________________
સુવ્રતજિનની પૂજા કરતી, સુદર્શનાનું સ્મરણ કરતી, સમય પસાર કરવા લાગી. પોતાના મરણને જાણી તેણે વિચાર્યું કે જિનપૂજાનું જો કોઈ ફળ હોય તો હું સુદર્શના દેવીના ચરણે જાઉં. આમ નિદાન બંધ કરી મરીને તે કિન્નરી બની. મોહથી મોહિત બનેલી મનુષ્યત્વ અને સમ્યક્તથી વર્જિત એવી તે જિનેન્દ્ર ક્ષેત્રમાં ફર્યા કરે છે. (૧૫૮૪-૧૫૮૮).
હે ભાઈ ! આજે તે શ્રી નેમિનિના વંદન નિમિત્તે આવી છે તે ચંપકલતા હું છું. આ મારું કથાનક છે. મનુષ્યત્વ અને જિનધર્મ પામીને મોક્ષસુખ સ્વાધીન હોવા છતાં નિદાન દોષના કારણે હું કિન્નરપદ પામી. (૧૫૮૯-૧૫૯૬).
તેણે ધનપાલને કહ્યું – “મેં તને મારું અને સુદર્શના દેવીનું ચરિત્ર કહ્યું. તું જોકે કે તારું આ દેવ-દર્શન નિષ્ફળ ન જાય. દેવી સુદર્શનાનું ચરિત્ર રચજે. દેવી સરસ્વતીના પ્રભાવથી તને સ્વયં શક્તિ મળશે.” આમ કહી તે આકાશમાં ઊડી ગઈ. (૧૯૫૭-૧૬૦૦). "
ધનપાલ પણ સવારે જાગીને જિનપૂજા કરી ઘેર પાછો આવ્યો. પ્રિયાની પૃચ્છાના જવાબમાં તેણે આ સમગ્ર કથા કહી. ધનપાલની વાત સાંભળીને તેની પ્રિયાએ પણ નેમિનિને પ્રણામ કરવાની ઈચ્છા દર્શાવી. ધનપાલે તેના આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. વસંત સુદ તેરસે ગિરનાર ( ઉયંત પર્વત) પર જઈ નેમિનિની પંચવિધ પૂજા કરી, ભાવપૂર્વક સ્તુતિ કરી તેઓએ ભક્તિપૂર્વક પ્રણામ કર્યા. (૧૬૦૧-૪) “સુદર્શન ચરિત્ર”માં પ્રાપ્ય કથાઘટકો :
(૧) તિર્યંચને મૃત્યુસમયે નવકારમંત્રશ્રવણ, પરિણામે દેવરૂપે અથવા રાજકુટુંબમાં જન્મ.
(૨) અપશુકનની શંકાને કારણે નિરપરાધી પ્રાણીની હત્યા કરવીપછીના જન્મમાં તેનું ફળ ભોગવવું.
(૩) ચિત્ર જોઈને અનુરાગી થવું અને લગ્ન માટે સંમતિ આપવી.
(૪) કુળદેવી દ્વારા પિતાને જાણ થવી કે પોતાની પુત્રી સાધ્વી થશે, તે વાતનું વિસ્મરણ–લગ્ન માટે પ્રયત્ન—નિષ્ફળતા.
(૫) વિદ્યાધર દ્વારા સુંદર સ્ત્રીનું અપહરણ–અન્ય સાથે યુદ્ધ થતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org