાઈનો પુત્ર) અને પદ્મા ધાઈ એ ત્રણેએ કમલા સાથે સુદર્શનાને સંદેશો મોકલાવ્યો હતો કે જન્માંતરમાં અમને પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org