________________
બોધ આપી વિહરતા, સાડા આઠ હજાર વર્ષ સુધી ધર્મને પ્રગટ કરતાં, જેઠ કૃષ્ણ નવમીના દિવસે પરમપદને પામ્યા. (૧૨૪૮-૧૨૬૪).
ત્યારે મુનિસુવ્રત જિનેશ્વરે જ્યાં અશ્વને પ્રતિબોધિત કર્યો તે સ્થળ અશ્ચાવબોધ તીર્થ તરીકે વિખ્યાત છે, તો અહીં તેમનું મંદિર કરાવવું યોગ્ય છે. આમ કહી મંદિર કરાવવાથી થતા લાભપુણ્ય દર્શાવી મુનિએ સુદર્શનાને મંદિર બનાવવા પ્રેરણા, ઉપદેશ આપ્યો.
તે પછી ગુરુએ મંદિર કરાવવા માટેની અધિકારી વ્યક્તિ અને ક્રિયાવિધિ દર્શાવ્યાં. વળી જિનાલયમાં વિવિધ વસ્તુઓનું દાન આપવાથી થતો લાભ વિસ્તૃત રીતે જણાવ્યો. (૧૨૬૫-૧૨૯૪). જિનભવન-નિર્માણ વર્ણન નામક દશમો ઉદ્દેશક :
મુનિવરોએ આપેલ ઉપદેશ ભાવપૂર્વક સાંભળીને વિધિપૂર્વક પ્રણામ કરીને સુદર્શના પરિજનો સહિત પાછી ફરી. તેણે કમલાને સિંહલદ્વીપ મોકલી પોતાની આ કુશળ પ્રવૃત્તિ માતા-પિતાને જણાવવા આદેશ આપ્યો. (૧૨૯૫-૧૨૯૯).
પછી રાજસુતાએ શુભ દિવસે શુભ નક્ષત્રમાં આગમવિધિ પ્રમાણે સર્વ નગરજનોને સન્માનિત કરી સુંદર જિનઘર બનાવવા માટે સૂત્રધારને વિનયપૂર્વક પ્રાર્થના કરી. ઋષભદત્ત શ્રેષ્ઠિને તેના સહાયક તરીકે નીમી વિધિપૂર્વક જયણાથી જિનાલય કરાવવા વિનંતી કરી (૧૩૦૦-૧૩૦૫). ઋષભદત્ત પણ સૂત્રધાર સાથે સમવસરણ સ્થળે જઈને વ્યવસ્થા સંભાળી. જિન ભવન નિર્માણનો પ્રારંભ થતાં જ સુદર્શના ત્યાં પ્રતિ દિવસ જવા લાગી. દીનદુઃખીઓને દાન આપતી તે સતત જનહિતના કાર્યો કરાવવા લાગી. નિપુણ કારીગરોને સન્માનિત કરતી, પ્રોત્સાહિત કરતી વિશેષ મૂલ્ય આપવા લાગી અને છ જ મહિનામાં નિર્વિઘ્ન ઊંચું જિનભવન બની ગયું (૧૩૦૬-૧૩૧૪). ૧ ગાઉ પ્રમાણ ભૂમિતલને સ્ફટિક શિલાથી જડીને તેની ઉપર સુવર્ણ, વિવિધ મણિ-રત્નોથી શોભાયમાન એવો સિહકર્ણપ્રાસાદ કરાવ્યો. સૌમ્ય જિનબિંબ અને રમણીય ૨૪ જિનાલયો કરાવ્યાં (૧૩૧૫૧૩૨૬). મુનિઓએ દર્શાવેલ વિધિ મુજબ પ્રતિષ્ઠા કરાવી, નંદિતૂર વગાડાવ્યો, ગાયન-વાદન અને નૃત્ય કરાવી મોટો ઉત્સવ કર્યો. (૧૩૨૭૧૩૪૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org