________________
કરવાનો તેમજ ધર્મોપદેશનો છે. કર્તાએ સ્વયં આ કૃતિને વૈરાગ્યભાવ ઉત્પન કરનારી નિર્વેદિની કથા તરીકે વર્ણવી છે. (ગા. ૭૭) પરંતુ આ હેતુ પરિપૂર્ણ કરવા માટે સાહિત્યિક કૃતિનું અવલંબન લીધું છે. સુ. ચ. ની સાહિત્ય કૃતિ તરીકેની કેટલાક વિશેષતાઓ નીચે મુજબ નોંધી શકાય. કથાવસ્તુ ગુંફન :
કવિએ આ કથાને “સમય-પ્રસિદ્ધ' “ચતુર્ગતિ ગમનનો નાશ કરનારી' કથા તરીકે ઓળખાવી છે. કથાની શરૂઆત ધનપાલ અને તેની પ્રિયાથી થાય છે. બહેનના મૃત્યુથી શોકાર્ત બનેલો ધનપાલ વારંવાર ઉજ્જયંત પર નેમિજિનના દર્શને જતો હોય છે. કુતૂહલ વશ તેની પ્રિયા તેને પ્રશ્ન કરે છે કે તમે ત્યાં કોઈ આશ્ચર્ય જોયું ? તેના જવાબમાં સમગ્ર કથાનક કહેવાયું છે.
મૂળ કથા સીધી જ શરૂ થતી નથી. ધનપાલને ચંપકલતા કિન્નરી પોતાના જીવન વિશે કહે છે તેની અંતર્ગત મુનિ દ્વારા મુખ્ય ચરિત્ર નાયિકાસુદર્શનાનું કથાનક કહેવાયું છે. તેની અંતર્ગત શીલવતી અને વિજયકુમારનું કથાનક વણી લેવાયું છે. સુદર્શનાની દેવગતિએ દર્શાવીને અંતે ફરી શરૂઆતના કથાનક સાથે અનુસંધાન કરી ચંપકલતાના પૂર્વભવ વિશે પણ જણાવાયું છે અને તે દ્વારા કથાને સંકેલી લેવાઈ છે.
આ પ્રકારના ઉપદેશાત્મક ચરિત્ર કાવ્યોમાં સામાન્ય રીતે પ્રચુર પ્રમાણમાં અવાંતર કથાઓ સમાવિષ્ટ થયેલી હોય છે. પરંતુ સુદર્શના ચરિત્રમાં એક પણ ઉદાહરણરૂપ અવાંતર કથા આપવામાં આવી નથી. સુદર્શનાના મુખ્ય કથાનક સાથે જોડાયેલ શીલવતી-વિજયકુમારનું ગૌણ કથાનક આપવામાં આવ્યું છે. અશ્વાવબોધ તીર્થનું મહત્ત્વ દર્શાવવા તેની કથા પણ સંક્ષિપ્તમાં આપવામાં આવી છે. સમ્યમાં લક્ષણો દર્શાવી તેના ઉદાહરણ સ્વરૂપે કથાનકોનાં નામ અપાયાં છે, પણ તેની કથા આપવામાં આવી નથી. જેમકે નિઃશંક માટે સુપુત્રનું ઉદાહરણ, નિઃકાંક્ષા માટે અમાત્ય જિનધર્મ ફળ પ્રતિ સંદેહ ન હોવા માટે આકાશગામી વિદ્યાગ્રહણ માટે ચોરોનું, અવમૂઢ દૃષ્ટિ માટે સુલસાનું, ચારિત્ર, જ્ઞાન, દર્શન પ્રશંસા, શંસા માટે દમકમુનિ-અભયકુમારનું, તપ, શીલ, વિરતિ માટે, સ્થિરસમ્યક્ત માટે રથનેમિ રાજિમતિનું, મુનિ શીલ પ્રભાવ માટે સુભદ્રાનું કે જેણે ચંપામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org