________________
સુદર્શનાનો નાનો ભાઈ વસંતસેન સિંહલ દ્વીપમાં રાજય કરીને સમય જતાં તપ-ચરણ સ્વીકારીને વિવિધ દેવ-મનુષ્ય સુખ ભોગવતો અત્યારે વૈતાઢ્યમાં દક્ષિણ એણિમાં ચંદ્રરથ નામના નગરમાં ચંદ્રવેગ નામનો વિદ્યાધર બન્યો. એક વાર ક્રીડા કરતો કરતો તે ભરૂચમાં સવલયાવિહારમાં પહોંચ્યો. ત્યાં પ્રેક્ષણકનો આરંભ થયો. ત્યારે દેવી સુદર્શના દ્વારા સંકેત કરાયેલી અપ્સરાએ તેને ઉપાલંભ આપતાં કહ્યું કે, વિષયસુખના અભિલાષી, મિથ્યાત્વ તિમિરપટલથી અંતરાય યુક્ત આંખોવાળા પ્રત્યક્ષ હોવા છતાં આત્મહિતને જોતા નથી. વારંવાર કહેવાતા છતાં સાંભળતા નથી. (૧૪૬૫ગદ્યખંડ-૮). આ સારગર્ભ વચનો સાંભળી વિદ્યાધર મનમાં વિચારતો હતો ત્યાં તો તેના પ્રતિબોધન અર્થે સ્વયં સુદર્શના દેવીએ કહ્યું કે, પૂર્વભવમાં તું ચંદ્રગુપ્ત રાજાનો પુત્ર હતો ત્યારે તે મને બોધિ આપવા કહ્યું હતું. આ સાંભળી વિદ્યાધરને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. (૧૪૮૫-૮૭).
ત્યારે શેત્રુંજયમાં યોજાયેલ સમવસરણમાં વીર જિનેન્દ્ર સમોસર્યા. વિદ્યાધરે તેમની પાસે ભાવપૂર્વક દીક્ષા સ્વીકારી તે સાધુ અત્યારે તારા (ચંપકલતાના) પ્રતિબોધન માટે અહીં આવ્યો છે તે હું ચંદ્રવેગ મુનિ છું. (૧૪૮૮-૧૪૯૫). સુદર્શનાની ધાવ માતા પદ્મા મરીને ભવસમુદ્રમાં ફરીને અત્યારે પાટલિપુત્રમાં પુરુષદત્ત રાજાની પુત્રી છે. સંવેગભાવવાળી તે પરિણય ન હતી ઇચ્છતી. દેવીએ તેને તૈના પ્રતિબોધન અર્થે વિમલશૈલ જવા માટે પાદુકાયુગલ આપ્યાં હતાં, તે તું (ચંપકલતા=પૂર્વભવની ધાવમાતા પદ્મા) અહીં આવી છે. ત્યારે જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થતાં તેણે પોતાના પુત્ર વાસવદત્ત વિશે પૃચ્છા કરી. પ્રત્યુત્તરમાં મુનિએ જણાવ્યું કે ભવાટવીમાં ફરતો ફરતો તે વાસવદત્ત અત્યારે સકળશૈલ પાસે આવેલ મલયનગરીનો દુષ્ટમતિ મહાસેન નામનો રાજા છે. તારી સાથે પરિણય માટે સમુદ્રમાર્ગે આવી રહેલ તેનું વહાણ તૂટતાં તે પણ અહીં આવ્યો છે. તેને જોઈને ક્ષણમાં જ મદનાતુર બનેલો તારા રૂપને જોતો તે આ કિકેલી વૃક્ષ પાછળ છુપાયો છે. (૧૪૯૬૧૫૦૬). પોતાનું ચરિત્ર સાંભળી લજ્જિત બનેલો તે મહાસેન રાજા સાધુને શરણે આવ્યો, અને પોતાને જિનધર્મ આપવા વિનંતી કરી. મુનિએ તેને ઉપદેશ આપ્યો. તેણે જિનદીક્ષા સ્વીકારી પરિગ્રહ અને આરંભનો ત્યાગ કર્યો. કાળ કરીને તે અનુત્તર વિમાનમાં સુખ પામ્યો (૧૫૦૭-૧૫૮૩). ચંપકલતા પણ સુદર્શના દેવીના મોહથી પ્રતિદિન પાદુકારૂઢ થઈ મુનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org