________________
२४
પ્રતિબોધન અર્થે પ્રથમ અહીં (ભૃગુકચ્છ) આવ્યા. તીર્થંકર નગર બહાર સમોસર્યા છે, તે જાણી રાજા જિતશત્રુ પરિવાર સાથે પ્રણામ કરવા ત્યાં પહોંચ્યા. ઘોડા પર આરૂઢ થયેલ જેવો તે રાજા સમોવસરણ ભૂમિમાં પ્રવેશ્યો કે જગદ્ગુરુનો મધુર અવાજ સાંભળી ઘોડો હણહણ્યો. સર્વ ગાત્રથી ઉલ્લાસિત તે ઘોડાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં અને જિનચરણે જવા માટે તે પ્રયત્ન કરવા લાગ્યો. (૧૨૨૦-૧૨૨૬)
જિનવરને પ્રણામ કરી, યોગ્ય સ્થાન ગ્રહણ કરી અવસર મળતાં રાજાએ પૂછ્યું કે તિર્યંચ પણ આપની વાણી સાંભળીને ઉલ્લાસ પામે છે. તો કહો કે આપની વાણી સાંભળી મારો ઘોડો ભાવોલ્લાસિત અવસ્થાને કેવી રીતે પામ્યો ? ત્યારે તીર્થંકરે (મુનિ સુવ્રત સ્વામીએ) સમ્યક્ત્વમાં સંશયવાળા જડ લોકો કેવી રીતે સંસારમાં ભમે છે તે જણાવતાં અશ્વનો પૂર્વભવ વર્ણવ્યો. (૧૨૨૭-૩૦)
ભરત ક્ષેત્રમાં આવેલા પદ્મિની ખેટકમાં જિનધર્મ મતમાં કુશળ જિનધર્મે શ્રેષ્ઠિ રહેતો હતો. તેને સાગરદત્ત નામનો મિત્ર હતો. મિત્ર સ્નેહવશ તે પણ જિનધર્મમાં રુચિ દાખવવા લાગ્યો. એક વાર ધર્માચાર્યના વચનથી તેણે જિનાલય કરાવી મૂર્તિ સ્થાપિત કરાવી (૧૨૩૧-૩૫). અન્યદા શૈવોએ નિમંત્રણ આપતાં તે શિવભવનમાં પહોંચ્યો. ત્યાં તેણે ઘીના કમળથી પૂજા થતી જોઈ. ત્યારે તેની સાથે ચોંટેલી કીડીઓ પણ નાશ પામતી હતી. આ જોઈ દયાવશ તેણે કીડીઓની રક્ષા કરવા કહ્યું. તેથી ક્રોધિત થયેલ શૈવોએ તેને અપમાનજનક વચનો કહ્યાં. પરિજનોથી લજ્જા પામતો દુભાયેલા મનવાળો તે સાગરદત્ત શ્રેષ્ઠિ પોતાના ભવનમાં ગયો. પછી તે આર્તધ્યાનમાં ચિત્તવાળો બન્યો. આયુષ્ય ક્ષીણ થતાં મરીને તિર્યંચ યોનિમાં જન્મ્યો (૧૨૩૬-૧૨૪૭). ભવસમુદ્રમાં ભ્રમણ કરતો તે તારો પટ્ટ અશ્વ બન્યો છે. પૂર્વ ભવમાં બોલાયેલ વચનો ફરી સાંભળી તેને જાતિજ્ઞાન ઉત્પન્ન થયું છે.
આ સાંભળી રાજાએ ઘોડાની લગામ-પલાણ ઉતારી તેને પોતાના મિત્ર તરીકે સંબોધ્યો. ધર્મ સ્વીકારીને જિન નવકારને મનમાં ચિંતવતો મરીને તે અશ્વ નિયમ સહિતનો મહર્ધિક દેવ બન્યો. અવધિજ્ઞાન પ્રયોજી પૂર્વ જન્મ જાણી, પોતાના કલેવરને જોતો, જિનનો ઉપકાર માનતો, તેમના ચરણે નમ્યો. પ્રેક્ષણક સાથે સ્તુતિ કરી તે પોતાના આવાસે ગયો. ભગવાન પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org