________________
२६
ત્યારબાદ સુદર્શનાએ જિનધરના વહીવટ માટે યોગ્ય અર્થવ્યવસ્થા કરી. (૧૩૪૬-પ૩) કુશળ માણસોની નિયુક્તિ કરી વિપુલ શાસન લખાવ્યું. (૧૩૫૪-૭૧) સુદર્શનાનું સુરલોકગમન વર્ણન નામક અગિયારમો ઉદ્દેશક :
આમ જિનમંદિરની સંપૂર્ણ રીતે પ્રતિષ્ઠા કરાવી સુદર્શના રોજ ત્યાં જઈ વિધિપૂર્વક પૂજા કરતી હતી. શીલવતીના સૂચન મુજબ તપ-વ્રતાચરણ કરવા લાગી. વિવિધ તપ જેવાં કે આંબલ, નિજસિંહ, પરમભૂષણ, રત્નાવલિ, મુક્તાવલિ, ભદ્ર, મહાભદ્ર, સર્વતોભદ્ર આદિ તપ કરતાં તેણે ૬૦ વર્ષ પૂરાં કર્યા. (૧૩૭૨-૮૩)
એક વાર તેણે કમલાના આગમનના સમાચાર જાણ્યા. કમલાએ તેને પ્રણામપૂર્વક જણાવ્યું, “હે સ્વામિની, તારા કુશળ સમાચાર, મુનિઓને પ્રણામ આદિ મેં તારા પિતાને જણાવ્યું. તાશ કનિષ્ઠ બંધુ વસંતસેનને પોતાનું રાજ્ય સોંપી તેમણે સપરિવાર દીક્ષા સ્વીકારી છે. તારા બંધુ વસંતસેને સંદેશો મોકલાવ્યો છે કે તારે આ ભવાંતરમાં તેને બોધ આપવો. તારી ધાવ માતા પદ્માવતીએ અને તેના પુત્ર વાસવદત્તે પણ સંદેશો પાઠવ્યો છે કે તેમને પણ તમારે જિનધર્મ બોધ આપવો.” (૧૩૮૫-૯૧).
પછી એક વાર તેણે કેટલાંક શારીરિક ચિહ્નો દ્વારા પોતાના મૃત્યુ સમયને નજીક જાણી સર્વ નગરજનોની ક્ષમાપના માંગી, દાન, પૂજન કરાવ્યાં. ફાગણ પૂર્ણિમાએ વિધિપૂર્વક અનશન સ્વીકાર્યું. (૧૯૯૨-૧૪૨૮). (ગ્રીષ્મ વર્ણન ૧૪૨૯-૧૪૩૬) તત્પશ્ચાત્ ભાવના ભાવિત કરતી સુદર્શના વૈશાખ સુદ પંચમીએ જિનધર્મ ધ્યાનથી મરીને ઈશાનસુરવિમાનમાં ઉત્પન્ન થઈ. (૧૪૩૭-૫૦) ચંપકલાકિન્નરી-નિદાનબંધ નામક બારમો ઉદ્દેશક :
તે પછી શીલવતી પણ પંચમહાવ્રત ગ્રહણ કરીને અખંડ વ્રતનિયમ પાળતી ત્યાં રહેવા લાગી. આયુષ્ય ક્ષીણ થતાં અનશન વિધિથી મરીને ઈશાન વિમાનમાં ઉત્પન્ન થઈ. તેનું આ ચરિત્ર મુનિસુવ્રતના તીર્થમાં વીત્યું. આમ ભરૂચમાં રહેલા સવલિયા વિહારના કાળનું પ્રમાણ ૧૧ લાખ ૯૪ હજાર નવસો બોત્તેર વર્ષનું છે, તેમ મુનિએ ચંપકલતાને જણાવ્યું. (૧૪૫૧૧૪૬૪).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org