________________
ગતિવાળો ગજેન્દ્ર એક દિવસમાં જેટલું અંતર કાપે તેટલી જમીન સુદર્શનાને આપી. વળી સમુદ્રકિનારાની બંને બાજુના ૮૦૦, ૮૦૦ ગામ ભેટ આપ્યા. (૧૦૭૫-૮૩)
સન્માનિત થયેલ સુદર્શના નગરમાં પહોંચી. (નગર વર્ણન ૧૦૮૪૯૬). નગરના લોકો દ્વારા વિવિધ પ્રકારે માન પામતી, નમન કરાતી, શ્લાઘા પામતી સુદર્શના પૂર્વે જ્યાં તેને ઉપદેશ મળ્યો હતો, તે ઉદ્યાન તરફ જવા પ્રવૃત્ત થઈ. (૧૦૯૭-ગદ્યખંડ) (ઉદ્યાન વર્ણન ૧૦૯૮-૧૧૧૧) પૂર્વે પોતે જે સ્થળે મરણ પામી હતી તે જોયું. પૂર્વ જન્મને યાદ કરતી દુરાંત સંસાર વિશે મનમાં વિચારતી તેણે મુનિ પાસે પહોંચી વિધિપૂર્વક પ્રણામ કરી સ્તુતિ કરી. (૧૧૧૨-૩૨).
ધ્યાનમાંથી નિવૃત્ત થઈને મુનિએ તેને આશીર્વાદ આપ્યા. નવકારલાભ અને નિયમના ફળનું મહત્ત્વ દર્શાવતાં કહ્યું કે તેના કારણે જ તે તિર્યંચમાંથી રાજપુત્રી બની, અસાધ્ય એવું જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત કરી બોધિ પામી. (૧૧૩૩-૧૧૪૬).
પછી મુનિએ વિસ્તૃત રીતે જ્ઞાન-દર્શન-ચારિત્ર વિશે સમજાવી તેની મહત્તા જણાવી. જયાં સુધી આ ચંચળ જીવન છે, ત્યાં સુધી જિનધર્મ પાળી આત્મકલ્યાણ કરવા, જિન ભવન, જિનબિંબ, ચતુર્વિધ સંઘની પૂજા, જ્ઞાનની ભક્તિ અને જિનકથિત દાન આપવા વિશે ઉપદેશ આપ્યો. (૧૧૪૩૧૧૯૮). વળી અશ્વાવબોધ તીર્થમાં સમવસરણ સ્થાનમાં જિનમંદિરનું નિર્માણ કરાવવા માટે તેને ઉપદેશ આપ્યો અને અશ્વાવબોધતીર્થનું મહત્ત્વ દર્શાવવા તેની કથા કહી. (૧૧૯૯-૧૨૦૩).
“જબૂદ્વીપમાં મગધ દેશમાં સુમિત્ર નામનો રાજા હતો. તેની પદ્માવતી નામની પત્ની હતી. મુનિસુવ્રત જિનેન્દ્ર શ્રાવણ પૂર્ણિમાએ પ્રાણત કલ્પમાંથી તેના ઉદરમાં પ્રવેશ્યા અને જેઠ વદ અષ્ટમીએ શ્રવણ નક્ષત્રમાં તે જન્મ્યા. સાડા આઠ હજાર વર્ષ સુધી બાલભાવમાં ક્રીડા કરી, પચાસ હજાર વર્ષ સુધી રાજ્ય પાળી, ત્યજી દીધું. ફાગણ સુદ બારસે શ્રવણ નક્ષત્રમાં અપરાતેં તેમને જ્ઞાન ઉત્પન્ન થયું, ત્યારે તેઓ સકળ લોકાલોકને પવિત્ર અને વિમળ જ્ઞાનથી જોવા લાગ્યા. (૧૨૦૪-૧૨૧૯)”
તેમનો પૂર્વ ભવનો મિત્ર જે કર્મવશાત્ ઘોડો બન્યો હતો તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org