________________
અપહૃતાનું એકાકી બનવું.
(૬) પૂર્વભવની માતા સાથે લગ્ન કરવા જતા માર્ગમાં વિજ્ઞ– સાચી વાતની જાણ થવી–વૈરાગ્ય, ચારિત્ર્યગ્રહણ
(૭) પુત્ર દ્વારા પિતા પર પ્રહાર થવો સાચી વાતની જાણ થતાં પુત્ર દ્વારા પશ્ચાતાપ.
(૮) પુત્રાર્થે બાળકનું અપહરણ કરવું–તે યુવાન થતાં પાલક માતા દ્વારા કામયાચના–સંઘર્ષ.
સુદર્શનાચરિત્રમાં પ્રાપ્ત થતાં ઉપર્યુક્ત કથાઘટકોમાંથી સુ. ચ. ના મુખ્ય કથાઘટક “તિર્યંચને મૃત્યુ સમયે નવકારમંત્રશ્રવણ–પરિણામે દેવરૂપે અથવા રાજકુટુંબમાં જન્મ” વિશે પ્રાકૃત સાહિત્યમાં મળતા અન્ય ઉલ્લેખો આ મુજબ છે.
વિમલસૂરિ કૃત પઉમચરિયું (૨. સં. લગભગ ઈ. સ. ની ત્રીજીચોથી શતાબ્દી)માં આ કથાઘટકના બે ઉલ્લેખો (૬/૧૦૫; ૪૪૫૫ માં) મળે છે. ચઉપન્નમહાપુરિસ ચરિયું (૨. સં. ૯૨૫)માં પાર્શ્વ સ્વામીના ચરિત્રમાં કમઠ તપસ્વીના પ્રસંગમાં આ કથાઘટક મળે છે. મહાવીર ચરિત્રની પરંપરામાં પણ કંબલ-સંબલ દેવના પ્રસંગમાં આ કથાઘટકનું નિરૂપણ જોવા મળે છે. (૪આ. ચૂર્ણિ-પૃ. ૨૮૦, આવશ્યકપ નિર્યુક્તિ, વિશેષાવશ્યક ભાષ્ય, કલ્પસૂત્રવૃત્તિ અને મહાવીર ચરિત્ર વિષયક વિવિધ કૃતિઓમાં પણ આ પ્રસંગ જોવા મળે છે.) દેવભદ્રાચાર્ય કૃત કથાર–કોશ(૨. સં. ૧૧૨૫)માં શ્રીદેવરાજાના વૃત્તાંત અંતર્ગત આ કથાઘટક પ્રાપ્ત થાય છે. (પૃ. ૧૧૬૧૧૭). આખ્યાનક મણિકોશ વૃત્તિ(૨. સં. ૧૧૯૮) અંતર્ગત ગોકથાનક, પડયાખ્યાનક અને ફણાખ્યાનક તેમજ વાસુપૂજય ચરિત્ર ૨૦ (૨. સં. ૧૨૯૯)માં રોહિણી(દુર્ગધા)ના કથાનકમાં આ કથાઘટક ઉપલબ્ધ થાય છે.
ઉપર્યુક્ત કથાઘટક સિવાયના અન્ય કથાઘટકો જૈન સાહિત્યમાં અંત્યત પ્રસિદ્ધ છે અને એક યા બીજા સ્વરૂપે અનેક કથાઓમાં પ્રયોજાયેલા જોવા મળે છે. સાહિત્યિક મૂલ્યાંકન
પ્રસ્તુત કૃતિને મુખ્ય હેતુ શકુનિકાવિહાર તીર્થની મહત્તા સ્થાપિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org