________________
२२
કર્યું. (૯૫૦-૯૬૧)
આ વૃત્તાંત સાંભળી કમલાએ પૂજા કરવા ગયેલી શીલવતીને વધામણી આપી કે તારો વર વિજયકુમાર ઉગ્ર તપ કરતો અહીં જ નિવાસ કરે છે. કમલા સાથે ત્યાં પહોંચી શીલવતીએ વિજયકુમારને ભાવપૂર્વક પ્રણામ કર્યા. પછી મુનિએ રાજસુતાને જિનધર્મ પાલન કરવા અંગે તેમજ દાન, શીલ, તપ, ભાવન ધર્મ વિશે વિસ્તૃત ઉપદેશ આપ્યો. ત્રણ પ્રકારનું દાન—શાનદાન, અભયદાન અને ભત્ત-પાન-સ્થાન દાન વિશે જણાવી તેની મહત્તા સમજાવી. (૯૬૨-૧૦૧૮). આમ ચતુર્વિધ ધર્મની પ્રરૂપણા કર્યાં પછી મુનિએ રાજસુતાને વિમલશૈલ ૫૨ મુનિસુવ્રત જિનેન્દ્ર ભવન કરાવવા અનુરોધ કર્યો (૧૦૧૯-૩૮). સાધુનું આ વચન સ્વીકારી રાજસુતાએ એક જ દિવસમાં સ્ફટિક શિલાવાળું, ઊંચું, મનોહર, પ્રચુર શિખરાકર્ણ સુમેરુ નામનું ભવન બનાવડાવ્યું. (૧૦૩૯-૪૩). ભવન નિર્માણ કરાવી, મુનિને પ્રણામ કરી સુદર્શનાએ ભરૂચ નગરી પ્રતિ પ્રયાણ’ કર્યું.
પૂર્વ ભવ-પરિચિત-મહામુનિદર્શન; જિનભવન નિર્માણ-ઉપદેશ વર્ણન નામક નવમો ઉદ્દેશક :
થોડા દિવસમાં જ વહાણોનો સમૂહ નર્મદાકિનારે પહોંચ્યા. આ જોઈને લોકો વિચાર કરવા લાગ્યા કે સિંહલાધિપતિ ચઢી આવ્યો કે શું ? તરત જ ત્યાં યુદ્ધની તૈયારી થવા લાગી. હાથી, ઘોડા, રથ, યોદ્ધાઓથી સજ્જ જિતશત્રુ રાજા બંદરે પહોંચ્યો. દૂરથી આ જોઈ સુદર્શનાએ ઋષભદત્તને તેનું કારણ પૂછતાં જાણ્યું કે કંઈક ગેરસમજ થઈ લાગે છે. તેણે તરત જ ઋષભદત્તને વૃત્તાંત જણાવવા મોકલ્યો. (૧૦૪૪-૫૮). પોતાની ઓળખ આપી શ્રેષ્ઠિએ રાજાને રાજસુતા સુદર્શનાના આગમનનો સમગ્ર વૃત્તાંત જણાવ્યો. દરમ્યાન વહાણોનો સમૂહ આવી પહોંચ્યો. સ્તુતિ કરાતી સુદર્શના શીલવતી સાથે રાજા પાસે પહોંચી, યોગ્ય સ્વાગત પામી. ઋષભદત્તે ચંદ્રગુપ્ત રાજાનો સંદેશો સાદર પાઠવ્યો— ‘પૂર્વ ભવના દુઃખને જાણીને સંસારથી ડરેલી, વિષયસુખને ત્યાગીને મારી પ્રાણપ્રિય પુત્રી તારા નગરે આવી છે. તો યોગ્ય લાગે તેમ કરજો.’ (૧૦૫૯-૭૪).
આ સાંભળી રાજા જિતશત્રુએ શીલવતી પર કરાયેલ ઉપકારને યાદ કરી ચંદ્રગુપ્ત રાજાની મહાનતા દર્શાવી. તીવ્ર ગતિવાળો ઘોડો અને શીઘ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org